AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : રાજ્યમાં કોરોનાના 45 કેસ, વડતાલ ધામમાં વર્લ્ડ રેકોર્ડ, કચ્છમાં ખેડૂતોનો વિરોધ, ગુજરાતની વધુ એક સિદ્ધી, વાંચો તમામ સમાચાર

Gujarat Corona Update : કોરોના રસીકરણ અભિયાનમાં આજે 3 ડિસેમ્બરે રાજ્યમાં કુલ 4,26,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

GUJARAT : રાજ્યમાં કોરોનાના 45 કેસ, વડતાલ ધામમાં વર્લ્ડ રેકોર્ડ, કચ્છમાં ખેડૂતોનો વિરોધ, ગુજરાતની વધુ એક સિદ્ધી, વાંચો તમામ સમાચાર
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:51 PM
Share

AHMEDABAD : રાજ્યમાં આજે 3 ડિસેમ્બરે કોરોના વાયરસના નાવ 45 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,27, 615 (8 લાખ 27 હજાર 615) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઅંક 10,094 છે.

રાજ્યમાં આજે 3 ડિસેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 45 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,203( 8 લાખ 17 હજાર 203) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા 310 થઇ છે તેમજ રીકવરી રેટ 98.74 ટકા છે.

રસીકરણની વાત કરીએ તો કોરોના રસીકરણ અભિયાનમાં આજે 3 ડિસેમ્બરે રાજ્યમાં કુલ 3,90,154 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,22,93,857 (8 કરોડ 22 લાખ 93 હજાર 857) ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.SURAT : વિશ્વ વિકલાંગ દિવસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી, સ્વચ્છતા મુદ્દે અધિકારીઓને ખખડાવ્યાં

World Disability Day :ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દિવ્યાંગો પ્રત્યે કરુણા, પ્રેમ અને સમાનતા કેળવીએતેમના જીવનને વધુ સુગમ બનાવવા પ્રતિબદ્ધ બનીએ.

2.Ahmedabad : સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે મહેસૂલ પ્રધાનનું નિવેદન, સરકારી કચેરીઓમાં જરાય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાયઃ રાજેન્દ્ર ત્રિવેદી

હેસૂલ વિભાગની કચેરીની ઓચિંતી મુલાકાત બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ હુંકાર કર્યો કે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારને સાખી નહીં લેવાય. સાથે જ ભ્રષ્ટાચારની ફરિયાદના કેસમાં તપાસ બાદ કાર્યવાહી કરવાની પણ તેઓએ વાત કરી.

3.KUTCH : નર્મદા કેનાલના કામ મુદ્દે ખેડૂતો રજૂઆત કરીને થાક્યા, હવે 22 ડિસેમ્બરથી કરશે વિરોધ પ્રદર્શન

BHUJ : ભારતીય કિસાન સંઘના આગેવાને કહ્યું કે આ પ્રશ્ન છેલ્લા 40 વર્ષથી છે પણ છેલ્લા 22 મહિનાથી સતત નર્મદા અને મીટર બાબતે સરકારમાં રૂબરૂ અને લેખિત રજૂઆતો કરી છે, પણ સરકાર દ્વારા અમને કોઈ પણ આશ્વાસન મળ્યું નથી.

4.KHEDA : સ્વામિનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં રચાયો અનોખો વિશ્વવિક્રમ, જાણો શું છે આ WORLD RECORD

આ અશક્ય લાગતા ભગીરથ કાર્યને શક્ય બનાવી દુઃખી દિવ્યાંગજનોના જીવનમાં સુખને પુનઃ પ્રસ્થાપિત કરવા 3 ડિસેમ્બરે હરિભક્તોની 31 સમિતિઓ બનાવવામાં આવી હતી. આ દિવસે દિવ્યાંગજનોને નિઃશુલ્ક કૃત્રિમ હાથપગ આપી દોડતા કરવા 180 ડૉક્ટર્સ, 50 નર્સ, અને 500 જેટલા સ્વંયસેવકો પોતાની સેવા આપી હતી.

5.ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર, કહ્યું “કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે”

JAGDISH THAKOR પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે.

6.Ahmedabad વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, જાણો વિશ્વના સૌથી મોંઘા અને સસ્તા શહેરોની યાદી

દેશનું પ્રથમ હેરિટેજ સિટી અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ (Ahmedabad) વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021 (Worldwide Cost of Living Survey 2021) રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

7.Rajkot: ફાયરિંગના 14 દિવસ બાદ કોંગ્રેસ અગ્રણી અભિષેક તાળા અને તેનો ભાઈ ભાગેડુ જાહેર, જાણો વિગત

Rajkot: કોંગ્રેસના કાર્યકર પર ફાયરિંગ મામલે કોંગ્રેસના નેતા અભિષેક તાલા અને તેના ભાઈને ભાગેડુ જાહેર કર્યા છે. 14 દિવસ પહેલા કોંગ્રેસના જ કાર્યકર પર ફાયરિંગ કરાયું હતું.

8.VADODARAએ વધુ એક રત્ન ગુમાવ્યું, બહુમુખી પ્રતિભાના સ્વામી હસમુખ શાહનું વહેલી સવારે નિધન

સમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો. તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (GEC), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ગુજરાત ઇકોલોજી સોસાયટી (GES), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (GNCS) ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા.

9.ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું

Gujarat: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ઓમિક્રોન વેરિઅન્ટ અંગે TV9 સાથે એક વિશિષ્ટ વાતચીત કરી. ચાલો જાણીએ શું કહ્યું તેમણે.

10.SURAT : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યાર્ન એક્ષ્પો-2021નું ત્રિદિવસીય પ્રદર્શન, દેશભરમાંથી 75થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે

Yarn Expo 2021 : યાર્ન પ્રદર્શનમાં બનાના ફાયબર તથા તેમાંથી બનેલા વિવિધ કાપક તથા અન્ય પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે . આ ઉપરાંત રિસાયકલીંગ યાર્નના મેન્યુફેકચરર્સ પણ પ્રદર્શનમાં તેમની પ્રોડકટ રજૂ કરશે.

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
g clip-path="url(#clip0_868_265)">