Junagadh Video: બદલી થતા SP ને લોકોએ આપ્યુ જબરદસ્ત સન્માન, વિદાય વેળા પ્રજાએ રસ્તા પર ઉભા રહી પુષ્પવર્ષા કરી
SP Junagadh: એસપી રવિ તેજા વાસમ શેટ્ટીને જૂનાગઢ થી બદલી કરીને ગાંધીનગર એસપી તરીકે મૂકવામાં આવ્યા હતા. જૂનાગઢના સ્થાનિકો પણ રસ્તા પર તેમને વિદાય આપવામા માટે ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં જ રાજ્યના IPS કેડરના પોલીસ અધિકારીઓની બદલીઓ ગૃહ વિભાગે કરી હતી. કેટલાક પોલીસ કમિશ્નર, રેન્જ IGP અને DCP થી લઈ જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે કે SP ની બદલી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢના SP રવિ તેજા વાસમશેટ્ટીની પણ બદલી કરવામાં આવી હતી. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીને જૂનાગઢ થી બદલી કરીને ગાંધીનગર એસપી તરીકે મૂકવામાં આવ્યા હતા. બદલીને લઈ તેઓએ ચાર્જ છોડતા વિદાય આપવામાં આવી હતી. તેમની વિદાયમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ જૂનાગઢના સ્થાનિકો પણ રસ્તા પર તેમને વિદાય આપવામા માટે ઉપસ્થિત રહ્યા હતા.
સારી કામગીરી કરતા અધિકારીઓને જરુરથી પ્રજા સન્માન કરતી હોય છે. આવુ જ સન્માન જૂનાગઢના SP રવિ તેજા વાસમશેટ્ટીને લોકો આપ્યુ હતુ. રવિતેજા વાસમશેટ્ટીએ ત્રણ વર્ષ જૂનાગઢ SP તરીકે ફરજ બજાવી હતી. આ દરમિયાન તેઓએ તેમની ફરજ પ્રજાલક્ષી સુંદર રીતે નિભાવી હતી, જેને લઈ પ્રજાએ તેમની બદલી થતા તેમના પ્રત્યે સન્માન દર્શાવ્યુ હતુ.
જૂનાગઢના લોકોએ પોતાના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીને પુષ્પ વર્ષા સાથે વિદાય આપી
હવે ગાંધીનગરમાં સેવા આપવાના છે રવિ તેજા વાસમશેટ્ટી #junagadh #જૂનાગઢ #Police @GujaratPolice @dgpgujarat pic.twitter.com/u2hQ7DlykH
— Samir Parmar (@SamirParmar47) July 30, 2023
આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમનો ખોલાયો દરવાજો, સાબરમતી નદીમાં સિઝનનુ પ્રથમવાર પાણી છોડાયુ
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક