સોશિયલ મીડિયા, (Social Media) સ્માર્ટ ફોન (Smart phone) વિવિધ એકાઉન્ટસ ઉપર મૂકાતી પોસ્ટની લાઇક અનલાઇક અને તેના આધારે પોતાના જીવનના માપદંડ નક્કી કરવાની એક ઘેલછા સમાજમાં ઉભી થઈ રહી છે તેના કારણે આજના યુવાનોના અને ખાસ કરીને તરૂણોના (Teenagers) ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થઈ રહ્યો છે. તમે તમારી આસપાસ જોશો તો જણાશે કે પહેલા ગામના ચોરે કે શહેરોમાં પણ પાનના ગલ્લે મિત્રો મળીને ટોળાંટપ્પા મારતા હતા. હવે મિત્રો ભેગા તો થાય છે, પરંતુ તેમાં વાત સામાજિક જીવનની નથી હોતી, પરંતુ તેઓ એક લાઇનમાં બેસીને પોતોપોતાના ફોન જોયા રાખે છે કે પછી ફોન લઇને વાયરલ વીડિયો, મિત્રોના સ્ટેટસ, સેલિબ્રિટીની પોસ્ટ જુએ છે કયાં તો પોતે મૂકેલી પોસ્ટને કેટલી લાઇક મળી કે કેટલી શેર થઈ તેના આધારે પોતાની લોકપ્રિયતા નક્કી કરે છે. આ પરિસ્થિતિમાં જો તે તરૂણ કે તરૂણીએ ધારેલી કે પોતે ઇચ્છી તેલી લાઇક ન મળે તો તે ડિપ્રેશનમાં (Depression)સરી પડે છે. આવા તમને તમારી આસપાસ એક કહેતા અનેકો કિસ્સા મળી આવશે.આપણે આવા થોડા કિસ્સાની વાત કરીએ તો
કેસ -1 પ્રખ્યાત સાઉથ કોરિયન યંગસ્ટર્સ બેન્ડ BTS માટે સુરતની એક તરૂણી પૂજા(નામ બદલ્યું છે)ની ઘેલચ્છા એટલી બધી હતી કે પૂજાને ટી શર્ટથી માંડીને તમામ એકસેસરીઝ BTS વાળી જ જોઈતી હતી. આ બાબત વાસ્તવિક રીતે શક્ય નહોતી , ત્યારે સમજુ માતા પિતાએ તેને પોતાની રીતે ઘણી સમજાવી, જોકે પૂજા માની નહીં અને પોતાની જીદ પૂરી કરવા ઘર છોડીને જતી રહી..અને તેનો જીવથી વ્હાલો ફોન પણ ઘેર મૂકીને જતી રહી….આ પરિસ્થિતિમાં અ઼ડધા થઈ ગયેલા માતાપિતાએ પોલીસને જાણ કરી અને તેના ફોટો સોશ્યિલ મીડિયામાં શેર કરતા માંડ પૂજાનો પત્તો મળ્યો, ત્યારે માતા પિતાને હાશકારો થયો. છેવટે માતાપિતાએ સાઇકિયાટ્રિસ્ટ પાસે તેનું કાઉન્સેલિંગ કરાવ્યું ત્યારે પૂજામાં થોડો ફરક આવ્યો.
કેસ -2 તો બીજા કિસ્સામાં BTS ગ્રુપને મળવા માટે શાળામાં ભણતા કિશોર કિશોરી ઘરમાંથી પૈસા લઇને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી હતી.
કેસ -3 ધોરણ 11 માં ભણતી એક કિશોરી અનેરી (નામ બદલ્યું છે )ઇનસ્ટાગ્રામ પર લાઇક અને ફોલોઇંગ ન મળવાને કારણે ડિપ્રેશનમાં સરી ગઈ હતી. અને લાઇક મેળવવા તેણે બોલ્ડ ફોટા મૂકવાનું શરૂ કર્યું હતું. આ યુવતીના માતાપિતા તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા હતા ત્યારે તે કિશોરીએ ડોક્ટરને જણાવ્યું હતું કે તેના સ્માર્ટફોનમાંથી તેણે ઇન્સ્ટા એકાઉન્ટ બનાવ્યું હતું તેની અન્ય ફ્રેન્ડને ઘણી લાઇક મળતી હતી તેના ખૂબ ફોલોઅર હતા આથી પોતાના ઓછા ફોલોઅરની પરિસ્થિતિ તેને શેમફુલ લાગતી હતી આથી આ કિશોરી બોલ્ડ ફોટા મૂકવા લાગી હતી
કેસ -4 અમદાવાદનો એક કિશોર સોશ્યિલ મીડિયા પર અતિશય એક્ટિવ રહેતો હતો. માતા પિતા વર્કિંગ હોવાને કારણે તેનો રોકટોક પણ ઓછી હતી. આથી જુદુ જુદી ડેટિંગ સાઇટ પર તે એકટિવ થઈ ગયો હતો. પોર્ન મૂવી જોયા કરતો. થોડા સમય બાદ સુંદર યુવતીની રિકવેસ્ટ આવી. આ યુવતી ડીપીમાં ઘણી સુંદર દેખાતી હતી આથી કિશોર તેની સાથે વાતોચીતો કરતો થઈ ગયો હતો. બાદમાં બંને વચ્ચે રોમેન્ટિક વાતો શરૂ થઈ હતી, એક દિવસ યુવતીએ તેને મળવા બોલાવ્યો અને યુવક ગયો તો ત્યાં જઇને તેણે જોયું તો યુવતીને જોઇને તેને આઘાત લાગી ગયો, કારણ કે તે એક મહિલા હતી. કિશોરે પૂછ્યું કે તમે મારી ઉંમરના નથી ત્યારે મહિલાએ કિશોરને ફોસલાવાનું શરૂ કર્યું હતો જોકે પરિસ્થિતિ પામી ગયેલો કિશોરે તે સ્થળેથી નાસી છૂ્ટયો હતો.
કેસ -5 એક પરિણિત મહિલા એકલતાથી કંટાળીને સ્માર્ટ ફોનની એડિક્ટ બની ગઈ હતી અને જુદા જુદા લોકો સાથે ચેટ કર્યા કરતી હતી , પોર્ન મૂવી જોયા કરતી , તે જાણતી હતી કે આ યોગ્ય નથી તેમ છતાં તે પોતાની લત મૂકી શકતી નહોતી. આથી તેણે જાતે જ સમજીને સાઇકિયાટ્રિસ્ટની મદદ લેવાનું વિચાર્યું અને આ લતમાંથી બહાર આવીને પોતાના પતિ તેમજ પરિવાર સાથે હેલ્ધી રિલેશનશીપ મેઇન્ટેઇન કરી શકી.
સ્માર્ટફોન , સોશિયલ મીડિયા અને સેલિબ્રિટીઓ માટેની ઘેલછામાં પોતાની જાતને ડૂબાડી દેતા તરૂણો તેમના માટે અને પરિવાર માટે મોટી સમસ્યા ઉભી કરી દેતા હોય છે. એક એવું સંશોધન છે કે સ્માર્ટ ફોનની તમારા મગજ પર તેવી જ અસર થાય છે જેવી અસર ડ્રગ્સ તેમજ નાર્કોટીક્સની તમારા મગજ પર થાય છે. આંખના ડોક્ટર સલાહ આપતા હોય છે કે સતત 15 મિનિટથી વધુ સ્ક્રીન ટાઇમ થાય તો આંખોને આરામ આપવો જોઈએ. કિશોર વયનાં બાળકો એકદમ અપરિપક્વ હોય છે. તેમને સારા નરસાનું ભાન નથી અને આજે સ્માર્ટફોન અને ઇન્ટરનેટને કારણે દરેક બાબતોની ક્ષિતિજો એટલી વિસ્તરી ગઈ છે કે સંતાનો પર લગામ કસવી આકરી બને છે. આ અંગે અમદાવાદના વિખ્યાત મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી (Senior psychologist prashant Bhimani) એ જણાવ્યું હતું કે , હાલની પરિસ્થિતિમાં બાળકોથી માંડીને મોટાઓને સ્ક્રીન એડિક્શન વધી ગયું છે. ત્યારે બાળકોના સ્વભાવમાં ચિડિયાપણુ અને ગુસ્સો વધ્યા છે. સતત મોબાઇલ સ્ક્રીન જોયા કરતા બાળકો વિવધ ગેમના બંધાણી બની ગયા હોય છે પબજી, ફ્રી ફાયર બ્લૂ વ્હેલ જેવી ગેમના કારણે કેટલાક તરૂણોએ માતા કે પિતાને અને ઘણા કિસ્સામાં પોતાની જાતને મારી નાખ્યા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. ત્યારે એ ખૂબ જરૂરી બની જાય છે કે બાળક શું જુએ છે તેનું ધ્યાન રાખો. વાલીઓએ પોતાની સગવડતા માટે બાળકોને મોબાઇલ કે ઇન્ટરનેટના હવાલે ન કરવા જોઈએ અને જો તમારા બાળક કે નજીકના સ્વજનના વર્તનમાં ફેરફાર થાય તો વિના સંકોચે સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. ડો. પ્રશાંત ભીમાણી જણાવે છે કે સ્ક્રીન એડિકશન એ એવી અવસ્થા છે જેમાં વ્યકતિને સ્કીન સામે સમય પસાર કર્યા વિના ચાલતું જ નથી તે વ્યક્તિ ટીવી મૂકે તો ફોન પકડે અને ફોન મૂકે તો કમ્પ્યૂટર કે લેપટોપ કે ટેબલેટ લઇને બેસી જાય છે. તેને કંઇ નવતર સૂઝતું નથી અને મોબાઇલ ફોન વિના તે ઉન્માદી થઈ જાય છે.
