અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિશાળ રેલી યોજી વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી પત્ર- જુઓ Video

અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે આજે તેમનુ લોકસભા ચૂંટણી માટેનું નામાંકન દાખલ કર્યુ છે. આ અગાઉ તેમણે વિશાળ રેલી યોજી હતી, જે બાદ તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને બરાબર 12.39એ તેમણે નામાંકનપત્ર ભર્યુ હતુ.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 16, 2024 | 5:12 PM

અમદાવાદ પૂર્વથી ભાજપના લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલે આજે વિજયમુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. ફોર્મ ભર્યા પહેલા તેમણે વિશાળ રેલી યોજી હતી જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. જીતના આત્મવિશ્વાસ સાથે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને 12.39એ તેમણે જિલ્લા પંચાયત ખાતે તેમનુ લોકસભા માટેનું નામાંકન પત્ર ભર્યુ હતુ. તેમના ડમી ઉમેદવાર તરીકે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ AMTSના ચેરમેન બાબુભાઈ ઝડફિયા અને AMCના શાસક પક્ષના પૂર્વ નેતા ભાસ્કર ભટ્ટે ફોર્મ ભર્યુ હતુ. આ તકે તેમની સાથે ગોરધન ઝડફિયા, શહેર ભાજપ પ્રભારી સંજય પટેલ અને જયસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી જગદિશ પંચાલ, અમિત શાહ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ફોર્મ ભરતા પહેલા તેમણે બાપુનગર ખાતેના મધ્યસ્થ કાર્યાલયે જઈ ધારાસભ્યો અને શહેરના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ તમામે તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી. જે બાદ બપોરે 12.39 એ લાલ દરવાજા ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ હસમુખ પટેલ ઉમેદવારી નોંધાવી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સામે સીધો મુકાબલો

અમદાવાદ પૂર્વથી ભાજપે સતત બીજીવાર હસમુખ પટેલ પર વિશ્વાસ મુક્તા તેમને રિપીટ કર્યા છે. જેમની સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. હિંમતસિંહ 2002-03માં અમદાવાદ શહેરના મેયર પદે રહી ચુક્યા છે. તેમજ બાપુનગર વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.

બે વાર ધારાસભ્ય રહી ચુક્યા છે હસમુખ પટેલ

2019ની લોકસભા ચૂંટણીમાં અહીથી હસમુખ પટેલ 4.31 લાખ મતોથી વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના ગીતાબેન પટેલને 4 લાખ 34 હજાર 930 મતોથી માત આપી હતી. ત્યારે આજે પણ તેમણે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. 11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ પટેલ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. આ પહેલા 1 વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે.

મીની ઈન્ડિયા ગણાય છે અમદાવાદ પૂર્વની બેઠક

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં વટવા, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર,દેહગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો સમાવેશ થાય છે. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસતા હોવાથી આ વિસ્તાર મીની ઈન્ડિયા તરીકે પણ જાણીતો છે. તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો અહીં વસે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો, સૌરાષ્ટ્ર તેમજ ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ છે. એક જમાનામાં અહીં કાપડની મીલો ધમધમતી હતી.

આ પણ વાંચો: ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન કેમ થયા ભાવુક, એવી કઈ વાતે ગેનીબેનને ચોધાર આંસુએ રડાવ્યા- જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">