એમ્બ્યુલન્સ કંપનીમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી મામલો, ડોક્ટર સહિત વધુ બે ઝડપાયા

છેતરપિંડીનો એક અનોખો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

એમ્બ્યુલન્સ કંપનીમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી મામલો, ડોક્ટર સહિત વધુ બે ઝડપાયા
બે આરોપી ઝડપાયા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 08, 2024 | 3:14 PM

અત્યાર સુધી ગઠીયા અલગ અલગ કંપનીઓ અથવા તો અન્ય બહાના બતાવી રૂપિયાનું રોકાણ કરવાનું કહી છેતરપિંડી આચરતા હતા, પરંતુ છેતરપિંડીનો એક અનોખો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાય છે. પોલીસે ફરિયાદના આધારે એક ડોક્ટર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં જીગરભાઈ શહેરાવાળા નામના વ્યક્તિએ પોતાની સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સુરતમાં રહેતા ડોક્ટર હાર્દિક પટવા, સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર તેમજ યસ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુર ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે હેમંત પરમાર અને મયુર વાલ્મીકિની ધરપકડ કરી છે.

પાંચ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું

પોલીસની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, હાર્દિક પટવા વર્ષ 2019 માં ફરિયાદી જીગરભાઈ શહેરાવાળાને અમદાવાદની શારદાબેન હોસ્પિટલના બહારના ભાગમાં મળ્યા હતા. ત્યારે તેમણે ફરિયાદી જીગરભાઈને પોતે સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી. વાતચીત દરમ્યાન હાર્દિક પટવા પોતે ડોકટર હોવાથી પોતાના નામે એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી શક્યો નથી. તેથી તેણે હેમંત પરમારના નામે સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસ અને મયુર ગોસ્વામીના નામે યસ એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી છે. તે તમામ પોતાના હસ્તક અને પોતાની તમામ જવાબદારીઓ વાળી એમ્બ્યુલન્સ સર્વિસ છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

આ બંને એમ્બ્યુલન્સ સર્વિસમાં રોકાણ કરવા માટે ફરિયાદી જીગરભાઈને વાત કરી હતી. જોકે આ ડોક્ટરની વાતોમાં જીગરભાઈ આવી ગયા હતા અને તેણે તેના પર ભરોસો રાખી પોતે તેમજ તેમના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ મારફતે અલગ અલગ સમયે પાંચ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.

વધુ બેની શોધખોળ

વર્ષ 2019 થી 2023 સુધીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જેનું વળતર માંગતા હાર્દિક પટવા તેને યોગ્ય પ્રતિ ઉત્તર આપતા નહોતા જેથી ફરિયાદી જીગરભાઈએ ડોક્ટર પાસે લેખિતમાં બાહેંધરી લખાવી હતી. જે બાદ પણ ડોક્ટર દ્વારા તેને મૌખિક વાયદાઓ આપ્યા કર્યા હતા અને પૈસાનું વળતર આપ્યું નહોતું જેથી ફરિયાદી હાર્દિકભાઈને પોતાની સાથે છેતરપિંડી થતા હોવાનો ખ્યાલ આવતા તેને ફરિયાદ નોંધાવી હતી.

હાલતો પોલીસે એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી છે. જ્યારે ડોક્ટર તરીકે ઓળખ આપનાર હાર્દિક પટવા હાલ ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર અન્ય કોઈ લોકો સાથે આ ત્રિપુટીએ છેતરપિંડી કરી છે કે કેમ અથવા તો આ છેતરપિંડી કરતી ગેંગમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">