GTUએ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ DigiLocker પર કર્યા અપલોડ, આ રીતે કરો Download

કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહેશે. ડોક્યુમેન્ટ વેરીફિકેશન સંદર્ભે દેશ-વિદેશમાં અભ્યાસ અને નોકરી કરતાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે.

GTUએ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ DigiLocker પર કર્યા અપલોડ, આ રીતે કરો Download
GTU
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: May 30, 2021 | 7:08 PM

GTUએ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકર પર અપલોડ કર્યા છે. ડિપ્લોમાંથી લઈને પી.એચડી. સુધીના વિવિધ 40 કોર્સના સર્ટીફિકેટ અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં જીટીયુએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહેશે. ડોક્યુમેન્ટ વેરીફિકેશન સંદર્ભે દેશ-વિદેશમાં અભ્યાસ અને નોકરી કરતાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે.

દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના (UGC) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજીલોકર (DigiLocker)માં ડિગ્રી સર્ટી અપલોડ કરવા માટે દરેક શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
GTU has uploaded degree certificates of more than 7 lakh students on DigiLocker.

GTUએ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ DigiLocker પર અપલોડ કર્યા

જેના ઉપલક્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU) શૈક્ષણિક વર્ષ 2011થી 2020 સુધીના જુદાં-જુદાં 40 કોર્સના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના કુલ 7,07,041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકર પર અપલોડ કરનાર GTU રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. આ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહે , તે હેતુસર જીટીયુ હંમેશા કાર્યરત રહે છે.

જીટીયુ દ્વારા એન્જીનિયરીંગ , મેનેજમેન્ટ , ફાર્મસી , આર્કિટેક્ચર, કૉમ્પ્યુટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં જુદાં-જુદાં 40 કોર્સના 7,07,041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી જીટીયુ દ્વારા ડિજીલોકર પર અપલોડ કરવામાં આવ્યાં છે.

જેમાંથી ડિપ્લોમાના 2,53,184 , બેચલર ડિગ્રીના 3,36,876, માસ્ટર ડિગ્રીના 90,114 , હોટલ મેનેજમેન્ટના 200 , આર્કિટેક્ચરના 1,049 અને પી.એચડીના 269 વિદ્યાર્થીઓ સહિત અન્ય કોર્સના 25,369 ડિગ્રી સર્ટીફિકેટ્સનો સમાવેશ થાય છે.

જીટીયુના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તેમણે મેળવેલ ડિગ્રી સર્ટીફિકેટને પોતાની અનુકૂળતાએ ડાઉનલોડ કરી શકશે. નોકરીના સ્થળે ડૉક્યુમેન્ટ વેરીફિકેશનમાં પણ સરળતા રહશે. ડિજીલોકર આઈટી એક્ટ-2000 અંતર્ગત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હોવાના કારણોસર તેની ખરાઈ સંદર્ભે કોઈ પ્રશ્ન ઉદ્દભવશે નહીં.

આ ઉપરાંત ડિજીલોકરમાં ખોટી ડિગ્રીધારકના સર્ટીફિકેટ્સ અપલોડ નહીં થઈ શકે. જ્યારે અપલોડ કરેલા તમામ પ્રકારના સર્ટીફિકેટ્સનો યોગ્ય સંગ્રહ કરી શકાશે. વિદ્યાર્થી સરળતાથી ડોક્યુમેન્ટ શેર પણ કરી શકશે. વિદેશમાં ઉચ્ચતર અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને એડમિશન પૂર્વે તેમની ડિગ્રી સર્ટીનું યુનિવર્સિટીમાંથી હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવું પડતું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો વ્યય થતો હતો.

ડિજીલોકર પર અપલોડ કરવામાં આવેલા ડેટાના કારણે ટૂંકા ગાળામાં જ ડોક્યુમેન્ટનું ડિજીટલી વેરિફિકેશન કરી શકાશે. જેથી વિદ્યાર્થીનો સમય અને નાણાનો વ્યય થતાં પણ અટકાવી શકાશે. આમ જીટીયુએ બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને ખરા અર્થમાં ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું નામ ચરીતાર્થ કર્યું છે.

વિદ્યાર્થીઓ કેવી રીતે ડાઉનલોડ કરી શકશે?

સ્ટેપ 1- ડિજીલોકરમાં એકાઉન્ટ બનાવવું પડશે.

સ્ટેપ 2- ગેટ ધ ડૉક્યુમેન્ટ ફ્રોમ યુનિવર્સિટી પર ક્લિક કરવાનું રહશે.

સ્ટેપ 3 – ત્યારપછી એનરોલમેન્ટ નંબર અને પાસ થયેલ વર્ષ સિલેક્ટ કરવું.

સ્ટેપ 4 – ડાઉનલોડ.

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">