AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હત્યા પછી દુઃખી કેવી રીતે દેખાવું? પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં ચાર્જશીટમાંથી ChatGPT ના ઉપયોગનો ખુલાસો!

પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ મૃત્યુ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેતનના મૃત્યુ બાદ પરિવારજનો સામે દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું, સૌથી વધુ દુઃખી કેવી રીતે દેખાવું, તે અંગે સિયા ગોયલે ChatGPT પર માહિતી શોધી હોવાનો દાવો પોલીસે તપાસમાં કરવામાં આવ્યો છે.

Breaking News : હત્યા પછી દુઃખી કેવી રીતે દેખાવું? પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં ચાર્જશીટમાંથી ChatGPT ના ઉપયોગનો ખુલાસો!
Ketan Agrawal Murder Case
| Updated on: Sep 23, 2026 | 2:03 PM
Share

પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ મૃત્યુ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેતનની હત્યાનું કાવતરું ઘડતી વખતે આરોપીઓએ માત્ર ઘટનાસ્થળની રેકી જ નહોતી કરી, પરંતુ અગાઉ બનેલા હત્યાકાંડ તેમજ લોનાવાલા વિસ્તારમાં ખીણમાં પડીને થયેલા મૃત્યુના કિસ્સાઓનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. ખાસ વાત એ છે કે કેતનના મૃત્યુ બાદ પરિવારજનો સામે દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું અને સૌથી વધુ દુઃખી કેવી રીતે દેખાવું, તે અંગે સિયા ગોયલે ChatGPT પર માહિતી શોધી હોવાનો દાવો પોલીસે કર્યો છે.

18 જૂન 2026ના રોજ કેતનને લોહગઢ કિલ્લા પરથી ધકેલી દેવામાં આવ્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, 18 જૂન 2026ના રોજ કેતનને લોહગઢ કિલ્લા પર લઈ જઈને ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સિયા અને કેતનના પરિવારજનો લોહગઢના તળેટી વિસ્તારમાં પહોંચ્યા હતા. તે સમયે સિયાએ અપેક્ષિત રીતે દુઃખ વ્યક્ત ન કરતાં પરિવારજનોની શંકા વધુ મજબૂત થઈ હતી.

ત્યારબાદ ઘરે પરત ફર્યા પછી સિયાએ દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું અને વધુ દુઃખી લાગણીઓ કેવી રીતે દર્શાવવી, તે અંગે ઓનલાઈન સર્ચ કર્યું હોવાની માહિતી ડિજિટલ પુરાવાની તપાસમાંથી સામે આવી હોવાનો ઉલ્લેખ પોલીસે ચાર્જશીટમાં કર્યો છે. Instagram અને WhatsApp પર શેર કરવામાં આવેલી માહિતી તેમજ ડિજિટલ ઉપકરણોમાંથી મળેલા અન્ય પુરાવા પોલીસે જપ્ત કર્યા છે અને તે ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

મશરૂમમાંથી ઝેર આપવાનું પણ કર્યું સર્ચ, પરંતુ…

પોલીસ તપાસમાં સિયાએ કેતનની હત્યા માટે વિવિધ વિકલ્પો શોધ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. તેમાં ખાદ્ય પદાર્થ દ્વારા ઝેર આપવાની શક્યતાનો પણ સમાવેશ થાય છે. મશરૂમ અથવા અન્ય ખાદ્ય પદાર્થના માધ્યમથી કેતનને મારવાનો કોઈ અલગ પ્રયાસ અથવા કાવતરું હતું કે નહીં, તે તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.

પોલીસથી બચવા અને પૂછપરછ દરમિયાન કેવી રીતે વર્તવું, પ્રશ્નોના શું જવાબ આપવા અને ગભરાયા વિના પરિસ્થિતિ કેવી રીતે સંભાળવી, તે અંગે આરોપી રિતેશની સલાહથી ઓનલાઈન સર્ચ કરવામાં આવ્યું હોવાનો પણ પોલીસનો દાવો છે.

રાજા રઘુવંશી હત્યાકાંડનો ઊંડો અભ્યાસ

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનું કાવતરું ઘડતી વખતે આરોપીઓએ શરૂઆતમાં સોનમ રઘુવંશી સાથે જોડાયેલા ચર્ચિત ‘રાજા રઘુવંશી’ હત્યાકાંડનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ પાસેથી કઈ ભૂલો થઈ હતી અને તેઓ કેવી રીતે પોલીસના હાથે ઝડપાયા હતા, તેની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

ત્યારબાદ આરોપીઓએ લોનાવાલા વિસ્તારમાં ખીણમાં પડીને થયેલા જૂના અકસ્માતજન્ય મૃત્યુના કિસ્સાઓ શોધવાનું શરૂ કર્યું હતું. ટાઈગર પોઈન્ટ તેમજ લોહગઢ વિસ્તારમાં માનસી ગોવિંદપુરકર નામની યુવતીના ખીણમાં પડી જવાથી થયેલા મૃત્યુની ઘટનાની પણ વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હોવાના દાવા મુજબ, સિયા, ચેતન ચૌધરી અને રિતેશ હંગેએ આ તમામ માહિતી સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના માધ્યમથી એકબીજા સાથે શેર કરી હતી.

આ પણ વાંચો, Maharashtra Breaking News : Rent a Garba Partner નો મોટો ખેલ, ઓનલાઈન ગરબા પાર્ટનર શોધવામાં ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ !

Follow Us
g clip-path="url(#clip0_868_265)">