Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્ષત્રિય સંકલન સમિતિની મોટી જાહેરાત, ભાજપને નુકસાન પહોંચાડવા મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ, રાજ્યભરમાં રાજપૂતો કરશે દેખાવો

અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક બાદ કરણસિંહ ચાવડાએ મોટી જાહેરાત કરી છે. સમગ્ર રાજ્યના 5 ઝોનમાં ક્ષત્રિય સમાજ ધર્મરથ કાઢશે. રાજ્યભરમાં રજપૂત સમાજની બહેનો એક સપ્તાહ સુધી પ્રતિક ઉપવાસ કરશે તેમજ રાજપૂત સમાજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 19, 2024 | 7:40 PM

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. આજે ગોતા ખાતે મળેલી ક્ષત્રિય કોર કમિટીની બેઠકમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમા આવતીકાલથી ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કાલથી જ ક્ષત્રિય સમાજની બહેનો એક સપ્તાહ સુધી પ્રતિક ઉપવાસ કરશે. દરરોજ એક જિલ્લામાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. રાજ્યના 5 ઝોનમાં 5 ધર્મરથ કાઢવામાં આવશે.

“કાળા વાવટા ન ફરકાવવા દેવા મુદ્દે ક્ષત્રિય સમાજ કરશે PIL”

આ ઉપરાંત રાજ્યના ગૃહવિભાગ દ્વારા કાળા વાવટા ન ફરકાવવા મુદ્દે ચૂંટણીલક્ષી જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે. જેમા કાળા વાવટા નહી ફરકાવવાનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારના જાહેરનામા દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે તેની સામે પણ ક્ષત્રિય સમાજ PIL કરશે.

ક્ષત્રિય સમાજનું નવું સૂત્ર, ‘મત એ જ શસ્ત્ર’

દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજના પ્રવક્તાની નિયુક્તિ કરવામાં આવશે. રાજકોટમાં કાલે ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચશે. વિરોધ માટે પણ યુવાનોની કમિટી બનાવવામાં આવશે. ક્ષત્રિય સમાજનં નવુ સૂત્ર મત એ જ શસ્ત્ર રહેશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે, જેમા રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવીને જ રહીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજે જણાવ્યુ છે કે ક્ષત્રિયોની જરૂર ન હોય તો ક્ષત્રિયોને પણ ભાજપની જરૂર નથી.

આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?

આ પણ વાંચો: ક્ષત્રિયોએ રૂપાલાને આપેલ અલ્ટીમેટમ પૂર્ણ થતા હવે ભાજપને ઘેરવાની ઘડાશે રણનીતિ, ઓપરેશન પાર્ટ-2 અંગે શરૂ થઈ કવાયત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">