AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિલ્લીમાં CJPના હિંસક વિરોધ પ્રદર્શનમાં 118 પોલીસકર્મીઓ ઘાયલ

પોલીસે જણાવ્યું હતું કે હિંસામાં 118 થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જેમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જેવા વરિષ્ઠ અધિકારીઓ તેમજ કેટલાક મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

Breaking News : દિલ્લીમાં CJPના હિંસક વિરોધ પ્રદર્શનમાં 118 પોલીસકર્મીઓ ઘાયલ
| Updated on: Jul 21, 2026 | 7:41 AM
Share

દિલ્લી પોલીસે જણાવ્યું કે, સોમવારના રોજ નવી દિલ્લી વિસ્તારમાં કોકરોચ જનતા પાર્ટીના ‘સંસદ ચલો’ વિરોધ માર્ચ હિંસક થવાના કારણે કેટલાક સીનિયર અધિકારીઓ સહિત 118થી વધારે પોલીસકર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ અંદાજે 70 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.આ આંકડા અને ઘટનાની વિગતો જાહેર કરતા, દિલ્લી પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ પર બેકાબૂ, આક્રમક અને હિંસક વર્તન કરવાનો અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનો, સરકારી વાહનો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો છે.

દિલ્લી પોલીસ આયુક્ત અનુરાગ કુમારે હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્ત જવાનો સાથે મુલાકાત કરી છે. તેમણે પોલીસકર્મચારીઓના હાલચાલ પુછ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસકર્મચારીઓ પોતાના જીવને જોખમમાં નાંખી કાનુન-વ્યવસ્થા બનાવી રાખે છે. પોલીસકર્મચારીઓની વર્દી પર લાગેલી દરેક ઈજા તેના કર્તવ્યના પ્રતિ સમર્પણનો પુરાવો છે. આ તેના સાહસ અને દેશ સેવાના બલિદાનનું પ્રતિક છે.

પોલીસ કર્મચારીઓ પર પથ્થર અને અન્ય વસ્તુઓથી હુમલો

નિવેદન અનુસાર પ્રદર્શનકારીઓએ પોલીસકર્મચારીઓ પર પથ્થર અને અન્ય વસ્તુઓથી હુમલો કર્યો છે. પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયત્ન કર્યો, તેમજ સરકારી ગાડીમાં તોડફોડ કરી, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને મોટાપ્રમાણે હિંસા કરી છે. આ કાનુન-વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને પોતાની કાનુની ડ્યુટી નિભાવી રહેલા પોલીસ કર્મચારીઓની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો થયો છે.

હિંસામાં 118થી વધારે પોલીસકર્મચારીઓ ઈજાગ્રસ્ત

પોલીસે જણાવ્યું કે, આ હિંસામાં 118થી વધારે પોલીસકર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમાં કમિશ્રનર ઓફ પોલીસ, જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ, એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ, ડિપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, એડિશનલ ડિપ્ટી કમિશ્નર ઓફ પોલીસ અને આસિસ્ટેન્ટ કમિશ્નર ઓફ પોલીસ જેવા સીનિયર અધિકારી અને કેટલીક મહિલા પોલીસકર્મી પણ સામેલ છે.

આશરે 70 વિરોધીઓની અટકાયત

પોલીસે અહેવાલ આપ્યો છે કે, આશરે 70 વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આશરે 70 વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે. યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.”

ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને દેશના બેરોજગાર યુવાનોએ કોકરોચ જનતા પાર્ટીના નામે મજાક સ્વરૂપે કટાક્ષ કરવા માટે સોશિયલ મીડિયા પર શરુઆત કરી હતી. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">