AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પોલીસ વિભાગની ડુપ્લીકેટ રસીદ બનાવી ઉઘરાણી કરતા બે લોકરક્ષક સામે ગુનો નોંધાયો

લોકરક્ષક કનુભાઇ દિનેશભાઇ ભાટી એ લોકરક્ષક રમીજ અને લોકરક્ષક પ્રતાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે બંને સામે બોગસ દસ્તાવેજના આધારે ગુનો નોંધ્યો હતો. કાપોદ્રામાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.બી.બારોટને સોંપવામાં આવી છે.

Surat : પોલીસ વિભાગની ડુપ્લીકેટ રસીદ બનાવી ઉઘરાણી કરતા બે લોકરક્ષક સામે ગુનો નોંધાયો
Surat Kapodra Police Arrest Two Lokrakshak
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 31, 2022 | 4:09 PM
Share

સુરતના(Surat)કાપોદ્રાના હીરાબાગ પાસે બે લોકરક્ષકે (Lokrakshak)એક લકઝરી બસને અટકાવી હતી. તેઓએ લક્ઝરી બસના ડ્રાઈવરને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બંને લોકરક્ષકે ગેરકાયદે રીતે ડુપ્લીકેટ બનાવેલી(Duplicate receipt ) બુકમાંથી 1 હજાર રૂપિયાની રસીદ આપી પૈસા લઇ લીધા હતા. પરંતુ બાદમાં આખો મામલો સામે આવતા આખરે બંને લોકરક્ષક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે લોકરક્ષકમાં ફરજ બજાવતા રમીજ અનવરભાઇ અને પ્રતાપભાઇ લખુભાઇ હાલમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેમાં પ્રતાપ ડ્રાઈવર તરીકે અને રમીજ ઓપેરટર તરીકે ફરજ બજાવે છે. પરંતુ બંનેએ પોતાના અંગત ફાયદા માટે પોલીસની ડુપ્લીકેટ રસીદ બુક બનાવી લીધી હતી.

બસના માલિકને પણ રસીદ પર શંકા ગઇ હતી

કાપોદ્રામાં હીરાબાગ પાસે બંનેએ એક લકઝરી બસને અટકાવી હતી અને ડ્રાઈવરને 1 હજાર રૂપિયાની રસીદ આપી પૈસા લઇ લીધા હતા. આ રસીદ ડુપ્લીકેટ હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. ડ્રાઈવર 1 હજાર રૂપિયા ચૂકવી રસીદ લઈને નીકળી ગયો હતો. પરંતુ બાદમાં ડ્રાઈવરને શંકા જતા તેમણે રસીદ બસના માલિકને મોકલી હતી. બસના માલિકને પણ રસીદ પર શંકા જતા તેઓએ ખરાઈ કરવા અન્ય પોલીસ અધિકારીને રસીદ મોકલતા રસીદ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું.

કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી

જેથી આખરે આ મામલે લોકરક્ષક કનુભાઇ દિનેશભાઇ ભાટી એ લોકરક્ષક રમીજ અને લોકરક્ષક પ્રતાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે બંને સામે બોગસ દસ્તાવેજના આધારે ગુનો નોંધ્યો હતો. કાપોદ્રામાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.બી.બારોટને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :  Ahmedabad : ઓઢવ સામુહિક હત્યા કેસમાં ખુલ્યો રાઝ, પત્નીના અનૈતિક સંબંધોમાં હત્યાને આપ્યો અંજામ

આ પણ વાંચો :  Surat: 3 લુટારુ ચપ્પુ સાથે ઘરમાં ઘૂસ્યા, રણચંડી બનેલી યુવતીએ નાની બહેનને બચાવી લુટારાઓને ખદેડ્યા, એક શખશે ચપ્પુ મારતાં 24 ટાંકા આવ્યા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">