અમદાવાદીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી

Weather Report: હાલમાં ગુજરાતમાં (Gujarat) ઉત્તર પશ્ચિમના પવન ફુંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીમાં (Heat) વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી
Ahmedabad Heatwave (File Image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 27, 2022 | 4:23 PM

ગુજરાતમાં (Gujarat) ઉનાળો (Summer 2022) હવે જામી ગયો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો (Heat) અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ બે દિવસ હીટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં પણ મંગળવારે ભુજ અને અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયાનું સામે આવ્યું છે.

હાલમાં ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવન ફુંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના સૂરત, નવસારી, વલસાડ, ભરૂચમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના વડોદરા, ગાંધીનગર અને દાહોદ સહિત શહેરોમાં હીટવેવની અસર વર્તાઈ શકે છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને મોડાસા સહિત હીટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર, કચ્છ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ અને કચ્છ સહિત વિસ્તારમાં હીટવેવની અસર વર્તાશે. કચ્છમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન વધી શકે તેવું અનુમાન પણ હવામાન વિભાગે કર્યું છે.

વધતી ગરમી સામે હવામાન વિભાગે અપીલ કરી છે કે લોકો કામ સિવાય બહાર ન નીકળે, તેમજ જો કોઈ કામથી બહાર નીકળે તો શરીરને સીધો તાપ ન લાગે તે માટે શરીરને ઢાંકે, તેમજ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરે. સાથે જ હવામાન વિભાગે બીમાર અને સિનિયર સીટીઝન વ્યક્તિને બહાર નહીં નીકળવા પણ અપીલ કરી છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

મે મહિનાના બદલે એપ્રિલમાં ગરમીના વર્તારાની શરૂઆત

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં બદલાવ આવ્યો છે. પહેલા એપ્રિલ મહિનામાં દરિયાઈ પવનના કારણે તાપમાન ઘટતું હતું. જોકે હવે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ પવન એટલે કે રાજસ્થાન અને પાકિસ્તાનના પવનના કારણે તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી મે મહિનાના બદલે હવે એપ્રિલ મહિનામાં ગરમીની શરૂઆત થતી નોંધાઈ રહી છે. ગરમીની અસર માર્ચ મહિનાથી જ દેખાતી હોવાનું હવામાન વિભાગના અધિકારી માની રહ્યા છે.

ગરમીથી બચવા લોકોએ શરૂ કર્યા વિવિધ નુસખા

અસહ્ય ગરમી શરુ થતા લોકોએ ઠંડા પીણાનું સેવન શરુ કર્યુ છે. એટલુ જ નહીં પણ લોકો ટોપી, મોઢું ઢંકાય તેવું માસ્ક, હાથના મોજા, ઓફિસ અને ઘરમાં એસી તેમજ કુલરનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી ગરમીથી પોતાનો બચાવ કરી શકાય.

આ પણ વાંચોઃ Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, 4 સામે એટ્રોસિટીની ફરિયાદ

આ પણ વાંચોઃ ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">