PM Modi Gujarat Visit Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં 7200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, અંબાજી મંદિરમાં પૂજા અર્ચના બાદ ગબ્બરમાં મહાઆરતી કરી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Sep 30, 2022 | 10:04 PM

PM Modi Gujarat Visit updates : નવરાત્રિના પાવન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાંચથી વધુ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગાંધીનગર, અમદાવાદ તેમજ બનાસકાંઠામાં તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યુ હતુ. બનાસકાંઠામાં વિશાળ રોડ શો કરી ઉપસ્થિત માનવ મહેરામણનુ અભિવાદન જીલ્યુ હતુ.

PM Modi Gujarat Visit Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં 7200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, અંબાજી મંદિરમાં પૂજા અર્ચના બાદ ગબ્બરમાં મહાઆરતી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના   (PM Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. નવરાત્રિના પાવન તહેવારના પાંચમા દિવસે તેઓ  ગુજરાતને વિકાસકાર્યોની બે મોટી ભેટ આપી રહ્યા છે, જે પૈકી એક છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે, અમદાવાદ  (Ahmedabad Metro) મેટ્રોની તો બીજી અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train ) ભેટ પણ ગુજરાતવાસીઓને મળી છે.. આ ઉપરાંત બનાસકાંઠાના અંબાજીમાં  (Ambaji) વડાપ્રધાન મોદી, ગૌમાતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી મોદીએ ગત રોજ સુરત અને ભાવનગરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરવા સાથે અમદાવાદમાં 36માં નેશનલ ગેમ્સને ઉદ્ધાટિત કરી હતી. તેમજ  જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગરબા મહોત્સવમાં  પણ  હાજરી આપી હતી. વડાપ્રધાન ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ઓક્ટોબર માસમાં ઉત્તર ગુજરાતની મુલાકાત લેશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 30 Sep 2022 09:01 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં આરતી બાદ 51 શક્તિપીઠની રેપ્લિકા નિહાળી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગબ્બર તીર્થ પર મા અંબાની મહા આરતી ઉતારી હતી. ત્યારબાદ તેમણે મંદિરમાં લેસર શો પણ નિહાળ્યો હતો. વડાપ્રધાને 51 શક્તિપીઠાનો રેપ્લિકા નિહાળી હતી. આ દરમિયાન તેમની સાથે રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પણ લેસર શો નિહાળ્યો હતો

 • 30 Sep 2022 08:31 PM (IST)

  PM Modi Gujarat Visit Live :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગબ્બર તીર્થ ખાતે મા અંબાની મહાઆરતી કરી

  વડપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી મંદિરમાં પૂજા અર્ચના બાદ ગબ્બર તીર્થ ખાતે મહા આરતી કરી હતી. અહીં તેમણે ભાવપૂર્વક મા અંબાની આરાધના કરી હતી.

 • 30 Sep 2022 08:18 PM (IST)

  PM Modi Gujarat Visit Live :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી મંદિર પહોંચ્યા, નવરાત્રીમાં મા અંબાના દર્શન કરી પીએમ મોદી કરશે આરતી 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મા અંબાની પૂજા કરી હતી. વડાપ્રધાન મોદી શક્તિના ઉપાસક છે અને દર નવરાત્રીમાં ઉપવાસ પણ રાખે છે. માતાજીને કમળનું પુષ્પ પણ અર્પણ કર્યુ હતુ.

 • 30 Sep 2022 08:12 PM (IST)

  PM Modi Gujarat Visit Live :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી મંદિર પહોંચ્યા, નવરાત્રીમાં મા અંબાના દર્શન કરી પીએમ મોદી કરશે આરતી 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી મંદિર પહોંચ્યા છે.  નવરાત્રી પર્વ પર મા અંબાના દર્શન કરી પીએમ મોદી કરશે આરતી  પણ કરશે, મંદિરમાં હજારો લોકો પીએમ મોદીને જોવા માટે ઉમટ્યા છે. વડાપ્રધાન આવવાના હોવાથી મંદિરને સુંદર રીતે શણગારવામાં આવી છે. સુંદર સજાવટથી મંદિર દીપી રહ્યુ છે.

