અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો

અમદાવાદમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રોડ રસ્તાઓ પર ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે.

  • Kunjan Shukal
  • Published On - 22:03 PM, 27 Apr 2021

અમદાવાદમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રોડ રસ્તાઓ પર ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. શહેરના એસ.જી. હાઈવે પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી છે, તેની વચ્ચે જ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તમામ વિસ્તારોમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ત્યારે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

 

 

આ પણ વાંચો: પેટ કમિન્સ બાદ બ્રેટ લીએ પણ ઓક્સિજન સપ્લાય માટે 41 લાખ રૂપિયા આપ્યા, કહ્યું ‘ભારત મારૂ બીજુ ઘર’