AHMEDABAD : બાળકોને રાજકારણ અને સંસદની પ્રક્રિયાથી પરિચિત કરાવવા યોજાઈ છાત્ર-સંસદ

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું કે આ વર્ષે સમગ્ર ગુજરાત થી અનેક વિદ્યાર્થીઓ ભાગ લેશે જેઓ દેશની સાંપ્રત સમસ્યાઓઓને લગતા મુદ્દા પર ચર્ચા કરશે.

AHMEDABAD : બાળકોને રાજકારણ અને સંસદની પ્રક્રિયાથી પરિચિત કરાવવા યોજાઈ  છાત્ર-સંસદ
Student Parliament held in Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:26 PM

AHMEDABAD : અમદાવાદ છાત્ર સંસદે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સાથે મળીને અમદાવાદમાં સૌથી મોટી યુથ પાર્લામેન્ટનું આયોજન કર્યું છે. છાત્ર સંસદ સૌપ્રથમ એવું અનોખું અભિયાન છે જે યુવાનોને પરિવર્તનનો ભાગ બનવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેણે ત્રણ દિવસ સુધી ચાલનારી યુથ પાર્લામેન્ટ 2021નું આયોજન કર્યું. જે પાર્લામેન્ટમાં રાજ્યસભા સાંસદ સુરેશ પ્રભુ, ઉદ્યોગસાહસિક ચિરંજીવ પટેલહાજર રહ્યા.

તો પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, ઈન્ડિયન બેકસ્ટ્રોક સ્વીમર માના પટેલ, ઉદ્યોગસાહસિક પ્રફુલ બિલ્લોર, બ્રિગેડિયર ડો. રાજીવ દિવેકર અને ડો. ઋત્વિજ પટેલ સહિતની જાણીતી હસ્તીઓ ભાગ લેશે.

24-25-26 ડિસેમ્બર 2021 દરમિયાન ચાલનારી યુથ પાર્લામેન્ટ 2021માં જસ્ટિસ કે જી બાલાકૃષ્ણન, મેજર જનરલ વિક્રમ દેવ દોગરા અને રાજદીપ સરદેસાઈ પણ ઓનલાઈન માધ્યમથી જોડાઈને ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. જેમાં 25 અને 26 ડિસેમ્બરે પાર્લામેન્ટનું પ્રતીકાત્મક સ્ટ્રક્ચર ઉભું કરી પ્રતીકાત્મક સંસદ પણ મળશે અને તેનાથી લોકોને જાગૃત કરવા માહિતગાર કરવાનો પ્રયાસ કરાશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું કે આ વર્ષે સમગ્ર ગુજરાત થી અનેક વિદ્યાર્થીઓ ભાગ લેશે જેઓ દેશની સાંપ્રત સમસ્યાઓઓને લગતા મુદ્દા પર ચર્ચા કરશે. ઉદગમ સ્કૂલની સાથે મળીને છાત્ર સંસદ અત્યંત મહત્વના મુદ્દા અંગે ચર્ચા કરવા માટે દેશના ભવિષ્ય અને યુવા લોકોને મંચ પૂરું પાડે છે.

છાત્ર સંસદના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ અને નેશનલ જનરલ સેક્રેટરી રથિન ભટ્ટે જણાવ્યું હતું કે “ભારત યુવા લોકોનો દેશ છે અને દેશના સામાજિક-રાજકીય મુદ્દામાં યુવાનોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. યુવાનોને આગળ આવવા અને આ મુદ્દાના નિરાકરણ માટે અમે તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ.” સાથે જ અમદાવાદમાં તેમની આ ત્રીજી યુથ પાર્લામેન્ટ યોજાઈ હોવાનું જણાવી તેમની સંસ્થા શરૂ થઈ ત્યારથી આતુર સુધી વિવિધ 50 જેટલા કાર્યક્રમો યોજાયા હોવાનું પણ જણાવ્યું.

લોકસભાના સ્ટુડન્ટ ડેલિગેટ રાજકીય ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સંદર્ભે પેન્ડોરા પેપર્સ અંગે ચર્ચા કરશે. ઓલ ઈન્ડિયા પોલિટિકલ પાર્ટીસ મીટના સ્ટુડન્ટ ડેલિગેટ્સ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારા અને રાજસ્થાન બાળ લગ્ન વિધેયક પર પ્રકાશ પાડશે. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનું ડેલિગેશન ચીન, પાકિસ્તાન અને તાલિબાનના પ્રભાવ સંદર્ભે નવા ડાયનેમિક સંગઠન ક્વાડ અંગે ચર્ચા કરશે. નેશનલ પ્રેસ કમિટિ યુથ પાર્લામેન્ટના સમગ્ર મોડલનું કવરેજ કરશે.

છાત્ર સંસદ યુથ પાર્લામેન્ટ ભારતીય સંસદ અને સંસ્થાનોનું એકેડમિક સિમ્યુલેશન છે જેનો ઉદ્દેશ્ય ભારતીય રાજકારણની સમજદારી તથા આપણી લોકશાહી, સાંપ્રત બાબતો, રાષ્ટ્રીય મુદ્દા અંગે વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ દેશના વિવિધ સંસ્થાનો જેમ કે લોકસભા, રાજ્યસભા, જીએસટી કાઉન્સિલ વગેરેના સરકારી અધિકારીઓ અને સાંસદોની ભૂમિકા ભજવે છે જે તેમને ભારતીય સંસદ અને ભારતની સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે તેની સમજ પૂરી પાડે છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">