ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું

Gujarat: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ઓમિક્રોન વેરિઅન્ટ અંગે TV9 સાથે એક વિશિષ્ટ વાતચીત કરી. ચાલો જાણીએ શું કહ્યું તેમણે.

ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું
Manoj Agrawal

Omicron effect in Gujarat: કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈ રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. ત્યારે રાજ્ય સરકારના (Gujarat Government) આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે (Manoj Agrawal) TV9 સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે કહ્યું કે એરપોર્ટ સહિત તમામ સ્થળો પર ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી વધારી દેવાઈ છે. સાથે જ દરેક જિલ્લામાં અધિકારીઓને સર્વેલન્સની સૂચના અપાઈ છે.

દરેક જિલ્લામાં આઈસોલેશન માટે ત્રિસ્તરીય સુવિધા ઉભી કરવામાં આવી છે. જોકે વાયબ્રન્ટના કાર્યક્રમાં હજુ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. વાયબ્રન્ટમાં જે દેશોમાંથી ડેલિગેશન આવશે તેમના કોરોના ટેસ્ટ અને આઈસોલેશન અંગે પણ જેતે સમયે નિર્ણય લેવાનું નક્કી થયું છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે જામનગરમાંથી મળેલ દર્દી ઓમિક્રોન છે કે નહીં તે હજુ નક્કી નથી. તેમનું સેમ્પલ હાલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ આ વેરિએન્ટ છે કે નહીં તેનો ખ્યાલ આવશે. રિપોર્ટ આવ્યા બાદ એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ રિપોર્ટ 3 થી 4 દિવસમાં આવશે.

તેમણે જણાવ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સરકાર સતર્ક છે. એરપોર્ટ સહિત તમામ સ્થળોએ ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી વધારાઈ છે. તો દરેક જિલ્લામાં સર્વેલન્સ અધિકારીઓને આ મુદ્દે સૂચના અપાઈ છે. જિલ્લાઓમાં આઈસોલેશન માટે ત્રિ-સ્તરીય સુવિધા ઉભી કરવાની પણ વાત તેમણે કહી.

વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પણ તેમણે જણાવ્યું કે હાલ વાઈબ્રન્ટ ગુજરાતને લઈને યોજાનારા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. વાયબ્રન્ટમાં જે દેશોમાંથી ડેલિગેશન આવશે તેમના માટે કોઈ નિર્ણય નહીં હોવાની માહિતી બહાર આવી છે. તો ટેસ્ટિંગ અને આઈસોલેશન બાબતે જેતે સમયે નિર્ણય લેવાશે. તો કેન્દ્ર સરકારની ગાઈડલાઇનનું પાલન કરાતું હોવાનો રાજ્ય સરકારનો દાવો છે. અને કેન્દ્રની ગાઈડલાઇન મુજબ નિર્ણયો લેવાશે.

આ પણ વાંચો: Crime: એક મદરેસા શિક્ષક છ વર્ષની માસૂમ સાથે કરતો હતો અશ્લીલ હરકતો, માતાને વર્ણવી અપરાધીની કાળી કરતૂત

આ પણ વાંચો: Crime : ત્રણ વર્ષના દીકરાનું ગળું દબાવી માતાએ કરેલા આત્મહત્યા કેસમાં પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati