ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો હુંકાર, સામાજિક દુષણો દૂર કરવા સરકાર હંમેશા અગ્રેસર

તેમણે કહ્યું કે યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગૃહવિભાગ સક્રિય છે. તમામે સાથે મળીને સમાજના દુષણો દૂર કરવા જોઈએ. તેમણે કહ્યું કે જે જવાબદારીઓ ચૂકશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

AHMEDABAD : રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. મા ભદ્રકાળી અને જગન્નાથના કર્યા દર્શન કર્યા બાદ ગૃહપ્રધાને મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યની શાંતિ અને સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી છે. આ સાથે જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો હુંકાર કરતા કહ્યું હતું કે રાજ્યમાં સામાજિક દુષણો દૂર કરવા સરકાર હંમેશા અગ્રેસર રહેશે. તેમણે કહ્યું કે યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગૃહવિભાગ સક્રિય છે. તમામે સાથે મળીને સમાજના દુષણો દૂર કરવા જોઈએ. તેમણે કહ્યું કે જે જવાબદારીઓ ચૂકશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલ Tv9 ગુજરાતીના વિશેષ સંવાદ કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન ગર્શ સંઘવીએ કહ્યું હતું, “મેં હંમેશા કહ્યું છે કે જે સરકારના વિચારો સાથે, સમાજના સારા કામો માટે અને ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષા માટે જે કોઈ લોકો સારું કામ કરે છે, એ અધિકારીએ કોઈ પણ ભલામણ નહિ કરાવવી પડે. એમને હું શોધી શોધીને ગુજરાતની અલગ અલગ વ્યવસ્થાઓમાં ગોઠવીશ, એ રાજ્યના ગૃહમંત્રી તરીકે મેં જવાબદારી લીધી છે.”

તેમણે એમ પણ કહ્યું હતું, “એ પણ હું વિશ્વાસ અપાવું છે કે જે લોકો (અધિકારીઓ)સમાજના દુઃખને પોતાનું દુઃખ નથી માનતા, જે લોકો પોલીસ વિભાગ એટલે કે વિભાગ દ્વારા સરકાર દ્વારા જે વિચારો છે, લોકોને મદદરૂપ થવા માટે અમે જે વિચાર કરેલો છે એને નીચે સુધી લઇ જવામાં અડચણ ઉભી કરે છે, એવા લોકોને છોડવામાં પણ નહિ આવે. એ પણ હું આજે તમને ખાતરી આપું છું.”

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati