મુખ્યમંત્રીએ અમદાવાદ, જામનગર, બારેજા અને કરજણમાં રૂ.255.76 કરોડના 3050 કામ મંજૂર કર્યાં

ર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ 70:20:10 મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીએ અમદાવાદ, જામનગર, બારેજા અને કરજણમાં રૂ.255.76 કરોડના 3050 કામ મંજૂર કર્યાં
Gujarat CM Bhupendra Patel (File Photo)
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jul 03, 2022 | 12:52 PM

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) બે મહાનગરપાલિકા (Municipal Corporation) અને બે નગરપાલિકાઓ (Municipality) ને કુલ 3050 કામો માટે રૂ. 255.76 કરોડની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકામાં 2417 જેટલા કામો માટેની રૂ. 207.94 કરોડ રૂપિયાની દરખાસ્તને અનુમતિ આપી છે. એટલું જ નહિ, જામનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના 588 કામો માટે રૂ. 43 કરોડ 85 લાખની રકમ મંજૂર કરી છે. તેમણે બારેજા નગરપાલિકાને 12 કામો માટે રૂપિયા 1 કરોડ 18 લાખ તથા કરજણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે 33 કામો માટે રૂ. 2 કરોડ 79 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. તદઅનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 7 ઝોનમાં 195.25 કરોડ રૂપિયા 1961 કામો માટે તેમજ 12.69 કરોડ રૂપિયા 456 જેટલા સ્ટ્રીટ લાઇના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો માટે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેનાથી સી.સી. રોડ, પેવર બ્લોક નાંખવા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના તેમજ સ્ટ્રીટ લાઇટના એમ કુલ 2417 કામો અમદાવાદમાં હાથ ધરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકામાં આવા ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અન્વયે મધ્ય ઝોનમાં રૂ. 2.75 કરોડ ૩ર કામો માટે, પૂર્વ ઝોનમાં રૂ. 34.18 કરોડ 406 કામો માટે, ઉત્તર ઝોનના 260 કામો માટે રૂ. 20.60 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 147 કામોના હેતુસર રૂ. 21.53 કરોડ, દક્ષિણ ઝોનમાં 462 કામો માટે રૂ. 44.72 કરોડ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવા 242 કામો માટે રૂ. 28.02 કરોડ તથા પશ્ચિમ ઝોનમાં 412 કામો માટે રૂ. 43.41 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામોનો લાભ અમદાવાદના વિવિધ ઝોનના સમગ્રતયા 58778 પરિવારો-કુટુંબોને મળશે.

મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે કુલ-588 કામો માટે રૂ. 43.85 કરોડની રજૂ થયેલી દરખાસ્તને અનુમતિ આપી છે. જામનગર મહાનગરપાલિકા હવે, આ 588 કામો અંતર્ગત પેવર બ્લોક, સી.સી. રોડ, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે.

ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકાને 12 કામો માટે રૂ. 1.18 કરોડની મંજૂરી આપી છે. આ કામો થવાથી બારેજાના 620 પરિવારોને સી.સી. રોડ અને પેવર બ્લોકની સુવિધા મળશે. તેમણે વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાને રૂ. 2.79 કરોડના ખર્ચે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સી.સી. રોડ અને પેવર બ્લોકના 33 કામો માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. કરજણ નગરના 1172 પરિવારોને આ કામોના પરિણામે વધુ સુખાકારી સુવિધા મળશે.

આ પણ વાંચો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે સમગ્રતયા 3050 કામો માટે કુલ 255.76 કરોડની ફાળવણી કરાશે તથા કુલ 61158 પરિવારોને આ કામોથી સુવિધા પ્રાપ્ત થશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ 70:20:10 મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati