ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ અંગદાન અંગે જાગૃતિ લાવવા કરી આ પહેલ

|

Mar 31, 2022 | 5:57 PM

ગિફ્ટ અ લાઇફ લોકોને આ ઉમદા હેતુનો ભાગ બનવા અને તેમના અંગોનું દાન કરવાનું સંકલ્પ કરવા પ્રોત્સાહિત કરશે. ઘણીવાર એવું જોવા મળે છે કે દાતાએ તેમના જીવનકાળ દરમિયાન અંગો દાન કરવાનું સંકલ્પ કર્યો હોય તો પણ પરિવારના સભ્યો અંગોનું દાન કરવાનો ઇનકાર કરે છે. ત્યારે ગિફ્ટ અ લાઇફ કાઉન્સેલિંગ કરશે જેથી પરિવાર ના સભ્યો ખુશીથી દાતાના સંકલ્પને સમર્થન આપે છે. 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ અંગદાન અંગે જાગૃતિ લાવવા કરી આ પહેલ
Patwari Foundation Took Organ Donation Awarness Intiative

Follow us on

ગુજરાત(Gujarat)  અને દેશમાં અંગદાનની(Organ Donation)  જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને પ્રજાજનોને  શિક્ષિત કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ(Pathik Patwari)  નવી પહેલ કરી છે. જેમાં ગિફ્ટ અ લાઇફ પટવારી ચેરિટેબલ ફાઉન્ડેશનના માધ્યમથી લોકોને જાગૃત કરીને વધુમાં વધુ અંગદાન કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આ સંસ્થાના  સહ- સંસ્થાપક પથિક પટવારી અને પ્રાચી પટવારી છે. આ અંગે વધુ માહિતી આપતા પથિક પટવારીએ જણાવ્યું હતું કે સરકારી વ્યવસ્થાની વાત કરીએ તો ભારતમાં 300 હોસ્પિટલ ઓર્ગન ડોનેટ માટે આવેલી છે. જેમાં 148 હોસ્પિટલ Notto સાથે સંકળાયેલ છે. એટલે કે 48 લાખ ની વસ્તી પર 1 હોસ્પિટલ ભારતમાં ગણી શકાય. ત્યારે આ આંકડા પરથી પથિક પટવારીએ લોકોને આગળ આવવા અને અંગ દાન કરવા અપીલ કરી છે. જેના માટે પથિક પટવારીએ ગિફ્ટ અ લાઈફ નામે ફોર્મ ભરવાનું ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું છે જેમાં અંગ દાન કરનાર તેમના સહિત પરિવારજનની વિગત સહમતી સાથે ભરી શકે જેનાથી તેઓ અંગ દાન કરી શકે.

પટવારી દંપતીને એક નહીં પણ અનેક લોકોના જીવનમાં અંગદાન થકી સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ

ત્યારે ગિફ્ટ અ લાઈફના સભ્યોનું માનવું છે કે તેમની આ પહેલા રંગ લાવશે અને વધુમાં વધુ લોકો અંગ દાન તરફ વળી લોકોને નવું જીવન આપવામાં મદદરૂપ બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે કોવિડ મહામારીએ જીવન પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. જે સમય દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા તો કેટલાક લોકો અંગ દાન નહિ મળતા મોતને ભેટ્યા. આથી આ પટવારી દંપતીને એક નહીં પણ અનેક લોકોના જીવનમાં અંગદાન થકી સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ થયો અને તેથી તેમણે આ પહેલની શરૂઆત કરી છે. અને તે પણ પથિક પટવારીએ તેમના જન્મ દિવસ પર આ પહેલની શરૂઆત કરી જેથી તેમનો જન્મ દિવસ અલગ રીતે તો ઉજવી શકાય સાથે આ પહેલની શરૂઆત પણ યાદગાર બની રહે.

લોકો  અંગદાનની જરૂરિયાત પ્રત્યે  ખૂબ અસંવેદનશીલ

ભારત સરકારના નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) ની રચના સાથે અંગ દાનને ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ સંસ્થા ભારતમાં અંગ દાન ઈકોસિસ્ટમની સંભાળ લેતી સર્વોચ્ચ સંસ્થા છે. NOTTO એ પ્રાદેશિક અને રાજ્ય સ્તરે અંગ પ્રત્યારોપણની ગતિવિધિઓની કાળજી લેવા માટે R-OTTO અને S-OTTO ની રચના કરી છે. દેશનું વિકાસ હરણફાળ ભરી રહ્યું છે અને ભારત આર્થિક રીતે ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આપણે  2025 સુધીમાં USD 5 Tn ઇકોનોમી નો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ. પરંતુ કમનસીબે  હજુ પણ લોકો  અંગદાનની જરૂરિયાત પ્રત્યે ખૂબ અસંવેદનશીલ  છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

કાર્ડિએક રોગોને કારણે થેયલ મૃત્યુના કિસ્સામાં પેશીઓનું દાન કરી શકાય

ભારતમાં અંગદાન દર (ODR) માત્ર 0.35% છે. જો કે, સ્પેન માટે આ આંકડો 36%; ક્રોએશિયા માટે 35% અને યુએસએ માટે 27% છે. ODR પ્રતિ મિલિયન દાતાનું પ્રતિનિધિત્વ કરે છે.માત્ર બ્રેઈન-ડેડ દાતાઓના કિસ્સામાં જ અંગ દાન કરી શકાય છે. જો કે, કાર્ડિએક રોગોને કારણે થેયલ મૃત્યુના કિસ્સામાં પેશીઓનું દાન કરી શકાય છે. જે અંગોનું દાન કરી શકાય છે તેમાં હૃદય, ફેફસાં, લીવર, કિડની, સ્વાદુપિંડ, હાથનો સમાવેશ થાય છે અને પેશીઓ જે દાન કરી શકાય છે તેમાં કોર્નિયા (આંખો), ત્વચા, હાડકાં અને હૃદયના વાલ્વનો સમાવેશ થાય છે.

ખેલો ઈન્ડિયાની જેમ જ રાષ્ટ્રીય અભિયાન બનાવવું  જોઈએ

જો આપણે વસ્તીને આપણી શક્તિ તરીકે લઈએ તો ભારત અંગદાનમાં વૈશ્વિક સ્તરે અગ્રણી દેશ બનવાની ક્ષમતા ધરાવે છે. ગિફ્ટ અ લાઇફ આપણા પ્રજાજનોને અંગ દાન સંબંધિત કિંવદંતીઓ અને ખોટી માન્યતાઓ વિશે જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરશે. તેમજ ધાર્મિક ગુરુઓને અપીલ કરીશે કે તેઓ તેમના શિષ્યોને આ પહેલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે. અંગદાનને સ્વચ્છ ભારત અભિયાન અથવા ખેલો ઈન્ડિયાની જેમ જ રાષ્ટ્રીય અભિયાન બનાવવું  જોઈએ.

ગિફ્ટ અ લાઇફ લોકોને આ ઉમદા હેતુનો ભાગ બનવા અને તેમના અંગોનું દાન કરવાનું સંકલ્પ કરવા પ્રોત્સાહિત કરશે. ઘણીવાર એવું જોવા મળે છે કે દાતાએ તેમના જીવનકાળ દરમિયાન અંગો દાન કરવાનું સંકલ્પ કર્યો હોય તો પણ પરિવારના સભ્યો અંગોનું દાન કરવાનો ઇનકાર કરે છે. ત્યારે ગિફ્ટ અ લાઇફ કાઉન્સેલિંગ કરશે જેથી પરિવાર ના સભ્યો ખુશીથી દાતાના સંકલ્પને સમર્થન આપે છે.

આ પણ વાંચો :  Anand કૃષિ યુનિવર્સિટીએ આદિવાસી ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું

આ પણ વાંચો :  Surat : પોલીસ વિભાગની ડુપ્લીકેટ રસીદ બનાવી ઉઘરાણી કરતા બે લોકરક્ષક સામે ગુનો નોંધાયો

 

Next Article