Aravalli : જન્માષ્ટમી પ્રસંગે શામળાજીમાં ભક્તોની ભારે ભીડ, કોરોના ગાઈડ લાઇન સાથે દર્શનની વ્યવસ્થા કરાઇ
ભગવાન શામળાળીયાનુ મંદિર આજે સવારે સાત વાગ્યાથી ખુલ્લુ રાખવામાં આવ્યુ છે ભક્તોને રાત્રી જન્મોત્સવ સાથે સુધી દર્શનનો લાભ મળે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામા આવી છે.
શામળાજી મંદીરમાં રવિવારે જન્માષ્ટમીએ ભક્તોને દર્શન માટે દિવસભર માટે ખુલ્લું રાખવામાં આવ્યુ છે. ભગવાન શામળાળીયાને સુંદર સજાવવામાં આવ્યા છે અને ભગવાનનો આજે જન્મદીને તેમના સુંદર વૈભવને નિરખવા માટે ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. શામળાજી મંદીર ખાતે સરકારની ગાઇડ લાઇન સાથે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે
ભગવાન શામળીયાને આજે ખુબ સુંદર સજાવવામાં આવ્યા છે. આજે ભગવાનનો જન્મ દિન હોવાથી ભગવાન તેના વૈભવ અને રુઆબ પ્રમાણે ભક્તોને દર્શન આપે તેવા સુંદર સજાવટ તેમનો કરવામાં આવ્યો છે. ભગવાન શામળાળીયાનુ મંદિર આજે સવારે સાત વાગ્યાથી ખુલ્લુ રાખવામાં આવ્યુ છે ભક્તોને રાત્રી જન્મોત્સવ સાથે સુધી દર્શનનો લાભ મળે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામા આવી છે.
જેને લઇને ભક્તો પણ આજે દર્શન નો લાભ લેવા માટે મંદીરે દીવસ ભર આવી રહ્યા છે. મંદિરમાં માસ્ક સાથે ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ભક્તો પણ અહી દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી રહ્યા છે.
ભગવાન શામળીયાને આજે ખાસ સોનેરી વસ્ત્રો થી સજાવાવમાં આવ્યા છે. વસ્ત્રોને ખાસ કાપડ સાથે ડીઝાઇન કરવામા આવ્યા છે. તો સાથે ભગવાનને સોના બાજુ બંધ અને હાર સહિત. કાન કુંડળ પણ સજાવવામાં આવ્યા છે. ભગવાનને દોઢએક કીલો સોનાના વજન ધરાવતો સોનાનો મુઘટ પહેરાવાયો છે અને સાથે ત્રણસો ગ્રામ સોનાની વાસંળી પણ સજાવવામાં આવી છે.
તો સાથે ભગવાનની દાઢી પર મોંઘેરો હિરો પણ મઢવામાં આવ્યો છે. આમ ભગવાને બેહદ કિંમતી વસ્ત્રો અને આભુષણો સજાવવમાં આવ્યા છે. ભગવાનને હિરા મોતી અને સોનાથી સુંદર સજાવાયા છે અને આજે જન્મદીને ભગવાન સુંદર વૈભવ થી દીપી ઉઠે જેને નિરખવા ભક્તો ખાસ આજના દીવસની રાહ જોતા હોય છે અને દર્શન કરીને નિરખવાના સંતોષનો ભાવ વ્યક્ત કરતા હોય છે.
આ પણ વાંચો : Garuda Purana : આ 5 પ્રકારના લોકો તમારા જીવનમાં સમસ્યાઓ જ ઉભી કરશે, તેનાથી દૂર રહો
આ પણ વાંચો : Vadodara : ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ, 200થી વધારે ગણેશ મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો