AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ

અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોની હવા શ્વાસમાં લેવા જેવી નથી રહી કારણ કે, હવામાં સતત પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉડતી ધૂળના કારણે હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને આગામી 22મી મે સુધીમાં અમદાવાદની હવા બિન-આરોગ્યપ્રદ રહે તેવી આગાહી એર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટે કરી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે […]

ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ
| Updated on: May 16, 2019 | 5:22 AM
Share

અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોની હવા શ્વાસમાં લેવા જેવી નથી રહી કારણ કે, હવામાં સતત પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉડતી ધૂળના કારણે હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને આગામી 22મી મે સુધીમાં અમદાવાદની હવા બિન-આરોગ્યપ્રદ રહે તેવી આગાહી એર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટે કરી છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI એ હવાની શુદ્ધતા માપવાનો આંતરરાષ્ટ્રીય માપદંડ છે. આ માપદંડ અનુસાર શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી વધુ ગાંધીધામમાં 158 AQI નોંધવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં 135 AQI પ્રદૂષણ હતુ. તે જ રીતે વલસાડમાં 129 AQI અને ગાંધીનગરમાં 121 AQI પ્રદૂષણ નોંધાયું છે.

ત્યારે આણંદમાં 106, રાજકોટમાં 98 અને અંકલેશ્વર-મોરબીમાં 93 AQI પ્રદૂષણ નોંધાયું હતુ. આ પ્રદૂષણનું પ્રમાણ 15મેના રોજ માપવામાં આવ્યું હતુ. મહત્વનું છે કે ફેબ્રુઆરીથી અત્યાર સુધી સતત હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે અને તેની જ સાથે 100થી વધારે પ્રદૂષણ આંક હોય તેવા શહેરોમાં સતત વધારો પણ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિવધ 6 પ્રકારના પ્રદૂષકોની ગણતરી કરી હવા કેટલી શુદ્ધ છે તે નક્કી કરવામાં આવે છે. આ વેબસાઇટ જે-તે વિસ્તારના પ્રદૂષણ બોર્ડની માહિતીના આધારે તથા લાઇવ મોનિટરિંગ માફરતે ડેટા એકઠા કરવામાં આવે છે. ગુજરાતનો આ ડેટા સેન્દ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપ્યો છે.

આ પણ વાંચો: જાણો નાથૂરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પછી કમલ હસને શું કહ્યું

ભારત સરકાર મુજબ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 100ની આસપાસ હોય તો તે હવે સારી ગણાશે. 50થી ઓછો AQI હવા હોય તો તે ઉત્તમ પ્રકારની હવા ગણાય અને જો AQI 150થી ઉપર જાય તો હવા બિન-આરોગ્યપ્રદ ગણાય છે. AQIની વેબસાઇટ મુજબ અમદાવાદમાં 22મી મે સુધી હવા 140થી 170 AQI પહોંચી જાય તેવી શક્યતા છે. તેથી આગામી દિવસોમાં અમદાવાદની હવા વધુ ખરાબ થાય તેવી ચિંતા ઉભી થઇ છે.

Follow Us
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
g clip-path="url(#clip0_868_265)">