દારૂની હેરાફેરી અટકાવવા જતા અકસ્માતમાં PSIનું મોત, PSIનું મોત એ અકસ્માત કે હત્યા તે અંગે રહસ્ય, તપાસ માટે 8 ટીમ બનાવાઇ
કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ હકીકત એ છે કે રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. આવાં જ બુટલેગરને લીધે રાજ્યને એક હોનહાર PSIને ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ અમદાવાદના જુહાપુરામાં રહેતા અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે MCમાં ફરજ બજાવતા PSI જે. એમ. પઠાણને દારૂની હેરફેરની બાતમી મળી હતી.
કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ હકીકત એ છે કે રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. આવાં જ બુટલેગરને લીધે રાજ્યને એક હોનહાર PSIને ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ અમદાવાદના જુહાપુરામાં રહેતા અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે MCમાં ફરજ બજાવતા PSI જે. એમ. પઠાણને દારૂની હેરફેરની બાતમી મળી હતી. બાતમી હતી કે રાજસ્થાનથી એક ક્રેટા કાર દારૂ સાથે ગુજરાતમાં ઘુસી છે અને સુરેન્દ્રનગર જઈ રહી છે. ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ માટે તે ફોર્ચ્યુનર કાર અને એક ટીમ લઈને અમદાવાદથી રવાના થયા હતા.
અકસ્માત સર્જી કાર ચાલક ફરાર
PSI તેમની ટીમ સાથે કઠાડા ગામથી આગળ વળાંક પર ઉભા હતા. તે જ સમયે એક ક્રેટા કાર ટેલરની બાજુમાંથી પસાર થઈ. SMCની ટીમે કાર અને ટ્રેલર બન્નેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, તે રોકાયા નહીં. ક્રેટાનો પીછો કરવા જતાં SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ પડી. આમ, ક્રેટા અને SMCની કાર વચ્ચે એકાએક ટ્રેલર આવી જતાં અકસ્માત સર્જાયો હતો અને સમગ્ર ઘટનામાં ક્રેટા કાર ફરાર થઈ ગઈ હતી.
દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
અકસ્માતમાં PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને પ્રથમ સારવાર માટે દસાડા પીએસસી સેન્ટર ઉપર અને ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું. તો અકસ્માતમાં બે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી છે. સમગ્ર મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
PSI Zahid Khan killed by trailer case: AMC & local Police begins investigation to find the vehicle #Surendranagar #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/AzFwuKvtWZ
— Tv9 Gujarati (@tv9gujarati) November 5, 2024
આ તરફ. PSIના આકસ્મિક મોતથી પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. સમગ્ર મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે PSIને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતે એક કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા છે.
બુટલેગરના હુમલાથી અકસ્માત થયો કે કેમ તે દિશામાં તપાસ
આ પછી PSIના અકસ્માતની તપાસ માટે આઠ ટીમો બનાવાઈ છે. અકસ્માત સર્જનાર ટ્રેલર અને બુટલેગરની કાર શોધવા માટે અલગ અલગ ટીમોને જવાબદારી સોંપાઈ છે. સુરેન્દ્રનગર DYSP ના નેતૃત્વ માં 8 ટીમો બનાવાઈ છે. ઘટનાસ્થળની આસપાસના 70 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરાઈ રહ્યા છે. દસાડા અને પાટડીના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટની પણ તપાસ થશે.