Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખુલી, લોકોને પારાવાર હાલાકી
રવિવારે મુશળધાર વરસાદ પડ્યો અને ફરી લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યાં શહેર ફરી બેટમાં ફેરવાયું. જેમાં લોકોના ઘરો અને વાહનો પાણીમાં ગરકાવ થયા. વરસાદના કારણે શહેરના અનેક રસ્તા ધોવાયા. જે રસ્તા ધોવાતા અને રસ્તા પર ખાડા પડતા લોકોનું વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખુલી પાડી દીધી છે. જેમાં લોકોના ઘરોમાં પાણી (Water) ઘુસી જતાં અને વાહનો પાણીમાં ડૂબી જતાં પારાવાર નુકસાન થયું છે. તો બીજી તરફ વરસાદમાં રસ્તા ધોવાઈ જતાં અને રસ્તા પર ખાડા પડી જવાના કારણે લોકોનું વાહન ચલાવવું અને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. શહેરમાં પહેલા વરસાદે પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. કેમ કે પહેલા વરસાદમાં જ શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. શુક્રવારે પડેલા પહેલા વરસાદની સમસ્યામાંથી લોકો હજુ બહાર આવ્યા ત્યાં રવિવારે મુશળધાર વરસાદ પડ્યો અને ફરી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાં શહેર ફરી બેટમાં ફેરવાયું છે. જેમાં લોકોના ઘરો અને વાહનો પાણીમાં ગરકાવ થયાં છે અને હજુ તો તેમાંથી શહેર બહાર આવવાનું પ્રયાસ કરી રહ્યું છે. ત્યાં વરસાદના કારણે શહેરના અનેક રસ્તા ધોવાયા છે. જે રસ્તા ધોવાતા અને રસ્તા પર ખાડા પડતા લોકોનું વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સિવિલ મેઘાણીનગર રસ્તાના. કે જ્યાં દરરોજ હજારો વાહનો અને સૌથી વધુ એમ્બ્યુલન્સ પસાર થાય છે. તેમજ તે રસ્તા પર શહેર પોલીસ કમિશનરનો બંગલો પણ આવેલ છે. છતાં તે રસ્તાની હાલત બિસમાર છે. સ્થાનિકોના આક્ષેપ છે કે 2017 માં આકાશ કંપની દવારા રસ્તો બનાવાયો પણ હલકી ગુણવત્તાનો બનાવતા તેને બ્લેક લિસ્ટ કરાયો. જે બાદ તે વિસ્તારમાં રસ્તો બન્યો નથી. અને તેમાં પણ વરસાદ ના કારણે તે રસ્તો વધુ ધોવાઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખરાબ રસ્તાના કારણે લોકોના વાહનો અને શરીરને પણ નુકશાન થતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે.
એટલું જ નહીં એ જ રસ્તા પર મેન્ટલ બારી ત્રણ રસ્તા પર ભુવો પડ્યો છે. તેમજ રામેશ્વર ચાર રસ્તા પર પણ ભુવો પડ્યો છે. જે ભુવાઓને amc દ્વારા કોર્ડન કરી દેવાયા છે. જેથી અંદર કોઈ પડે નહીં. પણ તેજ ભુવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. કેમ કે એક તરફ રસ્તો ખરાબ અને બીજી તરફ ભુવા જેથી જવું તો ક્યાં જવું તેવી પરિસ્થિતિ સ્થાનિકો માટે સર્જાઈ છે. તેમજ લોકો એ પણ કહી રહ્યા છે કે ટેક્ષ ભરવા સામે આ કેવા પ્રકારની સુવિધા તેઓને અપાઈ રહી છે. કે પછી સુવિધાના નામે મજાક કરાઈ રહ્યો છે.