AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીનો ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ : ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે રૂ. 7.5 લાખ ચુકવવા માનવ અધિકાર પંચનો સરકારને આદેશ

પાયલ ગોટી લેટરકાંડ પ્રકરણમાં પોલીસે કરેલી કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ખાસ કરીને ગેરકાયદે ધરપકડ અને પરેડ કરાવવાના આક્ષેપોને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે આયોગ દ્વારા મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Breaking News : અમરેલીનો ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ : ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે રૂ. 7.5 લાખ ચુકવવા માનવ અધિકાર પંચનો સરકારને આદેશ
| Updated on: Sep 02, 2026 | 3:29 PM
Share

અમરેલીના ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આયોગે પાયલ ગોટીને રૂ.7.5 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી વિશિષ્ટ સુનાવણી દરમિયાન આ મહત્વનો આદેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પાયલ ગોટી લેટરકાંડને લઈને ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દાઓને આધારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદની સુનાવણી દરમિયાન સમગ્ર મામલે માનવાધિકારના પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.

ગેરકાયદે ધરપકડ અને પરેડનો મામલો

પાયલ ગોટી લેટરકાંડ બાદ પોલીસે કરેલી કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ખાસ કરીને ગેરકાયદે ધરપકડ અને પરેડ કરાવવાના આક્ષેપોને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે આયોગ દ્વારા મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરમાં આયોજિત વિશિષ્ટ સુનાવણી દરમિયાન આયોગે સમગ્ર મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં પાયલ ગોટીને રૂ.7.5 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં લેખિત હુકમ સામે આવશે

આયોગ દ્વારા સુનાવણી દરમિયાન વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનો વિગતવાર લેખિત હુકમ ટૂંક સમયમાં સામે આવવાની શક્યતા છે. લેખિત હુકમમાં કયા આધાર અને કારણોને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે તેની વધુ વિગતો સ્પષ્ટ થશે.

અમરેલીના પાયલ ગોટી લેટરકાંડને લઈને અગાઉથી જ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા ચાલી રહી હતી. હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના રૂ.7.5 લાખના વળતર ચૂકવવાના આદેશથી સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

રાજકોટ લોકમેળાનો આજથી પ્રારંભ, પરંતુ રાઇડ્સને હજુ સુધી મંજૂરી નહીં મળતા મેળો ફિક્કો રહેશે

Follow Us
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા
ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા
ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...
ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
g clip-path="url(#clip0_868_265)">