 • 30 Sep 2022 07:37 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં આવાસ યોજનાનું કર્યુ લોકાર્પણ, કહ્યુ હું નસીબદાર છુ નવરાત્રીમાં અંબાજી આવવાની તક મળી

  વડાપ્રધાને કહ્યુ  રણનીતિક દૃષ્ટિએ ઍરપોર્ટ સ્ટેશન દેશ માટે ઘણો મહત્વપૂર્ણ બનશે. છેલ્લા બે દાયકાના પ્રયાસોથી બનાસકાંઠાની તસ્વીર બદલાઈ ચુકી છે.  બનાસકાંઠામાં ક્યારેય દાડમ, દ્રાક્ષની ખેતી થશે એ થોડા વર્ષો પહેલા કોઈ વિચારી પણ નહોંતુ શક્તુ.

 • 30 Sep 2022 07:35 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં આવાસ યોજનાનું કર્યુ લોકાર્પણ, કહ્યુ હું નસીબદાર છુ નવરાત્રીમાં અંબાજી આવવાની તક મળી

  વડાપ્રધાને કહ્યુ  ખેડૂતોને આ રેલવે લાઈનનો વિશેષ લાભ મળશે. આવનારા સમયમાં વિશેષ કિસાન ટ્રેન અહીંથી શરૂ થશે. અમે દુનિયાભરમાં જ્યાં જ્યાં મા અંબાનું સ્થાન છે તેની રેપ્લિકા અહીં બનાવી છે. આથી દેશના 51 શક્તિપીઠોના દર્શન અહીં થઈ જાય છે. અંબાજી આવવાથી જ શક્તિપીઠના દર્શન થઈ જશે. આજે ગબ્બરતિર્થના વિકાસનું કામ પણ નિર્માણાધિન છે. પાલિતાણાની જેમ તારંગા હિલનો પણ વિકાસ થશે અને તેનુ મહત્વ પણ વધશે. તેનાથી નાના વેપારીઓને પણ ધંધા રોજગાર મળી રહેશે. ધરોઈ ડેમથી લઈ અંબાજી સુધીનો બેલ્ટ વિકસીત કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ સમગ્ર બેલ્ટને વિકસીત કરવામાં આવશે.

 • 30 Sep 2022 07:32 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં આવાસ યોજનાનું કર્યુ લોકાર્પણ, કહ્યુ હું નસીબદાર છુ નવરાત્રીમાં અંબાજી આવવાની તક મળી

  વડાપ્રધાને કહ્યુ  આજે નવી રેલ લાઈન અને બાયપાસ સ્વરૂપે સહુ કોઈની કામના પુરી કરી છે. તારંગા હિલ, અંબાજી, આબુ રોડ મહેસાણા રેલ લાઈનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. દેશ જ્યારે ગુલામ હતો ત્યારે આ રેલ લાઈન બનાવવાનો નિર્ધાર અંગ્રેજોએ 1930માં કર્યો હતો. આ વિસ્તારમાં 100 વર્ષ પહેલા રેલવે નાખવાનું વિચારવામાં આવ્યુ હતુ. પરંતુ 100 વર્ષ સુધી લટકી રહ્યુ. આઝાદી મળ્યા બાદ પણ ફાઈલો સડતી રહી. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પણ આ રેલવે લાઈનનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ ત્યારે તેના પર ધ્યાન આપવામાં ન આવ્યુ. આજે અમારુ સૌભાગ્ય છે કે આજે અમને આ કામને સાકાર કરવાનો અવસર મળ્યો

 • 30 Sep 2022 07:29 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં આવાસ યોજનાનું કર્યુ લોકાર્પણ, કહ્યુ હું નસીબદાર છુ નવરાત્રીમાં અંબાજી આવવાની તક મળી

  વડાપ્રધાને જણાવ્યુ કે  છેલ્લા બે દશકમાં માતાઓ અને બહેનોના સશક્તિકરણ માટે કામ કરવાનુ સૌભાગ્ય મળ્યુ છે. બનાસકાંઠામાં જ્યાં દીકરીઓના ઓછા શિક્ષણ બાબતે હંમેશા ચિંતા રહેતી. જ્યા માતા અંબાજી અને માતા નડેશ્વરી બિરાજમાન છે ત્યા દીકરીઓને શિક્ષિત કરવાનુ બીડુ ઉઠાવ્યુ છે. પરંતુ બનાસકાંઠાની આદિવાસી બહેનોએ મારા આગ્રહનો સ્વીકાર કર્યો અને મોટી સંખ્યામાં શિક્ષણ લેતી થઈ છે. હું પહેલેથી જ કહેતો આવ્યો છુ સ્ત્રીઓ નહીં ભણે તો લક્ષ્મી નહીં આવે.

