Gujarat : ઘરની અંદર દારૂ પીવા અંગે હાઇકોર્ટનો મહત્વનો હુકમ, અંગતતાના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં ટકી શકે

ગુજરાતમાં દારુબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો હુકમ કર્યો છે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઈકોર્ટે ફગાવી દેવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 1:03 PM

અંગતતાના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં ટકી શકેઃ હાઇકોર્ટ
ગુજરાતમાં દારુબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો હુકમ કર્યો છે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઈકોર્ટે ફગાવી દેવામાં આવી હતી. રાઈટ ટુ પ્રાઈવસી  એટલે કે અંગતતાના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઈકોર્ટમાં ટકી શકે તેવું હાઇકોર્ટે કહ્યું છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆતને હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે. વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને શું ખાઇ રહ્યો છે કે શું પી રહ્યો છે એની પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલની અંદર રહીને શું ખાશે કે પીશે તેના પર સરકાર અંકુશ ના કરી શકેઃ અરજદારો

અગાઉની સુનાવણીમાં પણ દારૂબંધીના મુદ્દે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">