Monsoon 2022: હિંમતનગરમાં રાત્રી દરમિયાન 4 ઇંચ વરસાદ નોંધાયો, અરવલ્લી અને સાબરકાંઠામાં ક્યાં અને કેટલો વરસાદ વરસ્યો? જાણો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મંગળવારે મોડી સાંજ બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે હાથમતી અને હરણાવ જળાશયો (Hathmati River) માં નવા પાણીની આવક નોંધાઈ હતી. હાથમતી નદી બે કાંઠે વહી

Monsoon 2022: હિંમતનગરમાં રાત્રી દરમિયાન 4 ઇંચ વરસાદ નોંધાયો, અરવલ્લી અને સાબરકાંઠામાં ક્યાં અને કેટલો વરસાદ વરસ્યો? જાણો
હિંમતનગરના મોતીપુરાના નેશનલ હાઈવે પર પાણી ભરાયા
Follow Us:
| Updated on: Jul 06, 2022 | 8:54 AM

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ નોંધાયો હતો. મોડી સાંજ બાદ વરસાદ ભારે ગાજ વિજ સાથે તૂટી પડ્યો હતો. હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં (Himmatnagar) ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં અઢી ઈંચ વરસાદ રાત્રી દરમિયાન નોંધાયો હતો. ખેડબ્રહ્મામાં દોઢેક ઈંચ અને વિજયનગર, ઈડર અને પોશીનામાં એક એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાત્રી દરમિયાન વરસાદને પગલે વહેલી સવારે હાથમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. હિંમતનગર થઈને પસાર થતી હાથમતી નદીમાં પાણી આવતા સ્થાનિકો પણ વહેલી સવારે નદીના વધામણા કરવા પહોંચ્યા હતા.

જિલ્લામાં મંગળવારે બપોર બાદ આકાશ ઘેરા વાદળછાયુ બન્યુ હતુ. મોડી સાંજ થવા સાથે જ વરસાદ જાણે કે તૂટી પડ્યો હતો. હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમાં એક ધારો વરસાદ ચારેક કલાક સુધી વરસ્યો હતો. આ દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. હિંમતનગર તાલુકાના ગાંભોઈ, રાયગઢ, રાજેન્દ્રનગર તેમજ રૂપાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ભારે વરસાદ, ચાંપલાનાર, મોરડુંગરી, ગાંધીપુરાકંપા, ખેડ, બાવસર, ટીમ્બા, રૂપાલ, ભાવપુર, મનોરપુર, સઢા, વામોજ, હાથરોલ, હડિયોલ, કાંકણોણ, બેરણાં, ચાંદરણી અને ગઢોડા સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોને વાવણીને લઈ રાહત થઈ હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

અરવલ્લીના મેઘરજમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસેલ વરસાદ અઢી ઈંચ નોંધાયો હતો. મોડાસાના ગાજણ, ટીંટોઈ અને દધાલિયા સહિતના પંથકમાં મોડી રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકાના લીલછા, મઉં અને મલાસા સહિતના પંથમાં વરસાદ વરસ્યો હતો. ગાજ વીજ સાથે વરસાદને લઈ રાત્રી દરમિયાન લીલછા વિસ્તારમાં વિજપૂરવઠો પણ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો.

સાબરકાંઠા વરસાદ અરવલ્લી વરસાદ
હિંમતનગર 95 મીમી મેઘરજ 62 મીમી
ખેડબ્રહ્મા 32 મીમી ભિલોડા 33 મીમી
ઈડર 27 મીમી મોડાસા 17 મીમી
પોશીના 22 મીમી માલપુર 06 મીમી
વિજયનગર 21 મીમી ધનસુરા 04 મીમી
વડાલી 18 મીમી બાયડ 02 મીમી
પ્રાંતિજ 07 મીમી  (છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા)
તલોદ 02 મીમી

નેશનલ હાઈવે પર પાણી ભરાયા

હિંમતનગર શહેરમાં રાત્રી દરમિયાન વરસાદ વરસવાને લઈને નેશનલ હાઈવે પર અને શહેરમાં અન્ડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. હિંમતનગર શહેર થી પસાર થતા નેશનલ હાઈવે પર મોતીપુરા નજીક પાણી ભરાઈ જતા વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. મોતીપુરા વિસ્તારમાં હાઈવે પર ડાયવર્ઝન પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના એન્જિન્યરીંગ સર્કલથી હાજીપુરા વિસ્તારને જોડતા રેલ્વેના અંડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રી દરમિયાન થી જ અન્ડર પાસની અવર જવરને બંધ કરી દેવાની ફરજ પડી હતી.

હાથમતી અને હરણાવ જળાશયોમાં આવક

હિંમતનગર અને ભિલોડામાં વરસાદ ઉપરાંત ઉપરવાસ અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વરસાદને પગલે હરણાવ અને હાથમતી નદીમાં નવા નીર નોંધાયા હતા. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહેલી સવારે વહી રહી હતી. જેને લઈ સ્થાનિકો પણ હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉમટ્યા હતા. હાથમતી જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે હરણાવ જળાશયમાં 200 ક્સુસેક પાણીની આવક નોંધાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">