Ahmedabad: વસ્ત્રાલમાં પીકઅપ વાનની ટક્કરે યુવકના મોત મામલે ચોંકાવનારો ખુલાસો, એક્સિડેન્ટ પહેલાં રેકી કરાઈ હતી

અમદાવાદના વસ્ત્રાલમાં 24 જૂને શૈલેષ પ્રજાપતિ નામના યુવકને એક પીકઅપ વાને મોતની ટક્કર મારી હતી. ત્યારે આ મામલે ટીવીનાઈને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત પહેલા બે શંકાસ્પદો સીસીટીવીમાં કેદ થયા છે.

Ahmedabad: વસ્ત્રાલમાં પીકઅપ વાનની ટક્કરે યુવકના મોત મામલે ચોંકાવનારો ખુલાસો, એક્સિડેન્ટ પહેલાં રેકી કરાઈ હતી
CCTV
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 11:21 AM

અમદાવાદ (Ahmedabad) વસ્ત્રાલમાં યુવકને મોતને ઘાટ ઉતાર (Murder) ના પીકઅપ વાન મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં યુવકના અકસ્માત પહેલાના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જે પીકઅપ વાને યુવકને ટક્કર મારી તેના ડ્રાઈવર કેમેરામાં કેદ થયા છે. તો ડ્રાઈવર સાથે રહેલો શકમંદ વ્યક્તિ કેવી રીતે મૃતક પર નજર રાખી રહ્યો હતો. અમદાવાદના વસ્ત્રાલમાં 24 જૂને શૈલેષ પ્રજાપતિ નામના યુવકને એક પીકઅપ વાને મોતની ટક્કર મારી હતી. ત્યારે આ મામલે ટીવીનાઈને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત પહેલા બે શંકાસ્પદો સીસીટીવીમાં કેદ થયા છે. જેમાં એક શકમંદ મૃતકની આસપાસ રહીને રેકી કરે છે. જ્યારે બીજો ડ્રાઈવર મોતની ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત પહેલાના સીસીટીવીમાં ધ્યાનમાં આવે છે કે કેવી રીતે બે લોકોએ હત્યાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે છે. સીસીટીવીમાં એક પીકઅપ વાનમાં આવીને રસ્તાની એકબાજુએ ઉભા રહી જાય છે. જે બાદ તમાંથી બંને શકમંદ શખ્સો બહાર આવે છે. જેઓ આગળ એક પાર્લરમાં ખરીદી કરતા પણ સીસીટીવીમાં જોવા મળ્યા છે. જે બાદ બંનેમાંથી એક ડ્રાઈવર પીકઅપ વાન તરફ આગળ વધ્યો અને બીજો શખ્સ પાર્લર પાસે જ ઉભો રહી ગયો હતો. જ્યારે ડ્રાઈવર વાનમાં બેસી જાય છે ત્યારે બીજા શખ્સ બાજુના મેદાનમાં વોકિંગ કરવા લાગે છે. થોડી વારમાં શૈલેષભાઈ ત્યાંથી પસાર થાય છે. બીજા શખ્સ જે મેદાનમાં હતો તે આવે છે અને વાનમાં બેસતો નથી અને મૃતકની પાછળ ચાલવા માંડે છે. બીજો શકમંદ રસ્તા પર મૃતકની પાછળ ચાલતો પણ સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ત્યારબાદ બીજો શખ્સ ફોન પર વાત કરતા કરે છે, કદાચ બીજો શખ્સ કોઈને માહિતી આપી રહ્યો હોય તેવું જણાય છે. ત્યારે પીકઅપ વાન આગળ વધે છે અને મૃતક શૈલેષ પ્રજાપતિને ક્યારે ટક્કર મારવાની છે. શરૂઆતમાં પીકઅપ વાન ધીમી ગતિએ આગળ વધે છે અને ત્યારે જ અકસ્માત સમયે મૃતક શૈલેષ પ્રજાપતિને મોતની ટક્કર મારીને પીકઅપ વાનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે શૈલેષ પ્રજાપતિ રોડની નીચે ઉતરીને ચાલતો હોવા છતાં પીકઅપ વાન ચાલક તેને ટક્કર મારી દે છે એ સૌથી ચોંકાવનારી બાબત છે. માટે આ અકસ્માતની ઘટનામાં શંકા પણ જઈ રહી છે. આ સીસીટીવીનાં આધારે પ્રાથમિક રીતે જોતા કહી શકાય કે આ અકસ્માત નહીં પણ હત્યા છે.

આ સીસીટીવીના પગલે અનેક સવાલો થઈ રહ્યા છે, જેવા કે…

  1. પીકઅપ વાનમાં બે જણા નીચે ઉતર્યા તો એક શખ્સ વાનમાં ફરી બેસતો કેમ નથી?
  2. શું એક શખ્સ મૃતકનો પીછો કરીને તેની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો?
  3. આ પણ વાંચો

  4. ધીમી ગતિએ જતી પીકઅપ વાનની ગતિ મૃતક પાસે પહોંચતા જ કેમ વધારી?
  5. મૃતક શૈલેષ રોડની નીચે ઉતરીને ચાલતો હોવા છતાં ટક્કર કેમ મારી?
  6. શું શૈલેષ પ્રજાપતિને મોતને ઘાટ ઉતારવા માટે જ પીકઅપ રોડની નીચે ઉતારવામાં આવી?
  7. મૃતક શૈલેષ પર નજર રાખી રહેલા શખ્સની પોલીસ તપાસ કરશે?
  8. પીકઅપ વાનનો ડ્રાઈવર હજી સુધી કેમ ઝડપાયો નથી?

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">