Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે રાતોરાત એક મઝાર બનાવી દેવાઈ હોવાનો વીડિયો વાયરલ, જાણો… શું છે હકિકત
TV9 દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને એએમસીના અધિકારીઓને આ બાબતે સવાલ કરાયો. તો એએમસીએ આ મજાર બાબતે તપાસના આદેશ આપ્યા છે.
શું અમદાવાદ (Ahmedabad) માં રિવરફ્રન્ટ (riverfront) ખાતે રાતોરાત એક મઝાર (mazar) બનાવી દેવાઈ છે? સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં આ દાવો થઈ રહ્યો છે. જે વીડિયોએ સૌ કોઈના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે. આ વીડિયોએ AMCની ઊંઘ બગાડી રાખી છે. લોકો સવાલ કરી રહ્યા છે, પરંતુ હકીકત શું છે ? ચાલો જાણીએ કે હકિકત શું છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દધીચિ બ્રિજ પાસે રાતોરાત મઝાર બનાવવામાં આવી હોવાનો દાવો કરતો એક વીડિયો આજકાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દધીચિ બ્રિજ જોવા મળે છે જેની બાજુમાં જ ખૂણામાં મઝાર બનેલી છે. જે રાતોરાત બની હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે વીડિયોએ શહેરીજનોમાં અનેક કુતૂહલ પણ જગાવ્યું છે.
વાયરલ વીડિયોમાં સવાલો પણ ઉઠાવાયા છે કે એએમસી આ બાબતે કોઈ ધ્યાન પણ આપી રહી નથી. જે વીડિયો આગની જેમ ફેલાતો જઈ રહ્યો છે. ત્યારે TV9 દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને એએમસીના અધિકારીઓને આ બાબતે સવાલ કરાયો. તો એએમસીએ આ મઝાર બાબતે તપાસના આદેશ આપ્યા છે.
આ તરફ અમારી ટીમે દધીચિ બ્રિજ પાસે જઈને તપાસ કરી તો ત્યાં મઝાર જોવા મળી હતી. આ એ જ મજાર છે કે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયો એએમસી માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે. ત્યારે વાયરલ વીડિયોની હકીકત એ છે કે મઝાર રાતોરાત બની હોવાનો દાવો ખોટો છે.
મઝાર રાતોરાત બની હોવાનો દાવો ખોટો છે
- વાયરલ વીડિયો બે વર્ષ અગાઉ પણ વાયરલ થયો હતો
- જો રિવરફ્રન્ટ બનતા પહેલા મઝાર હતી તો તેની વ્યવસ્થા કેમ ન થઈ?
- અને જો રિવરફ્રન્ટ બન્યા બાદ મઝાર બની તો એએમસીનું ધ્યાન કેમ ન ગયું?
- રસ્તા પર રહેલા કોઈપણ ધાર્મિક સ્થળની નોંધ આખરે ક્યારે લેવાશે?
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
