Ahmedabad સિવિલ હોસ્પિટલમાં થયું યુનિક ઓપરેશન, જૂનાગઢના યુવાનને મળી રાહત

જૂનાગઢના (Junagadh) આ યુવાને ચાર વર્ષ પહેલા મોંમાં આ પીન રાખી હતી જે છીંક આવતા તે ગળી ગયો તે સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન રહેતા તેણે આ બાબતને ગંભીરતાથી ન લીધી પરંતુ કેટલાક વર્ષો બાદ તેને સતત ઉધરસ રહેતા આખરે હોસ્પિટલમાં તેની તપાસ કરાવી હતી.

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં થયું યુનિક ઓપરેશન, જૂનાગઢના યુવાનને મળી રાહત
Ahmedabad Civil Hospital Unique Operation
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 14, 2022 | 6:05 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરની સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)  અનેક પ્રકારની સર્જરી કરવામાં આવે છે. જેમાં અલગ અલગ વિભાગોમાં જટીલ સર્જરી(Surgery) કરવામાં આવે છે. તેમજ તેમાં સફળતા પણ મળે છે. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગ દ્વારા આવી જ એક જટીલ સર્જરી કરવામાં આવી છે. જેમાંઅમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુનિક ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમાં જૂનાગઢના એક યુવાનને ચાર વર્ષ પહેલા પેપર પીન ગળી ગયો હતો જેને રાજકોટ તેમજ અમદાવાદની એલજી હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ પણ કાઢવામાં તબીબોને સફળતા મળી ન હતી. જો કે તેની બાદ યુવાનને ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ મહામુશ્કેલીથી આ પીન બે કલાકના ઓપરેશન બાદ શરીરમાંથી બહાર કાઢી અને યુવાનને તેની તકલીફમાંથી ઉગાર્યો હતો

સમસ્યાના ઉકેલ માટે તબીબોએ ઓપરેશન કરવાનું સૂચવ્યું હતું

જૂનાગઢના આ યુવાને ચાર વર્ષ પહેલા મોંમાં આ પીન રાખી હતી જે છીંક આવતા તે ગળી ગયો તે સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન રહેતા તેણે આ બાબતને ગંભીરતાથી ન લીધી પરંતુ કેટલાક વર્ષો બાદ તેને સતત ઉધરસ રહેતા આખરે હોસ્પિટલમાં તેની તપાસ કરાવી હતી. જેમાં આ સમસ્યાના ઉકેલ માટે તબીબોએ ઓપરેશન કરવાનું સૂચવ્યું હતું.

આ પણ વાંચો

ઇએનટી વિભાગની અનુભવી ટીમ દ્વારા આ સફળ ઓપરેશન હાથ ધરાયું

જો કે કોલેજમાં અભ્યાસ કરતો આ યુવાન માટે એ બાબત ચિંતાજનક હતી કે બે હોસ્પિટલમાં ગયા બાદ પણ આ પીન હવે બહાર કેવી રીતે કાઢવી. કારણ કે વર્ષો વીતી ગયા બાદ આ પીન ઉપર નવી સ્કીન આવી ચૂકી હોવાનું જોવા મળતું હતું જેના કારણે આ પીન બહાર કાઢવી પણ જોખમી હતી. પિન બહાર કાઢતા ફેફસામાં કાણું પડવાની પણ શક્યતાઓ હતી જોકે સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગની અનુભવી ટીમ દ્વારા આ સફળ ઓપરેશન હાથ ધરાયું છે અને આ યુવાન હાલ સ્વસ્થ છે.

g clip-path="url(#clip0_868_265)">