 • 30 Sep 2022 07:25 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં આવાસ યોજનાનું કર્યુ લોકાર્પણ, કહ્યુ હું નસીબદાર છુ નવરાત્રીમાં અંબાજી આવવાની તક મળી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે એ આપણા સંસ્કાર જ છે કે આપણા દેશને પણ માતા સ્વરૂપ ગણીએ છીએ અને આપણી જાતને મા ભારતીના સંતાન માનીએ છીએ. આ આપણા દેશની મહાન સંસ્કૃતિ જ છે. આપણા દેશને પણ માતાના સ્વરૂપે જોઈએ છીએ. આપણે ત્યાં વીર પુરુષોના નામ માતા સાથે જોડાયા છે. કૃષ્ણને પણ આપણે દેવકીનંદન કહીએ છીએ. આપણા સંસ્કારમાં જ નારી સન્માન છે.

 • 30 Sep 2022 07:21 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં આવાસ યોજનાનું કર્યુ લોકાર્પણ, કહ્યુ હું નસીબદાર છુ નવરાત્રીમાં અંબાજી આવવાની તક મળી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 53,172 આવાસાોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ છે. વડાપ્રધાને અંબાજીમાં જનસભાને સંબોધન કરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને આનંદ વ્યક્ત કરતા કહ્યુ કે હું નસીબદાર છુ, નવરાત્રીમાં અંબાજી આવવાની તક મળી છે.

 • 30 Sep 2022 06:33 PM (IST)

  PM Modi Gujarat Visit Live : અંબાજીમાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકોમાં અનેરો ઉત્સાહ

 • 30 Sep 2022 06:19 PM (IST)

  PM Modi Gujarat Visit Live : અંબાજીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, પીએમ મોદીને જોવા માટે ઉમટ્યુ માનવ મહેરામણ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંબાજી મંદિર સાથેનો નાતો ઘણો જૂનો છે. પીએમ ખુદ ઉત્તર ગુજરાતથી આવે છે. માતાજીના શક્તિના ઉપાસક છે. શારદીય નવરાત્રીના નવે નવ દિવસ ઉપવાસ કરે છે. અંબાજી પ્રત્યે તેમની વિશેષ આસ્થા છે.

 • 30 Sep 2022 06:06 PM (IST)

  PM Modi Gujarat Visit Live :  બનાસકાંઠામાં હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાત થી આઠ કિલોમીટર લાંબો રોડ શો

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચ્યા છે. હેલિપેડ ગ્રાઉન્ડથી કાર્યક્રમ સ્થળ સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો છે. અંદાજીત સાતથી 8 કિલોમીટર લાંબા આ રોડ શોમાં પીએમને આવકારવા લોકો ઉમટી પડ્યા છે. રોડની બંને સાઈડ લોકો ઉમટી પડ્યા છે અને પીએમના આગમનને લઈને ઘણા ઉત્સુક છે.

  Tv9 Gujarati https://t.co/xHVYqhB0jz

  — Tv9 Gujarati (@tv9gujarati) September 30, 2022

 • 30 Sep 2022 06:02 PM (IST)

  PM Modi Gujarat Visit Live :  વડાપ્રધાનને આવકારવા આતુર બન્યા અંબાજીવાસીઓ, લોકોમાં અનેરા ઉત્સાહની હેલી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી પહોંચ્યા છે. અંબાજીમાં PM પ્રસાદ યોજનાની શરૂઆત કરાવશે, જેમાં 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરશે, અંબાજી મંદિર ખાતે સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એપ્રોચ રોડ અને પાથ-વે તૈયાર કરાશે, અંબાજી મંદિર ખાતે પાર્કિંગ, રેમ્પ અને લેન્ડ સ્કેપિંગ બનાવાશે, તો અંબાજી ગબ્બર ખાતે સ્ટોન પાથ-વે, CCTV, પોલીસ બૂથની સુવિધા ઉભી કરાશે. વડપ્રધાનના કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 • 30 Sep 2022 05:53 PM (IST)