જ્યાં સુધી BTS બેન્ડની ઘેલછાની વાત છે, તો આવી કોઈ પણ ઘેલછા વખતે વ્યક્તિને સ્વસ્થ થવા તેનું કાઉન્સેલિંગ જરૂરી બની જાય છે. કારણ કે વાલીઓ પણ બાળકોનો સારો ઉછેર જ ઇચ્છે છે. શકય હોય ત્યાં સુધી માતા પિતા બાળકો પર જાપ્તો ન રાખે, પરંતુ તેને પ્રેમથી સમય આપીને સમજાવે તે જરૂરી છે તેના માટે વાલીઓએ પણ ફોનથી કે સોશિયલ મીડિયાથી દૂર થવું પડશે. આ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. આ અંગે અમદાવાદ શહેરના પ્રખ્યાત બાળ અને યુવા મનોચિકિત્સક (Child Psychiatrist )MD પરમ શુકલએ જણાવ્યું હતું કે તરૂણોમાં અને યુવાનોમાં દરેક દાયકામાં ઉન્માદી અવસ્થા જોવા મળી છે. આજે Entertainment Influence વધ્યું છે. સમયે 80 ના દાયકામાં આવેલી ફિલ્મ એક દૂજે કે લિયે બાદ યુવાનોમાં પ્રેમ બાદ આત્મહત્યાના બનાવો બન્યા હતા. તો ફિલ્મ દિલ વાલે દુલ્હનિયા લે જાયેગે ફિલ્મ જોયા બાદ પ્રેમમાં પડેલા યુવાન અને યુવતી પોતાને રાજ અને સિમરન જ માની લેતા હતા તો વળી ફિલ્મ કુછ કુછ હોતા હેૈથી છોકરો છોકરી સારા મિત્ર હોય તે પ્રમાણેનું વાતાવરણ ઉભુ થયું હતું.છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં બાળક પોતાને કે અન્યને નુકસાન ન પહોચાડે તે માટે સામે આક્રમક બનવાને બદલે કળથી કામ લેવું. ઘણી વાર જિદે ચઢેલા બાળકો અભ્યાસ પણ સરખો નથી કરતા અને ખાવાપીવાનું છોડીને બળવો પોકારે છે તેથી માતાપિતાને નમતું જોખવું પડે.
ડો. પરમ શુકલએ જણાવ્યું હતું કે કોવિડના લોકડાઉઇનના સમયે બાળકો ઘરમાં હતા અને પછી ઓનલાઇન અભ્યાસ શરૂથયો તેમાં બાળકોની આંખો પર તો અસર પડી છે.. સાથે જ બાળકો મોબાઇલથી વધારે યૂઝટૂ થઈ ગયા.જોકે ધીરે ધીરે આ ટેવ ઓછી કરાવી શકાય પરંતુ ધીરજ સાથે. બાળક હોય કે અન્ય કોઈ પણ વ્યકતિ ફોન કે સોશિયલ મીડિયા અથવા તો સેલિબ્રિટીની ઘેલછાથી દૂર રહેવા સર્જનાત્મક કાર્યમાં પરોવાવું જોઈએ. તેના માટે નાનપણથી કેટલીક ટેવો વિકસાવો જેમકે
Published On - 11:40 pm, Mon, 18 July 22