વડોદરાથી NDRFની 5 ટીમો રવાના , ત્રણ ટીમ રાજકોટ, એક ટીમ સુરત, એક ટીમ બનાસકાંઠામાં મોકલાઈ

બટાલિયન 6 ની કુલ 10 ટુકડીઓ હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસું આફતોનો પૂર્વ ઇતિહાસ ધરાવતા જિલ્લાઓમાં હાજર છે.તાજેતરમાં આણંદ જિલ્લામાં પૂરની જે પરિસ્થિતિ સર્જાય તેમાં રાહત પહોંચાડવામાં આ પૂર્વ ઉપસ્થિત ટીમની મદદ મળી છે.

વડોદરાથી NDRFની 5 ટીમો રવાના , ત્રણ ટીમ રાજકોટ, એક ટીમ સુરત, એક ટીમ બનાસકાંઠામાં મોકલાઈ
5 teams of NDRF sent from Vadodara
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 03, 2022 | 10:47 AM

વડોદરા (Vadodara) નજીક જરોદમાં રાષ્ટ્રીય આપદા રાહત દળ (NDRF) ની બટાલિયન 6 ની સ્થાપના પછી મધ્ય ગુજરાત (Gujarat) સહિત સમગ્ર રાજ્ય,રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જિલ્લાઓની પૂર સહિતની કુદરતી આફતો અને માનવ સર્જિત દુર્ઘટનાઓ પ્રસંગે રાહત અને બચાવની સુસજ્જતા વધી છે અને સ્થાનિક તંત્રને નવું પીઠબળ મળ્યું છે. રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથેના સંકલનમાં એન.ડી.આર.એફ.દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ,માંગણી થાય અને ટીમ પહોંચે એ વચ્ચેનો સમય શક્ય તેટલો ઘટાડવા,આફતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં બચાવ અને રાહતના જરૂરી સાધન, સામાન અને ઉપકરણોથી સુસજ્જ ટીમો વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાઓએ તૈનાત કરવામાં આવે છે. જેના પગલે બચાવ કાર્ય ઝડપી બને છે અને સમયસર રાહત પહોંચાડી શકાય છે. આ વર્ષે પણ ચોમાસું આફતો સામેની પૂર્વ તૈયારી અને સુસજ્જતા ના ભાગરૂપે આ કવાયત કરવામાં આવી છે અને આણંદ જિલ્લા સહિત વિવિધ સ્થળોએ આ અગમચેતી રાહત આપનારી બની છે.

બટાલિયન 6 ના પ્રવક્તાએ જણાવ્યું કે રાજ્યના રાહત કમિશનર સાથેના પરામર્શ હેઠળ આજે જરોદ મથકે થી વધુ 5 ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોકલવામાં આવી છે.આ ટીમો બચાવ અને રાહતના જરૂરી આધુનિક અને પરંપરાગત સાધનો, સામગ્રી અને ઉપકરણોથી સજ્જ છે. આજે પ્રી મોન્સુન ડિપ્લોયમેન્ટના ભાગરૂપે રાજકોટ માટે 3 તથા સુરત અને બનાસકાંઠા માટે 1/1 મળીને કુલ 5 ટીમો રવાના થઈ છે જે ચોમાસાં દરમિયાન આ જિલ્લાઓમાં રહીને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં બચાવ અને રાહતની કામગીરી કરશે.આ વ્યવસ્થાથી તાકીદની જરૂર ના પ્રસંગે રિસ્પોન્સ ટાઇમ ખૂબ ઘટી જાય છે.

આ પ્રક્રિયા ચોમાસાના એંધાણ વર્તાવાની સાથે જ રાજ્ય સરકારના તંત્ર સાથે પરામર્શમાં શરૂ કરી દેવામાં આવી હતી. જેના ભાગરૂપે અગાઉ 5 ટુકડીઓ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અને રાજસ્થાનના 2 જિલ્લાઓમાં મૂકી દેવામાં આવી હતી. આ ટુકડીઓ રાજ્યના ગીર સોમનાથ, નવસારી અને આણંદ તથા રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં હાલમાં ઉપસ્થિત છે. આમ, બટાલિયન 6 ની કુલ 10 ટુકડીઓ હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસું આફતોનો પૂર્વ ઇતિહાસ ધરાવતા જિલ્લાઓમાં હાજર છે.તાજેતરમાં આણંદ જિલ્લામાં પૂરની જે પરિસ્થિતિ સર્જાય તેમાં રાહત પહોંચાડવામાં આ પૂર્વ ઉપસ્થિત ટીમની મદદ મળી છે.

આ પણ વાંચો

બોરસદ તાલુકાના કઠોલ ગામે થી એન.ડી.આર.એફ.ટીમે વધુ એક મૃતકની ભાળ મેળવી

આણંદ જિલ્લાના બોરસદ પંથકમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ એન.ડી.આર.એફ. બટાલિયન 6 ની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં સક્રિય યોગદાન આપી રહી છે.આ ટુકડી અગાઉ થી જિલ્લામાં ઉપલબ્ધ હોવાથી સરળતાથી તેની મદદ લઈ શકાઈ છે. આજે આ ટુકડીએ શોધ કાર્ય દરમિયાન બોરસદ જિલ્લાના કથોલ ગામે પાણીમાં થી વધુ એક મૃતદેહ શોધીને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.૨૬ વર્ષના આ મૃતકનું નામ શનાભાઈ ઠાકોર છે જે આશાપુરી કઠોલના નિવાસી છે.ગઈકાલે પણ આ ટીમે પૂરના પાણીમાં તણાઈ ગયેલા એક પુરુષનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">