  PM Modi Gujarat Visit Live :  વડાપ્રધાનને આવકારવા આતુર બન્યા અંબાજીવાસીઓ, લોકોમાં અનેરા ઉત્સાહની હેલી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં અંબાજી પહોંચશે. જોકે અંબાજીમાં વડાપ્રધાનને આવકારવાનું એક પ્રકારનો થનગનાટ છે. વડાપ્રધાનને આવકારવા માટે હજારોની જન મેદની એકઠી થઈ છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે લોકો છે તે તેમના પરંપરાગત પોશાકમાં અને ઢોલ નગારા વગાડી અને નૃત્ય કરી વડાપ્રધાનનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. દાંતા તાલુકાની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરાઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંબાજીમાં ભવ્ય સ્વાગત થશે અને ત્યારબાદ વડાપ્રધાન અંબાજી સભા બાદ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

 • 30 Sep 2022 05:50 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચ્યા, બનાસકાંઠામાં યોજાયો વડાપ્રધાનનો ભવ્ય રોડ શો

  બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્યો રોડ શો યોજાયો છે. અંબાજીમાં સભા સ્થળ તરફ પીએમ જઈ રહ્યા છે ત્યારે પીએમનુુ અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે.

 • 30 Sep 2022 05:38 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચ્યા, બનાસકાંઠામાં યોજાયો વડાપ્રધાનનો ભવ્ય રોડ શો

  બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડશો યોજાયો. જેમા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. હજારોની સંખ્યામાં દૂર દૂરથી પીએમની એક ઝલક મેળવવા પડાપડી કરી રહ્યા છે.

 • 30 Sep 2022 05:36 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચ્યા, હેલિપેડ પર પીએમનું કરાયુ ભવ્ય સ્વાગત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ 7200 કરોડની વિકાસ યોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાંજે 7 વાગ્યે વડાપ્રધાન મંદિરમાં મા અંબાની પૂજા-અર્ચના કરશે.

 • 30 Sep 2022 05:32 PM (IST)

  PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચ્યા, હેલિપેડ પર પીએમનું કરાયુ ભવ્ય સ્વાગત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી પહોંચ્યા છે. હેલિપેડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ છે.  થોડીવારમાં પીએમ મોદી અંબાજીમાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં પહોંચશે. વડાપ્રધાન મોદીની એકઝલક મેળવવા માટે હજારોની જનમેદની ઉમટી પડી છે.

 • 30 Sep 2022 04:03 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  PM મોદીના કાર્યક્રમ માટે ચીખલામાં એક વિશાળ ડોમ તૈયાર

  અંબાજીમાં PM મોદીના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ચીખલામાં એક વિશાળ ડોમ પણ તૈયાર કરાયો છે. સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ સાથે હજારોની વિશાળ જનમેદની ઉમટી છે. અને પ્રધાનમંત્રીને આવકારવા બનાસવાસીઓ થનગની રહ્યા છે. તેમજ PMના રૂટ પર 6000 જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં PM મોદી રૂ.6 હજાર 909 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.

 • 30 Sep 2022 02:16 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વડાપ્રધાન મોદી ગાંધીનગર રાજભવન પહોંચ્યા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો પતાવીને ગાંધીનગરમાં રાજભવન પહોંચી ગયા છે. રાજભવનમાં બપોરે થોડો આરામ કર્યા બાદ વડાપ્રધાન અંબાજી જવા રવાના થશે. અંબાજીમાં તેઓ 7200 કરોડથી વધ રુપિયાના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાંજે સાત કલાકે તેઓ અંબાજી શક્તિપીઠ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ સાંજે 7: 45 કલાકે અંબાજી ગબ્બર ખાતે મહાઆરતીમાં જોડાશે.

