SURAT : વિશ્વ વિકલાંગ દિવસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી, સ્વચ્છતા મુદ્દે અધિકારીઓને ખખડાવ્યાં

World Disability Day :ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દિવ્યાંગો પ્રત્યે કરુણા, પ્રેમ અને સમાનતા કેળવીએતેમના જીવનને વધુ સુગમ બનાવવા પ્રતિબદ્ધ બનીએ.

SURAT :  વિશ્વ વિકલાંગ દિવસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરી, સ્વચ્છતા મુદ્દે અધિકારીઓને ખખડાવ્યાં
MoS Home Harsh Sanghvi in Surat

SURAT : આજે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ (World Disability Day) પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓના હસ્તે દિવ્યાંગોને વ્હીલચેરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અલબત્ત, આ અવસરે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા હર્ષ સંઘવીએ સિવિલ કેમ્પસમાં સફાઈ સહિતના મુદ્દે સત્તાધીશોને જાહેરમાં તતડાવી નાખ્યા હતા અને વહેલી તકે સફાઈ સહિતની સમસ્યાઓને દૂર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

વિશ્વ વિકલાંગ દિવસના અવસરે આજરોજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વ્હીલચેર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ટ્વીટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લખ્યું હતું,

“દિવ્યાંગો પ્રત્યે કરુણા, પ્રેમ અને સમાનતા કેળવીએતેમના જીવનને વધુ સુગમ બનાવવા પ્રતિબદ્ધ બનીએ” આજરોજ “વિશ્વ દિવ્યાંગ દિવસ” નિમિત્તે દિવ્યાંગજનોના સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી, સૌને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી, ત્યારે આ દિવ્યાંગો સાથે સમય વિતાવવાથી મન પ્રફુલ્લિત અને આનંદિત થયું.”

આ અવસરે કોર્પોરેટર વૃજેશ ઉનડકડ, દિપેન દેસાઈ અને સામાજીક અગ્રણી પ્રવિણ ભાલાળા સહિતનાઓની હાજરીમાં હર્ષ સંઘવીએ સિવિલના સત્તાધીશોનો ઉઘડો લઈ નાખ્યો હતો. સિવિલ કેમ્પસમાં અને હોસ્પિલમાં સફાઈ સહિત ઠેર – ઠેર તુટેલી ટાઈલ્સ સહિતની સમસ્યાઓ નજરે નિહાળીને હર્ષ સંઘવીનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.

ગરીબ અને જરૂરિયાત પરિવારો માટે આર્શીવાદ રૂપ સિવિલ હોસ્પિટલમાં સફાઈ સહિતના મુદ્દે ધરાર લાપરવાહી દાખવતાં સત્તાધીશોને મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાકિદના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે એક તબક્કે સિવિલના સત્તાધીશોમાં પણ સોપો પડી જવા પામ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું

આ પણ વાંચો : SURAT : ટ્રાફિકજામની સમસ્યા ઉભા કરતા શહેરના મસમોટા ટ્રાફિક આઇલેન્ડ નાના કરવાની શરૂઆત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati