AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનના રિયલ એસ્ટેટ બ્રોકરને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી લગાવ્યો 4 લાખનો ચુનો

રાજસ્થાનના રિયલ એસ્ટેટ બ્રોકરને અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાવીને 4 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી. એક મહિલાએ પ્રોપર્ટી જોવાના બહાને બ્રોકરને બોલાવ્યો અને ત્યારબાદ તેના સાથીઓએ ધમકી આપીને લૂંટ કરી. નરોડા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

રાજસ્થાનના રિયલ એસ્ટેટ બ્રોકરને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી લગાવ્યો 4 લાખનો ચુનો
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 14, 2024 | 8:00 PM
Share

રાજેસ્થાનના રિયલ એસ્ટેટના બ્રોકરને યુવતીએ પ્રોપટી જોવાના બહાને બોલાવીને હનીટ્રેપમાં ફસાવી 4 લાખની લૂંટ કરી. નરોડા પોલીસે હનીટ્રેપ અને લૂંટ કેસમાં ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી. રાજસ્થાનના બાલોતરામાં રહેતા મુકેશભાઈ ગેહલોત રિયલ એસ્ટેટનું કામ કરે છે. બિઝનેસ એપ્લિકેશન મારફતે પ્રોપર્ટીનો ધંધો કરે છે. આ રિયલ એસ્ટેટના બિઝનેસને લઈને જુદા જુદા રાજ્યોમાં પ્રોપટી જોવા જતા હોય છે. થોડા સમય પહેલા મુકેશભાઈને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં શીતલ પટેલની મહિલાએ પોતે નિકોલમાં રહે છે તેવું કહીને પ્રોપટી બતાવવાનું કહ્યું હતું.

મુકેશભાઇ 16 નવેમ્બરે અમદાવાદ આવ્યા એટલે શીતલ પટેલ ને કોલ કર્યો હતો. જેથી શીતલ પટેલ અને તેની મિત્ર મુકેશ ભાઈને મળી હતી. તેમણે મોલમાં ખરીદી કરીને નાસ્તો કર્યો, ત્યાર બાદ નરોડા કેનાલ નજીક કારમાં વાત કરતા હતા ત્યારે ક્રેટા ગાડીમાં 3 શખ્સો આવ્યા અને મુકેશભાઈને ધમકાવવા લાગ્યા અને એક શખ્સે કહ્યું કે તું મારી પત્ની શીતલ સાથે શું કરે છે. તેનું અપહરણ કરીને કારમાં બેસાડી છે. મારી પત્ની સાથે દુષ્કર્મ કેમ કર્યું કહીને કાર ઇન્દોર હાઇવે પર લઈ ગયા હતા અને દુષ્કર્મની ફરિયાદ કરીશું તેવું કહીને સમાધાન માટે રૂ 50 લાખની માંગણી કરી હતી, પરંતુ મુકેશભાઈએ એક લાખની રોકડ મિત્ર પાસેથી મંગાવી હતી. જેથી આરોપીઓએ ગળા પર છરી રાખીને 1 લાખ રોકડ અને પહેરેલા રૂ 3 લાખના સોનાના દાગીના સહિત રૂ 4 લાખની લૂંટ કરીને દહેગામ મુકેશભાઈને ઉતારીને કાર આપી ફરાર થઇ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપી જયરાજસિંહ બોરીયા હનીટ્રેપનો સભ્ય છે. હનીટ્રેપનો માસ્ટર માઈન્ડ બોટાદનો મંગળુ ખાચર છે. આ મંગળુએ વિજય ઉર્ફે ભીખો અને શીતલ પટેલ ઉર્ફે હિના તેમજ એક અજાણી મહિલાની ગેંગ બનાવી હતી. આ હનીટ્રેપ ગેગ બિઝનેશ એપ્લિકેશન કે સોસીયલ મીડિયા મારફતે પૈસાદાર લોકોને ટાર્ગેટ કરતા હતા. મિત્રતા કરવાના બહાને બોલાવીને અવાવરું સ્થળે લઈ જઈને દુષ્કર્મની ધમકી આપીને પૈસા પડાવતા હતા. આરોપી મંગળુ ખાચર વિરુદ્ધ આ મોડ્સ ઓપરેન્ડીથી અગાઉ અનેક ગુના નોંધાયા હતા. નરોડા પોલીસે લૂંટ કરનાર હનીટ્રેપ ના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.

નરોડા પોલીસે આરોપી જયરાજસિંહ બોરીયાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગના બે મહિલા સહિત 4 આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે નળસરોવર નજીક ડેટિંગ એપ્લિકેશનથી એક યુવકને હનીટ્રેપમાં ફસાવીને 4.50 લાખની લૂંટ કરનાર ગેંગ ઝડપાઇ હતી ત્યારે નરોડામાં વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે. જેથી પોલીસે આવી ગેંગથી સાવચેત રહીને પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">