 • 30 Sep 2022 01:10 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : 180 કિલોમીટરની સ્પીડ ધરાવતી ટ્રેન બદલશે દેશની દશા અને દિશા

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાને પોતાના ઉદ્બોધનમાં  વંદે ભારત ટ્રેનની વિશેષતા જણાવતા કહ્યું હતું કે આ ટ્રેન દેશની દશા અને દિશા બંને બદલશે.  સાથે જ મેટ્રો જેવા પરિવહનના વિકલ્પ  પ્રદૂષણને ટાળવા મહત્વના બની રહેશે. તેમજ  શહેરોના ગરીબ, મધ્યમ વર્ગના લોકોને પ્રદૂષણ ફેલાવતી બસોથી છુટકારો મળે, તે માટે ઇલેક્ટ્રિક બસો બનાવવા અને ચલાવવા માટે FAME યોજના શરૂ કરી, આ યોજના હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ ઇલેક્ટ્રિક બસોને મંજૂરી આપી દેવામાં આવી છે

 • 30 Sep 2022 01:05 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વિદ્યાર્થીઓ જઈને જુએ કે મેટ્રોનું બાંધકામ કેવી રીતે કરવામાં આવ્યું

  PM Modi Visit Gujarat Ahmedabad Live : આઝાદીના અમૃતકાળમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ આપવો પડશે.   સાથે જ ગુજરાતીઓને વિનંતી કરીશ  કે તેમના બાળકોને પણ  આ ટ્રેનની તેમજ મેટ્રો સ્ટેશનની મુલાકાત કરાવે જેથી નવી પેઢી સમજે કે કેવી કેવી ટેકનોલોજી દ્વારા  જમીનમાં આટલી ઉંડાઈએ ખોદકામ કરીને  મેટ્રો માટેનું નેટવર્ક  તૈયાર કરવામાં આવ્યું છે તેમણે  શિક્ષણ વિભાગને  પણ  સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓને મેટ્રોના બાંધકામ તેમજ ટેકનોલોજી અંગે માહિતી આપે . દેશના વિકાસ માટે પરિવહન કેટલું જરૂરી છે તે ભવિષ્યની પેઢી સમજે તે જરૂરી છે

 • 30 Sep 2022 12:55 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વંદે ભારત ટ્રેનમાં પ્લેન જેવો અનુભવ થશે, ઘોંઘાટ પણ ઓછો

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વંદે  ભારત ટ્રેનમાં મુસાફરોને  પ્લેન જેવો અનુભવ થશે તેમજ સમયની બચત સાથે લક્ઝરી ટ્રેનનો અનુભણ પણ કરી શકાશે. આજે પરિવહનની સુવિધા વધારીને મુખ્ય શહેરની આસપાસના વિસ્તારને   પણ વિકસિત કરવામાં આવી રહ્યા  છે.

 • 30 Sep 2022 12:52 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : આત્મનિર્ભર બની રહેલા ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે

  PM Modi Visit Gujarat Ahmedabad Live :    આજs  21 સદીના ભારત માટે, અર્બન કનેક્ટિવિટી માટે અને આત્મનિર્ભર બની રહેલા ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે  સાથે જ વડાપ્રધાને જણાવ્યું હતું કે મેટ્રોના  ફેઝ 2માં ગાંધીનગરને પણ જોડી દેવામાં આવશે.

 • 30 Sep 2022 12:48 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : ગાંધીનગર-અમદાવાદ ટ્વિન સિટીના વિકાસનું ઉત્તમ ઉદાહરણ

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  ગાંધીનગર તેમજ અમદાવાદ  ટ્વિન સિટીના વિકાસના ઉત્તમ ઉદાહણ છે. સામાન્ય જનની સુવિધા કેવી રીતે વધે તેમના માટે સિમલેસ કનેક્ટિવિટી વધે  તે જોવું અનિવાર્ય છે. દેશને નવી ઉંચાઈએ  લઈ  જવાના સંકલ્પ સાથે આગળ વધવાનું હોય છે. પ્રથમ વાર એવો રેકોર્ડ બન્યો છે  દેશમાં પ્રથમ વાર 32 કિલોમીટર લાંબો રૂટ શરૂ થયો છે.  તેમજ રેલ્વે લાઇનની ઉપરથી  મેટ્રો પસાર થઈ રહી છે.

 • 30 Sep 2022 12:43 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : અમદાવાદી મુસાફરો ગણતરીમાં પાકા છે, ઝડપી અને વાજબી ભાડાનો વિકલ્પ પહેલા પસંદ કરે

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં  જણાવ્યું હતું કે અમદાવાદી મુસાફર ખૂબ ગણતરી સાથે ચાલે છે અને  ઓછા સમયમાં તેમજ વાજબી ભાડામાં પહોચાય તે વધારે પસંદ કરે છે .

