Ahmedabad: અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સનાતન ધર્મ-વિચાર ગોષ્ઠીનું આયોજન
જાસપુર ખાતે બની રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સનાતન ધર્મ-વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું.
અમદાવાદના જાસપુર (Jaspur) ખાતે બની રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વિશ્વઉમિયાધામના મૂળ મંત્ર સામાજિક ઉત્થાનથી આધ્યાત્મિક ચેતના જાગૃત કરવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સનાતન ધર્મ-વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું.
જેમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પ્રચારક પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે સંબોધન કર્યું હતું. ભારતની સનાતન વૈદિક પરંપરાને સદીઓ સુધી જીવંત રાખવા સામાજિક સુરક્ષામાં પડતી તકલિફો વિષય પર આ વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને અનેક મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા મંદિર વિશ્વઉમિયાધામનું શિલાપૂજન કરી ધન્યતા પણ અનુભવી હતી
સનાતન ધર્મ બચાવી રાખવા તમામ પરિવારોએ ઘરસભા કરવી જોઈએઃ આર.પી.પટેલ
સનાતન ધર્મ વિચાર ગોષ્ઠી અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે સદીઓ સુધી આપણી સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો તમામ પરિવારોએ ઘરસભા કરવી જોઈએ. વિશ્વઉમિયાધામ સનાતન ધર્મના કાર્ય માટે હંમેશા તત્પર છે
આ પણ વાંચો : બદલી થતા SP ને લોકોએ આપ્યુ જબરદસ્ત સન્માન, વિદાય વેળા પ્રજાએ રસ્તા પર ઉભા રહી પુષ્પવર્ષા કરી
અનાદિકાળથી ભારત ભૂમિ પર બનેલા 42,000 મંદિર વિજ્ઞાન પર આધારિત છે – પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ
સનાતન ધર્મ-વિચાર ગોષ્ઠીમાં સંબોધન કરતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જણાવે છે કે અનાદિકાળથી ભારત ભૂમિ પર બનેલા 42000થી વધુ મંદિરો વિશ્વના કોઈ પણ દેશમાં બની શકે તેમ નથી. તે વિજ્ઞાન પર બનેલા છે. સંવિધાનથી રાષ્ટ્ર નથી ચાલતુ આધ્યાત્મિકતાથી રાષ્ટ્ર ચાલે છે. અંગ્રેજોએ આપણને હજુ પણ ગુલામ રાખ્યા છે.