ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

સ્ટોલ સંચાલકોએ જણાવ્યું કે દરરોજ એટલી માંગ (Demand )છે કે અમારી પાસે જે રેલ નીરની બોટલો આવી રહી છે તે ઓછી પડી રહી છે. કારણ કે મોટાભાગના મુસાફરો આખા ડબ્બા ખરીદતા હોય છે. ગરમીમાં વધારો થતાં સુરત સ્ટેશન પર રેલ નીરનો વપરાશ પણ વધી ગયો છે.

ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી
Demand of Rail Neer increase due to severe heat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 8:59 AM

પશ્ચિમ રેલવેના (Western Railway ) સુરત રેલવે સ્ટેશન પર ભયંકર ગરમીના (Heat ) કારણે છેલ્લા 10 દિવસથી રેલ નીરની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. IRCTC દ્વારા રેલ નીર નો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવા છતાં ગરમીને પગલે આ પાણીની બોટલોની અછત ઉભી થઇ રહી છે. હાલત એવી છે કે સ્ટેશનના સ્ટોલ પર રેલ નીરના બોક્સ તુરંત જ વેચાઈ રહ્યા છે. જેના કારણે ફૂડ સ્ટોલના સંચાલકોને રેલ નીરની બોટલો ફ્રીઝરમાં ઠંડી કરવાની તક પણ મળી રહી નથી. જેથી મુસાફરોને સાદા પાણીમાં જ સંતોષ માનવો પડે છે. IRCTCના પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું કે સતત વધી રહેલી ગરમીને કારણે લાંબા અંતરની ટ્રેનોમાં રેલ નીરનો વપરાશ વધુ થાય છે. આ સિવાય મુંબઈના પશ્ચિમ અને મધ્ય રેલના ઉપનગરીય સ્ટેશનો પર એટલી માંગ છે કે સ્ટેશન સુધી સતત રેલ નીર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આમ છતાં પુરવઠો ઓછો થઈ રહ્યો છે.

રેલ નીરનું વેચાણ કાયદેસર

આ અઠવાડિયે 10,000 બોક્સ મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંબરનાથ રેલ નીર પ્લાન્ટમાં ઉનાળા પહેલા 1 લાખ 80 હજાર બોટલનું ઉત્પાદન થતું હતું પરંતુ ઉનાળામાં તે 2 લાખ 10 હજાર સુધી પહોંચી ગયું છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત રેલ્વે પશ્ચિમ રેલ્વેના નોટીફાઈડ સ્ટેશનોમાંથી એક છે, જ્યાં રેલ નીરનું વેચાણ કરવું કાયદેસર છે. અગાઉ જ્યાં દરરોજ 500 થી 800 બોટલનો વપરાશ થતો હતો ત્યાં હવે કાળઝાળ ગરમીના કારણે તેનો વપરાશ સતત વધી રહ્યો છે. હવે રોજની બે હજાર જેટલી બોટલનું વેચાણ થઈ રહ્યું છે.

સુરત સ્ટેશન પર રોજની 200 ટ્રેનની અવરજવર

ખાણીપીણીના સ્ટોલ સંચાલકોએ જણાવ્યું કે દરરોજ એટલી માંગ છે કે અમારી પાસે જે રેલ નીરની બોટલો આવી રહી છે તે ઓછી પડી રહી છે. કારણ કે મોટાભાગના મુસાફરો પાણીની બોટલોનાઆખા ડબ્બા ખરીદતા હોય છે. ગરમીમાં વધારો થતાં સુરત સ્ટેશન પર રેલ નીરનો વપરાશ પણ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે સુરત રેલ્વે સ્ટેશન પર હવે રોજની 200 થી વધુ ટ્રેનો અવરજવર કરે છે. ઉનાળાના વેકેશનની સિઝનને કારણે અહીંથી રોજના 80 હજાર જેટલા મુસાફરો અવરજવર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તીવ્ર ગરમીના કારણે, ટ્રેનોના મુસાફરોમાં રેલ નીર પાણીની માંગ નોંધપાત્ર રીતે વધી છે. આ સાથે સપ્લાય કરવા છતાં રેલ નીરની અછત દેખાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો : સ્માર્ટ સિટી અમદાવાદમાં જ પાણી માટે વલખા મારે છે લોકો, ટેન્કર મગાવી પાણીની જરુરિયાત કરે છે પૂરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">