ગુજરાત હાઇકોર્ટમાં લોકઅદાલત યોજી એકસાથે સૌથી વધુ કેસનો નિકાલ લાવવાનો ઇતિહાસ સર્જાયો

|

Jun 21, 2022 | 10:07 PM

ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ એથોરિટીના  એક્ઝિક્યુટિવ ચેરમેન અને હાઈકોર્ટના સિનિયર જજ આર.એમ છાયાએ જણાવ્યું કે તેમના માટે પણ આજે ગૌરવની ક્ષણ છે, કારણ કે પહેલી વાર આ પ્રકારે 500થી વધુ અરજદાર પેન્શનરોને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યુ.

ગુજરાત હાઇકોર્ટમાં લોકઅદાલત યોજી એકસાથે સૌથી વધુ કેસનો નિકાલ લાવવાનો ઇતિહાસ સર્જાયો
Gujarat Highcourt (File Image)
Image Credit source: File Image

Follow us on

ગુજરાત (Gujarat) હાઇકોર્ટ (High Court) ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઈ એક ખાસ આ બાબતને લઈ લોક અદાલત (Lok Adalat) યોજી એકી સાથે મોટી સંખ્યામાં કેસનો નિકાલ લાવવાની પહેલી ઘટના બની છે. મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારના વડપણ હેઠળ હકારાત્મક અભિગમ દાખવી પાછલા કેટલાક વર્ષોથી દસ્તાવેજી પ્રક્રિયામાં અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું. રાજ્ય સરકાર યુનિવર્સિટી અને કોલેજ ના નિવૃત પ્રોફેસરો માટે પેન્શન ને લગતા કિસ્સાને લઈ ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 80 જેટલા કિસ્સાનો નિકાલ એક સાથે કરવામાં આવ્યો. ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે જે અરજદારો કોર્ટ સમક્ષ નથી આવ્યા, તેમને પણ આવનાર દિવસોમાં ઝડપથી પેન્શન કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.

પાછલા સાત વર્ષોથી અલગ-અલગ પ્રશ્નો અને વહીવટી મૂંઝવણો વચ્ચે નિવૃત્ત થયેલા પ્રોફેસરોના પેન્શનની પ્રક્રિયા અટવાયેલી હતી. પરંતુ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદકુમારના સકારાત્મક વલણના કારણે એંસી વર્ષ વટાવી ચૂકેલ અધ્યાપકો ઉપરાંત તેમના વારસદારોને પ્રોવિઝનલ પેન્શનના લેટર આપવામાં આવ્યા. જેને લઇને અરજદાર પેન્શનરોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો.

ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ એથોરિટીના  એક્ઝિક્યુટિવ ચેરમેન અને હાઈકોર્ટના સિનિયર જજ આર.એમ છાયાએ જણાવ્યું કે તેમના માટે પણ આજે ગૌરવની ક્ષણ છે, કારણ કે પહેલી વાર આ પ્રકારે 500થી વધુ અરજદાર પેન્શનરોને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યુ. સૌથી મોટી વાત એ છે કે લોક અદાલતમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન કર્યું કે જે નિવૃત્ત થયેલ પ્રોફેસરો કોર્ટ સમક્ષ નથી આવ્યા તેમને પણ આગામી સપ્તાહમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને ઝડપથી પેન્શનનો લાભ આપવામાં આવશે, જે અંગે સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, અધ્યાપકોને પેન્શનના લાભ ચૂકવવા માટે 500 કરોડનું એરિયર્સ અને મહિને 6 -7 કરોડની રકમ ખર્ચ થશે.

BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક

લોક અદાલતની કામગીરી કેવી હોય છે?

લોક અદાલત યોજનાનું નક્કી થાય તેના પુરતા સમય પહેલા જાહેરાત કરવામાં આવે છે. આ માટે બાર એસોસીએશન જરૂરી ઠરાવો પણ કરે છે. પક્ષકારોની સંમતિથી તેમજ કેસો લોક અદાલતમાં મુકવામાં આવે ત્યારે પક્ષકારોને આ બાબતની જાણ લેખિત નોટિસથી કરવામાં આવે છે. તેમને લોક અદાલતની તારીખ, સમય અને સ્થળે હાજર રહેવા સૂચના અદાલતમાં આવે છે. આવા પક્ષકારો લોક અદાલતમાં હાજર થાય ત્યારે, તેમનો કેસ સમાધાન પંચ પાસે રજૂ થાય છે. જેમાં એડવોકેટ અને ગામના સામાજિક કાર્યકરો વિગેરેનો સમાવેશ થાય છે. તેઓ પક્ષકારોને સમજાવીને તેઓની તકરારનો નિકાલ લાવવા પ્રયત્ન કરે છે અને પક્ષકારોનું તકરારનું નિરાકરણ થાય તો તે મુજબ લેખિત સમાધાન નોંધવામાં આવે છે. તે સંબંધકર્તા ન્યાયધીશ સમક્ષ રજૂ થાય છે સમાધાન ઉપર કાયદા મુજબન આદેશ ફરમાવવામાં આવતા તે રીતે કાયદા મુજબ કેસનો નિકાલ થાય છે, જેથી પક્ષકારોને અદાલતમાં આવવા-જવાનો, સાક્ષીઓ લાવવાનો ખર્ચ થતો નથી, તેમજ રીવીઝનનો ખર્ચ થતો નથી અને પક્ષકારોને અને સાક્ષીઓને ફરીથી અદાલતમાં આવવું પડતું ન હોવાથી તેમના સમયનો બચાવ થાય છે. કેસનો નિકાલ પક્ષકારોની સંમતીથી થતો હોય પક્ષકારોના અગાઉના સંબંધો પુનઃસ્થાપિત થાય છે અને તેથી ભવિષ્યમાં પણ તેઓ વચ્ચે તરકાર ઉભી ન થાય તેવા સંબંધો સંભવિત બને છે. તેને પરિણામે પરિવાર, પાડોશ, સમાજ અને ગામ કે શહેરના લોકો વચ્ચે સુલેહ અને એખલાસભર્યું વાતાવરણ ઉભું થાય છે. લોક અદાલતમાં ફૈસલો થતાં કેસોમાં ભરેલી કોર્ટ ફી અધિનિયમની જોગવાઇ મુજબ પરત કરવામાં આવે છે.

Published On - 4:42 pm, Sat, 18 June 22

Next Article