 • 30 Sep 2022 12:40 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : અમદાવાદીઓએ મારું દિલ જીતી લીધું

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાને વિશાલ જનમેદનીને કહ્યું હતું કે આજે આત્મનિર્ભર ભારત માટે  મહત્વનો દિવસ છે   ત્યારે  નવરાત્રિના તહેવારમાં ઉજાગરા હોવા છતાં મોટી સંખ્યામાં હાજર રહીને  અમદાવાદીઓએ મારું દિલ જીતી લીધું છે.

 • 30 Sep 2022 12:36 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : ભારત માતા કી જયના નારા સાથે શરૂ કર્યું સંબોધન

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાને પોતાના સંબોધનમાં  પોતાનો સ્વાનુભવ  વહેંચતા કહ્યું કે  વંદે ભારત ટ્રેન દ્વારા કાલુપુર પહોંચીને ત્યાંથી  મેટ્રોની મુસાપરી કરી હતી અને ત્યાર બાદ થલતેજ પહોંચ્યા હતા  અને હું નિશ્ચિત સમય કરતાં વહેલો  કાર્યક્મ સ્થળે પહોંચ્યો છું.

 • 30 Sep 2022 12:29 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : પ્રધાનમંત્રી મોદીએ મેટ્રોના ફેઝ-1નું કર્યું લોકાર્પણ, હેરિટેજ સિટીને મળી નવી ઓળખ

  PM Modi Visit Gujarat Ahmedabad Live : પ્રધાનમંત્રી મોદીએ મેટ્રોના ફેઝ-1નું કર્યું લોકાર્પણ કર્યું હતું . મેટ્રોની મુસાફરી કર્યા બાદ ઉદ્ધાટન કાર્યક્રમમાં તેમણે  મેટ્રો પરિયોજનના  ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું.  જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી કરી શકશે. થલતેજથી વસ્ત્રાલ સુધીના કોરિડોર-2ની મેટ્રો સેવા 2 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોર-1ની મેટ્રો ટ્રેન સેવા 6 ઓક્ટોબરથી શરૂ થશે. ટિકિટનો દર 5, 10, 15, 20 અને 25 રૂપિયા રહેશે.

 • 30 Sep 2022 12:26 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : પ્રધાનમંત્રી મોદીએ રિમોટ દ્વારા સેમી હાઈ સ્પીડ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું

  PM Modi Visit Gujarat Ahmedabad Live : પ્રધાનમંત્રી મોદીએ રિમોટ દ્વારા સેમી હાઈ સ્પીડ ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું અને દેશના નાગરિકોને સ્વદેશી ટેકનોલોજીથી બનેલી  ટ્રેનની ભેટ આપી હતી. આ ટ્રેન અતિ સુરક્ષિત છે અને તેના માટે કવચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.   તેમજ  ટ્રેનમાં પ્લેનનો અનુભવ થાય તેવી તમામ સુવિધા આ ટ્રેનમાં છે. આ  ટ્રેન  ગાંધીનગરથી  મુંબઈ જશે.

 • 30 Sep 2022 12:18 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

  PM Modi Visit Gujarat Ahmedabad Live : મેટ્રો ટ્રેનના ફેઝ-1ના લોકાર્પણ કાર્યક્રમ સમારંમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાને આપેલી આ ભેટ નાગરિકો માટે  અતિશમય મહત્વની છે.  નાગરિકો માટે વિવિધ વિકાસકાર્યો કરીને પ્રધાનમંત્રીએ અમદાવાદની કાયાપલટ કરી છે.

 • 30 Sep 2022 12:12 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : મેટ્રો પરિયોજનાના ઉદ્ધાટન કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય મંત્રીઓનું સંબોધન

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વડાપ્રધાન મોદીએઆજે  મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે  રાજયના  રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલ્વે મંત્રી અશ્વિની  અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિત કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં  ભાજપ કાર્યકર્તાઓ અને જનમેદની પણ ઉમટી પડી છે

 • 30 Sep 2022 12:04 PM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : થલતેજમાં સભા સ્થળે લાગ્યા મોદી મોદીના નારા, જનમેદનીએ આપ્યો ઉષ્માભેર આવકાર

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  થલતેજ દૂરદર્શન કેન્દ્રથી અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળે પહોંચ્યા હતાં જ્યાં હાજર જનમેદનીએ મોદી મોદીના  નારાથી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.  આ પ્રસંગે  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.

