Ahmedabad Video : વટવામાં EWSના 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે, 1 હજાર ઘર 180 કરોડના ખર્ચે કરાશે ધ્વસ્ત
અમદાવાદના વટવામાં EWSના આવાસ તોડવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશન બનાવેલા મકાનો વાપર્યા વગર જ તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલા જ 70 ટકા મકાનો તોડી પડાયા છે.
અમદાવાદના વટવામાં EWSના આવાસ તોડવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશન બનાવેલા મકાનો વાપર્યા વગર જ તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલા જ 70 ટકા મકાનો તોડી પડાયા છે. સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. જો કે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસના મકાનો કોઈને ફાળવવામાં આવ્યા ન હતા. આશરે 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે.
15 વર્ષમાં જર્જરીત થયેલા મકાનો કોઈને ન ફાળવવામાં આવતા ઘણા સમયથી આ આવાસો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ ગરીબોના આવાસના નામે કૌભાંડ કરતા હોવાના વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. આ તરફ કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારી સામે પગલા લેવા માટે માગ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 1000 મકાનો 180 કરોડના ખર્ચે તોડી પાડવામાં આવશે.
Latest Videos