AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash : 6 દિવસથી પોલીસ અધિકારી ઘરે જ નથી ગયા, JCP એ પોલીસના સતત સમર્પણ અંગે કહી વાત, જુઓ Video

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ પોલીસે રાત્રિ-દિવસ બચાવ અને પુનઃસ્થાપન કામગીરી કરી. DNA સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી તુરંત શરૂ કરી. મૃતકોના પરિવારોને દાગીના અને અન્ય સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.

Ahmedabad Plane Crash : 6 દિવસથી પોલીસ અધિકારી ઘરે જ નથી ગયા, JCP એ પોલીસના સતત સમર્પણ અંગે કહી વાત, જુઓ Video
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 18, 2025 | 5:36 PM

અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને શહેર પોલીસ સતત દિવસ-રાત રેસ્ક્યૂ અને પુનઃસ્થાપન કામગીરીમાં જોડાઈ રહી છે. પહેલું નિવેદન આપતા જોઇન્ટ પોલીસ કમિશનર જયપાલ રાઠોડે TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “પોલીસની ટીમ દુર્ઘટનાના દિવસે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કામગીરીમાં સક્રિય થઈ ગઈ હતી.”

તેમણે ઉમેર્યું કે, “DNA સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી દુર્ઘટના ઘટતાં જ શરૂ કરી દીધી હતી.” નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. ગોહિલ છેલ્લા 6 દિવસથી ઘરે ગયા જ નથી અને તેઓ સતત સિવિલ હોસ્પિટલમાં રહીને મૃતદેહોની ઓળખની પ્રક્રિયામાં જોડાયેલા છે.

જોઈન્ટ કમિશનર રાઠોડે જણાવ્યું કે, “પીડિત પરિવારોને કોઈ અડચણ ન આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.” અત્યાર સુધીમાં 80 મૃતકોના શરીર પરથી સોનાના દાગીના મળ્યા છે, જેમાંથી 50 મૃતક પરિવારજનોને આ દાગીના સોંપી દેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 15-07-2025
ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ, જાણી લો
ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર, જાણો રીત
Vastu Tips: શ્રાવણના સોમવારે આ 3 રંગના કપડાં પહેરો, મનગમતો વર મળી જશે !
શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?

પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકના પરિવારોને ધીરજ આપતા જણાવાયું કે, “DNA મેળાપ થતાં જ મૃતદેહ અને દાગીનાઓ સોંપવામાં આવશે અને કોઇ પણ પ્રશ્ન માટે અધિકારીઓ પોતાનો મોબાઈલ નંબર આપીને સંપર્કમાં રહે છે.”

શહેર પોલીસના વિવિધ અધિકારીઓ સતત ફરજ પર છે. જેમાં

  • પીઆઈ પી.વી. ગોહિલ (નરોડા)
  • આર.એમ. પરમાર (વટવા જીઆઇડીસી)
  • ડી.પી. ઉનડકર (મણિનગર)
  • પી.સી. દેસાઈ (નારોલ)
  • જે.ડી. ઝાલા (શાહીબાગ)
  • ડી.બી.બસિયા (મેઘાણીનગર)
  • ડીસીપી પ્રદીપસિંહ જાડેજા (J Division)
  • કુણાલ દેસાઈ (I Division)
  • ઝોન 4 DCP કાનન દેસાઈ
  • એફ ડિવિઝન ACP રીના રાઠવા
  • વી. એન.યાદવ , એસીપી , જી ડિવિઝન..

અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ટીમો બનાવીને કામગીરી હાથ ધરાઈ છે જેમાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ, CP જી.એસ. મલિક અને JCP નીરજ બડગુજર પણ સંપૂર્ણ દેખરેખ રાખી રહ્યા છે. પાસપોર્ટ ,બેગ સહિતનો મુદામાલ વેરીફીકેશન કરી પરિવારના લોકોને પરત કરવાની કામગીરી પણ કરવામાં આવશે.

આ દુર્ઘટનાની પોલીસ તપાસ દરમિયાન એકમાત્ર બચી ગયેલા મુસાફર રમેશ વિશ્વાસકુમારનો પણ પોલીસ દ્વારા નિવેદન લઈ પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોલીસની માનવતાપૂર્ણ અને વ્યવસ્થિત કામગીરી રાજ્ય માટે ઉદાહરણરૂપ બની છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં પ્લેનમાં સવાર 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને

આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
આજનો દિવસ કોના માટે 'શુભ' અને કોને સાવચેત રહેવાની જરૂર?
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય ! ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">