 • 30 Sep 2022 11:51 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : માત્ર 35 મિનિટમાં વડાપ્રધાન પહોંચ્યા કાલુપરથી થલતેજ સુધી

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન મોદીએ મેટ્રોને પ્રસ્થાન કરાવ્યા બાદ  માત્ર 35 મિનિટમાં કાલુપર મેટ્રો  સ્ટેશનથી  થલતેજ   પહોંચ્યા હતા. થલતેજમાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે.

 • 30 Sep 2022 11:47 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વંદે ભારત ટ્રેનમાં તેમજ મેટ્રો ટ્રેનની મુસાફરી દરમિયાન વડાપ્રધાને કર્મચારીઓ સાથે સાધ્યો સંવાદ

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વંદે ભારત ટ્રેનમાં તેમજ મેટ્રો ટ્રેનની મુસાફરી દરમિયાન વડાપ્રધાને કર્મચારીઓ સાથે તેમજ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી  મહિલાઓ સાથે તેમજ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધ્યો હતો  . તો વંદે ભારત ટ્રેનમાં  રેલ્વેના કર્મચારીઓ સાથે  પણ વાતચીત કરી હતી.

 • 30 Sep 2022 11:40 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : અમદાવાદના દૂરદર્શન મેટ્રો સ્ટેશન પર પહોચ્યા, જનસભાને કરશે સંબોધન

  વડાપ્રધાન  મોદી દૂરદર્શન મેટ્રો સ્ટેશન પર પહોચ્યા હતા અને ત્યાં હવે તેઓ જનસભાને સંબોધન કરશે.  હવે અમદાવાદમાં પૂર્વ -પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ બે કોરિડોરમાં 32  મેટ્રો ટ્રેન  દોડશે

 • 30 Sep 2022 11:26 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનમાં પહોચશે થલતેજ, ત્યાં જનસભાને સંબોધશે

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રોનું લોકાર્પણ કરાવીને અમદાવાદીઓને નવરાત્રિમાં મોટી  ભેટ આપી હતી હવે બે કોરીડેરમાં મેટ્રો ટ્રેન  દોડશે.  પ્રધાનમંત્રી મેટ્રોમાં મુસાફરી કરીને થલતેજ દૂરદર્શન કેન્દ્રના મેટ્રો સ્ટેશન ખાતે  પહોચશે. ત્યાં તેઓ વિશાળ જનમેદનીને સંબોધશે. અહીં  વહેલી સવારથી જનમેદની ઉમટી છે.

 • 30 Sep 2022 11:21 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે વડાપ્રધાન મોદીએ કર્યું નિરિક્ષણ લીલી ઝંડી બતાવી મેટ્રોનો કરાવ્યો શુભારંભ

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કાલુપુર  મેટ્રો સ્ટેશન ખાતે પહોંચ્યા  હતા અને  મેટ્રો  સ્ટેશનનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ  લીલી ઝંડી બતાવીને અમદાવાદ વાસીઓને  મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી.

 • 30 Sep 2022 11:13 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન પહોંચ્યા કાલુપુર રેલ્વે સ્ટેશન, થોડી ક્ષણોમાં કરશે મેટ્રોનું લોકાર્પણ

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે બારત ટ્રેનમાં મુસાફરી કરીને  કાલુપુર રેલ્વે સ્ટેશન  પહોંચ્યા હતા અને મુસાફરી દરમિયાન તેમણે  રેલ્વેના સ્ટાફ  સાથે વાતચીત કરી હતી.

 • 30 Sep 2022 11:06 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વંદે ભારત ટ્રેનમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચ્યા વડાપ્રધાન મોદી

  PM Modi Visit Gujarat Ahmedabad Live:   વંદે ભારત ટ્રેનમાં  વડાપ્રધાન મોદી કાલુપુર રેલ્વે સ્ટેશન આવી  પહોંચ્યા હતા.  આ  ટ્રેન સ્વદેશી ટેકનિકથી બનેલી છે અને 6  કલાકમાં જ  મુંબઈ સુધી પહોચાડશે.

