ગુજરાતની આ નદીને લોકો કહી રહ્યાં છે મોતની નદી, 9 વર્ષમાં 1593 મૃતદેહ મળ્યા

|

Jul 06, 2022 | 11:44 AM

આજે પણ એક મૃતદેહ મળી આવ્યો છે. જેમના મોત પાછળ પ્રેમ સંબંધ હાલ કારણભૂત માનવામાં આવી રહ્યો છે. આ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યા છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતની આ નદીને લોકો કહી રહ્યાં છે મોતની નદી, 9 વર્ષમાં 1593 મૃતદેહ મળ્યા
riverfront

Follow us on

અમદાવાદ (Ahmedabad) સાબરમતી (Sabarmati) નદી વધુ એક વાર મોતની નદી સાબિત થઈ રહી છે. કેમ કે દર વર્ષે સાબરમતી નદીમાં મોતના આંકડા વધી રહ્યા છે. જે આંકડાઓએ અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદીની ઓળખ બદલી નાખી છે. સાબરમતી નદી અત્યારે મોતની નદી બની ગઈ છે. સાબરમતી નદીને પર્યટન સ્થળ બનાવવા માટે રમણિય રિવરફ્રન્ટ બનાવાયો છે પણ આ પર્યટન સ્થળ મોતનું સ્થળ બની ગયું છે. આમ છતાં આ મોત અટકાવવા માટે નથી થતી કોઈ વ્યવસ્થા કે નથી અટકી રહ્યો મોતનો સિલસિલો.

આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે છેલ્લા થોડા વર્ષોથી સાબરમતી નદીમાં લોકો ફરવા નહિ પણ મોતને વ્હાલું કરવા આવી રહ્યા તેમ લાગી રહ્યું છે. કેમ કે સાબરમતી નદી. આમ તો આ નદી રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે પણ મોતને પણ વ્હાલું કરી રહ્યા છે. જે સીલ સીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અને તેમાં પણ ચિંતા નો વિષય એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 950 ઉપર કોલ આવ્યા જેમાં 212 બચાવાયા તો તેની સામે 725 થી વધુ લોકોના મોત નિપજ્યા જેમના મૃતદેહ મળી આવ્યા. જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમીના સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે.

ક્યાં કારણે લોકો કરે છે મોતને વ્હાલું

  1. સૌથી પહેલા પ્રેમ સંબંધ
  2. બાદમાં પતિ પત્ની અને વો ના સબંધ
  3. આ પણ વાંચો

  4. બાદમાં ઘર કંકાસ
  5. અને બાદમાં આર્થિક સંકડામણ

આ એ જ કારણો છે કે જેને લઈને લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આ અમે નહિ પણ લોકોના જીવ બચાવનાર અને મૃતદેહ બહાર કાઢનાર ફાયર બ્રિગેડનો સ્ટાફ કહી રહ્યો છે. તો who માં પણ આ જ કારણો લોકોના મોતની પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.  આવો એ એક બનાવ આજે સામે આવ્યો. જેમાં NID પાસે સાબરમતી નદીમાંથી એક પ્રેમી પંખીડાનો મૃતદેહ મળી આવ્યો. જેમના મોત પાછળ પ્રેમ સંબંધ હાલ કારણભૂત માનવામાં આવી રહ્યો છે. જેમના મૃતદેહ કાઢી પોલીસને સોંપ્યા છે. જે અંગે પોલીસે મૃતકના નામ સહિત તપાસ હાથ ધરી છે.

રીવરફ્રન્ટ બન્યો ત્યારથી અત્યાર સુધીનાં આંકડા

  1. 2014 માં 338 કોલ, 48 ને બચાવ્યા, 290 ડેડબોડી મળી
  2. 2015 માં 368 કોલ, 75 ને બચાવ્યા, 293 ડેડબોડી મળી
  3. 2016 માં 371 કોલ, 82 ને બચાવ્યા, 289 ડેડબોડી મળી
  4. 2917 માં 290 કોલ, 74 ને બચાવ્યા, 217 ડેડબોડી મળી
  5. 2018 મા 151 કોલ, 35 ને બચાવાયા, 116 ડેડબોડી મળી
  6. 2019 માં 108 કોલ, 20 ને બચાવ્યા, 88 ડેડબોડી મળી
  7. 2020 માં 141 કોલ, 29 ને બચાવ્યા, 98 ડેડબોડી મળી
  8. 2021 માં 179 કોલ, 47 ને બચાવ્યા, 132 ડેડબોડી મળી
  9. 2022 માં જૂન સુધી 90થી વધુ કોલ, 7થી વધુને બચાવ્યા, જ્યારે 70થી વધુ ડેડબોડી મળી

સાબરમતી નદીમાં રેસ્ક્યુ ટીમની વાત માનીએ તો 2014 મા 300 ઉપરાંત સાબરમતી નદીના કોલ નોંધાતા હતા. જેમાં 2018માં બ્રિજ પર જારી ફિટ કરાયા બાદ તેમાં ઘટાડો થયો. જોકે તે બાદ લોકોએ બ્રિજ છોડીને રિવર ફ્રન્ટ સ્થળ પસંદ કરવા લાગ્યા. જોકે તેમ છતાં બનાવ ઘટવાના બદલે તેમાં વધારો નોંધાયો. જોકે કોરોના સમયે તે આંકડો ઘટયો પણ બે વર્ષમાં ફરી તે આંકડામાં વધારો નોંધાયો છે.

મહત્વનું છે કે સાબરમતી નદી હાલમાં શહેર અને રાજ્યમાં તેની આગવી ઓળખ ધરાવે છે. અને તેવામાં આ પ્રકારના બનાવો બનતા રહે તો તે સાબરમતી નદીની ઓળખ સાથે શહેરની ઓળખ પર પણ અસર કરી શકે છે. જેથી બનાવો રોકવા છે. આ માટે માત્ર બ્રિજ પર ઝાળી લગાવવાથી લોકોને રોકી શકાશે નહીં. સમગ્ર રિવરફ્રન્ટ પર એવી વ્યવસ્થા ગોઠવવી પડશે કે કોઈ નદીમાં કુદીને આપઘાત ન કરી શકે.

Next Article