AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, પરીક્ષા માટે 9.53 લાખ ફોર્મ ભરાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આવતીકાલે પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 2995 પરીક્ષા કેન્દ્રોના 31794 વર્ગખંડ માં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે 9.53 લાખ ફોર્મ ભરાયા છે. પરિક્ષાર્થીઓએ સવારે 9:30 વાગ્યા સુધી પરિસરમાં પહોંચવાનું રહેશે.

ગુજરાતમાં રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, પરીક્ષા માટે 9.53 લાખ ફોર્મ ભરાયા
Gujarat Junior Clerk Exam
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 28, 2023 | 6:01 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આવતીકાલે પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 2995 પરીક્ષા કેન્દ્રોના 31794 વર્ગખંડ માં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે 9.53 લાખ ફોર્મ ભરાયા છે. પરિક્ષાર્થીઓએ સવારે 9:30 વાગ્યા સુધી પરિસરમાં પહોંચવાનું રહેશે. જો કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની સરકારી ભરતીઓમાં ગેરરીતિ અને પેપરલીક ના બનાવો સામે આવતા રહ્યા છે ત્યારે આવતીકાલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક વર્ગ-3 ની પરીક્ષા યોજાશે.

પરીક્ષામાં થતી ગેરરીરીને રોકવા માટે તમામ વર્ગખંડને સીસીટીવીટી સજ્જ કરાયા

જેમાં 9.53 લાખ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે 2995 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરાયું છે. 7500 પોલીસ કર્મચારીઓ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ જોડાશે. આ સિવાય 200 થી પણ વધારે ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ પણ કાર્યરત રહેશે. પરીક્ષામાં થતી ગેરરીરીને રોકવા માટે તમામ વર્ગખંડને સીસીટીવીટી સજ્જ કરાયા છે.

સ્ટ્રોંગ રૂમ બહાર પણ ટાઇટ સિક્યુરિટી રાખવામાં આવી છે

આ સિવાય ઉમેદવારોને પેન, આઈકાર્ડ અને કોલલેટર સિવાય કંઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓએ સવારે 9:30 કલાક કે વર્ગખંડમાં પહોંચી જવાનું રહેશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના સભ્ય રાજીકા કચરિયાએ જણાવ્યું કે પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પરીક્ષાાર્થીઓ કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપે. નેગેટીવ ફોર્સ બદનામ કરવાના કાવતરા કરશે પરંતુ સરકાર અને પોલીસ તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. સ્ટ્રોંગ રૂમ બહાર પણ ટાઇટ સિક્યુરિટી રાખવામાં આવી છે એટલે જ ગેરરીતિનો કોઈ સવાલ ઊભો થતો નથી.

ગેરરીતિ રોકવા વિશેષ આયોજન

પરીક્ષાને ધ્યાને રાખી 200 થી વધારે ફ્લાઈંગ સ્ક્વોડ ખડેપગે રહેશે. 42 સ્ટ્રોંગ રૂમ પર સુરક્ષા સાથે ટિમો તૈનાત કરાઈ છે. સ્ટ્રોંગ રૂમથી કેન્દ્ર સુધી પેપર અને સામગ્રી લઈ જવા માટે 900 થી વધુ રૂટ પર હથિયારધારી પોલીસકર્મી અને સુપરવાઈઝર સાથે મોકલવામાં આવશે. પરિક્ષાર્થીઓ કેન્દ્ર પર મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, ઈયરફોન કે અન્ય ઇલેકટ્રીક ગેઝેટ લઈ જઈ નહીં શકે.

આ પણ વાંચોWeather Update : ભર શિયાળામાં ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">