 • 30 Sep 2022 10:49 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વડાપ્રધાને વંદે ભારત ટ્રેનમાં કાલુપુર સ્ટેશન સુધી કરી મુસાફરી

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વંદે ભારત ટ્રેનમાં  ગાંધીનગરથી કાલુપુર રેલ્વે સ્ટેશન   સુધીની મુસાફરી કરી હતી અને  આસપાસના લોકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

 • 30 Sep 2022 10:36 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વંદે ભારત ટ્રેન KAVACH ટેકનિકથી સુસજજ

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  ‘KAVACH’ ટેક્નીકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

  ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેકનિક મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

  વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટે બની રહેશે સુવિધાસભર

  આ ટ્રેનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.

 • 30 Sep 2022 10:28 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને કરાવ્યું પ્રસ્થાન

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  લીલી ઝંડી ફરકાવીને  વંદે ભારત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન માત્ર 6 કલાકમાં  અમદાવાદથી મુંબઈ  પહોચાડશે.  આ પ્રસંગે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  , રેલ્વે મંત્રી અશ્વિની કુમાર  પણ ઉપસ્થિત રહ્યા હતા.

 • 30 Sep 2022 10:23 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનનું કર્યું નિરિક્ષણ

  PM Modi Visit Gujarat Ahmedabad Live :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું નિરિક્ષણ કર્યું હતું અને ટ્રેનની વિશેષતાઓ અંગે માહિતી પ્રાપ્ત કરી હતી.  તેમની સાથે રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 • 30 Sep 2022 10:14 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : ગુજરાતી કલાકારે ખાસ ગીત બનાવીને મેટ્રોની વિશેષતાઓ અંગે કરી રજૂઆત

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન મોદી (Pm  Narendra Modi) અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી કલાકારે અનોખી રીતે મેટ્રોને આવકાર આપ્યો છે. ગાયક અરવિંદ વેગડાએ  (Arvind vegda) મેટ્રો ઉપર કર્ણપ્રિય ગીત બનાવ્યું છે અને આ  ગીતના શબ્દો દ્વારા તેમણે અમદાવાદ મેટ્રોનો સંગીતમય પરિચય આપ્યો છે. અરવિંદ વેગડાના આ ગીતમાં મેટ્રો રૂટની માહિતી પણ વણી લેવામાં આવી છે. આ ગીત સાંભળીને તમારું મન મેટ્રોમાં બેસવા માટે થનગની ઉઠશે.

 • 30 Sep 2022 09:55 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : વંદે ભારત એક્સપ્રેસમાં વડાપ્રધાન કરશે મુસાફરી

  PM Modi Visit Gujarat Ahmedabad Live : ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનું  (Vande Bharat Express’) નું લોકાર્પણ કરશે. તેઓ ગાંધીનગર  (Gandhinagar) રેલવે સ્ટેશનથી સવારે 10.30 વાગ્યે આ સેમી હાઈસ્પીડ ટ્રેનને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવશે.  પીએમ મોદી ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી વંદે ભારત  ટ્રેનમાં મુસાફરી પણ કરશે.

 • 30 Sep 2022 09:44 AM (IST)

  PM Modi Visit Gujarat Ahmedabad Live : સમય અને નાણાંની બચત કરાવતી મેટ્રોની મળશે ભેટ, થલતેજથી વસ્ત્રાલના કોરિડોર પર મેટ્રોની શરૂઆત

  PM Modi Visit Gujarat Ahmedabad Live : અમદાવાદને મળશે મેટ્રોનું નજરાણું

  તો આજે વડાપ્રધાન  મેટ્રોના ફેઝ -1નુ લોકાર્પણ કરવા સાથે તેમા  મુસાફરી કરશે અને અમદાવાદની જનતાને મેટ્રોની ભેટ આપશે. ત્યાર બાદ જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી કરી શકશે. થલતેજથી વસ્ત્રાલ સુધીના કોરિડોર-2ની મેટ્રો સેવા 2 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોર-1ની મેટ્રો ટ્રેન સેવા 6 ઓક્ટોબરથી શરૂ થશે. ટિકિટનો દર 5, 10, 15, 20 અને 25 રૂપિયા રહેશે.

Published On - Sep 30,2022 9:31 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati