AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ₹519 કરોડના રાજકીય ભંડોળ કૌભાંડનો મોટો ખુલાસો, આવકવેરા વિભાગે CID ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ, જુઓ Video

અમદાવાદમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના નામે ₹519 કરોડના રાજકીય ભંડોળ કૌભાંડનો ખુલાસો થયો છે. આવકવેરા વિભાગે CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Breaking News : ગુજરાતમાં ₹519 કરોડના રાજકીય ભંડોળ કૌભાંડનો મોટો ખુલાસો, આવકવેરા વિભાગે CID ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ, જુઓ Video
| Updated on: Sep 26, 2026 | 12:33 PM
Share

અમદાવાદમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના નામે ₹519 કરોડના જંગી રાજકીય ભંડોળ કૌભાંડનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગે આ ગંભીર મામલે CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત્ ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં સામેલ વ્યક્તિઓ દ્વારા દાનના નામે કરોડો રૂપિયાની હેરાફેરી કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કૌભાંડની મોડસ ઓપરેન્ડી મુજબ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીને દાન આપનારા લોકોને 8 થી 9 ટકા જેટલું કમિશન કાપીને બાકીની રકમ રોકડ સ્વરૂપે પરત આપી દેવામાં આવતી હતી. આ પ્રકારે બોગસ દાન અને મોટા પાયે કરચોરી કરીને સરકારી તિજોરીને આશરે ₹155 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ કેસમાં પાર્ટીના આગેવાનો સહિત કેટલાક મુખ્ય વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જેમાં સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલ ખત્રી અને સીએ મયુરસિંહ રાઠોડ જેવા નામોનો સમાવેશ થાય છે. આ કૌભાંડકારોએ ચૂંટણી પંચ સમક્ષ દાન અંગેના બોગસ કન્ટ્રીબ્યુશન રિપોર્ટ્સ રજૂ કર્યા હતા, એટલે કે ખોટા ઓડિટ રિપોર્ટ્સ તૈયાર કરીને સત્તાવાળાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

₹206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડ

આવકવેરા વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ રાજકીય પાર્ટીની રચના જ મુખ્યત્વે દાનમાં આવતી રકમ દ્વારા ગેરકાયદેસર કમાણી કરવાના હેતુથી કરવામાં આવી હતી. આ જ પ્રકારે ગરીબ કલ્યાણ પાર્ટી નામની અન્ય એક પાર્ટી પણ ₹206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.

આ બંને પાર્ટીઓના રાષ્ટ્રીય અધ્યક્ષ, આગેવાનો, ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએ સહિતના જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ CID ક્રાઈમ દ્વારા આ સમગ્ર પ્રકરણની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે હવે આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસના અંતે વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

રાજકોટમાં ઓનલાઈન App ના વેરહાઉસમાંથી 596 કિલો વાસી શાકભાજી જપ્ત, જુઓ Video

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">