LPG Price Hike: હવે રસોડાનું બજેટ બગડ્યું!!! ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો,આજથી 14.2 કિલો ગેસ માટે ચૂકવવી પડશે આ રકમ

7 મે, 2022ના રોજ ફરી એકવાર ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ ઘરેલુ ગેસના ભાવ રૂ. 949.50 થી વધીને રૂ. 999.50 થઇ ગયા હતા.

LPG Price Hike: હવે રસોડાનું બજેટ બગડ્યું!!! ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો,આજથી 14.2 કિલો ગેસ માટે ચૂકવવી પડશે આ રકમ
LPG Gas Cylinder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 9:41 AM

હાલ દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાંથી કોઈ રાહત મળવાની આશા દેખાઈ રહી નથી. ગેસ કંપનીઓએ દેશને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર(Domestic LPG Gas Cylinder) ની કિંમતોમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર પ્રાપ્ત માહિતી અનુસાર, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં તેની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના નવા ભાવ 6 જુલાઈથી લાગુ થઈ ગયા છે. જો તમે આજે તમારા માટે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમારે હવે 1003 રૂપિયાના બદલે 1053 રૂપિયા ચૂકવવા પડશે.

6 ઓક્ટોબરથી 21 માર્ચ સુધી એલપીજીના ભાવ સ્થિર હતા

જો તમે આ વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં એલપીજીના ભાવમાં થયેલા ફેરફારની વાત કરશો તો આંકડા જાણીને તમને આશ્ચર્ય થશે. આ વર્ષે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ પાસેથી મળેલી માહિતી અનુસાર 6 ઓક્ટોબર 2021થી 21 માર્ચ 2022 સુધી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર હતી.

જોતા જ ગેસ સિલિન્ડર 899.50 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગયો

22 માર્ચ 2022ના રોજ ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને તેની કિંમત 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગઈ. પરંતુ મોંઘવારી અહીં અટકી નહીં અને 7 મે, 2022ના રોજ ફરી એકવાર ગેસની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ ઘરેલુ ગેસના ભાવ રૂ. 949.50 થી વધીને રૂ. 999.50 થઇ ગયા હતા.

વિટામિન B12 બનાવતી આ કંપનીએ 6 હજાર ટકા આપ્યું રિટર્ન, એક સમયે 23 રૂપિયા ભાવ
નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ

મે 2022માં એલપીજીના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો હતો

7 મેના આ વધારાના થોડા દિવસો બાદ એટલે કે 19 મેના રોજ ફરી એકવાર ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે સિલિન્ડર પર 3.50 રૂપિયાનો વધારો થયો છે અને તેની કિંમત 999.50 થી વધીને 1003 રૂપિયા થઈ ગઈ છે. અને પછી આજે એટલે કે 6 જુલાઈ 2022ના રોજ 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તેની કિંમત હવે 1053 રૂપિયા થઈ ગઈ છે.

દેશના મહાનગરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતો

14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આ વધારા બાદ આજે એટલે કે 6 જુલાઈ, 2022ના રોજ તેની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079, મુંબઈમાં 1052.50 અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે.

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">