ક્રિકેટ રસિકો આનંદો..નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવું સરળ, કેટલાક રસ્તા પર અપાયું ડાયવર્ઝન, જુઓ વીડિયો

ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ જંગ તારીખ 19ના રોજ થવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહામુકાબલો જમવાનો છે. VVIPની હાજરી આ મેચમાં હોવાને લઈ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવશે. ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. કેટલાક રસ્તા પર ડાયવર્ઝન આપી દેવાયું છે. અહી જાણો કયા રુટ રહેશે બંધ અને ક્યાં છે ડાયવર્ઝન

ક્રિકેટ રસિકો આનંદો..નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવું સરળ, કેટલાક રસ્તા પર અપાયું ડાયવર્ઝન, જુઓ વીડિયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 6:47 PM

વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર હશે. તો ભારત-ઓસ્ટ્રેલિયાનો મહા મુકાબલો જોવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ VVIP સહિત એક લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહેશે.

ભારત અને વિશ્વમાંથી આવતા ક્રિકેટ ચાહકો સરળતાથી સ્ટેડિયમમાં પહોંચી મેચનો નજારો માણી શકે તે માટે વહીવટી તંત્રએ શાનદાર વ્યવસ્થાઓ ગોઠવી છે. સાબરમતીના મોટેરા સ્થિત સ્ટેડિયમમાં પહોંચવા માટે ક્રિકેટ ચાહકોને સરળતા રહેશે.

ક્રિકેટ રસિકોની તકલીફ ઓછી કરવા આસપાસના કેટલાક રસ્તા પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો છે. તો કેટલાક રસ્તા પર ડાયવર્ઝન આપી દેવાયું છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમની આસપાસથી વાહનો લઈને રોજ જતા લોકોને રવિવારે સવારે 11થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી થોડી તકલીફ પડશે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટનો રસ્તો બંધ રહેશે. તો કૃપા રેસિડન્સીથી ટી થઈને મોટેરા સુધીનો માર્ગ પર પણ વાહન ચાલકો જઈ શકશે નહીં. જો કે વાહન ચાલકો માટે નજીકના જ કેટલાક વૈકલ્પિક માર્ગ યથાવત રહેશે. જેમાં તપોવનથી ONGC ચાર રસ્તાથી પાવર હાઉસ થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધી આવ-જા કરી શકાશે.

આ ઉપરાંત કૃપા રેસિડન્સીથી ટી થઈને શરણ સ્ટેટસ ચાર રસ્તા જઈ શકાશે. જ્યારે ભાટ-કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ પણ વાહન ચાલકો પસાર થઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચ નિહાળવા સ્ટેડિયમમાં આવવાના છે. PMના પ્રોટોકોલને લઈ ચુસ્ત બંદોસ્ત ગોઠવાયો છે. આ ઉપરાંત પણ કેટલાક VVIPની અવર-જવર હોવાથી સ્ટેડિયમની આસપાસમાં ટ્રાફિકને લઈ ફૂલપ્રુફ પ્લાનિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

ક્રિકેટ સ્ટેડિયમની આસપાસમાં આડેધડ પાર્કિંગ રોકવા માટે ખાસ સૂચના અપાઈ છે. અમદાવાદ પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારી અને જવાનો 8 ટોઈંગ ક્રેનની મદદથી આડેધડ પાર્કિંગ કરનારાને દંડશે.

આ પણ વાંચો : કચ્છ : ભચાઉના લલીયાણામાં ઘાસ ભરેલા ટેમ્પોમાં લાગી આગ, જુઓ વીડિયો

કયા રૂટ રહેશે બંધ

જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટનો રસ્તો બંધ કૃપા રેસિડન્સીથી ટી થઈને મોટેરા સુધીનો માર્ગ બંધ રહેશે

વૈકલ્પિક માર્ગ

તપોવનથી ONGC ચાર રસ્તા થકી પાવર હાઉસ જઈ શકાશે પાવર હાઉસથી પ્રબોધ રાવળ સર્કલ સુધી આવ-જા કરી શકાશે કૃપા રેસિડન્સીથી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા જઈ શકાશે ભાટ-કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ આવ-જા થઈ શકશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">