Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સરકારે HTAT શિક્ષક અંગે નિયમ બનાવાનું કહેતા અમદાવાદમાં યોજાઈ સભા, સભામાં તૈયાર કરેલ ડ્રાફ્ટ કાલે સરકારમાં કરાશે રજુ

શિક્ષણ વિભાગના પત્ર દ્વારા 7 ઓગસ્ટ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પાસે મુખ્ય શિક્ષક (HTAT) માટે બદલીના નિયમ બનાવવા સૂચન માંગવામાં આવ્યા હતા. જેને લઈ રાજ્યના મુખ્ય શિક્ષકોની જનરલ મહાસભા અમદાવાદ ખાતે યોજાઈ.

Ahmedabad: સરકારે HTAT શિક્ષક અંગે નિયમ બનાવાનું કહેતા અમદાવાદમાં યોજાઈ સભા, સભામાં તૈયાર કરેલ ડ્રાફ્ટ કાલે સરકારમાં કરાશે રજુ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 13, 2023 | 5:26 PM

અમદાવાદમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધના આયોજનથી ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષકોની (HTAT) જનરલ મહાસભા યોજાઈ. જેમાં ઉપસ્થિત તમામ મુખ્ય શિક્ષક (HTAT) મિત્રો દ્વારા મુખ્ય શિક્ષક (HTAT) કેડર માટેની કેટલીક બાબતો સર્વાનુંમતે નક્કી થઇ તે તમામ સૂચનો ખૂબ ચર્ચા અને મંથનના અંતે આધાર પુરાવા અને સંદર્ભપત્રોના અભ્યાસ અને કોર્ટના ચુકાદા SCA 22752 20/10/2022 ના આધારે નક્કી કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગના પત્ર દ્વારા 7 ઓગસ્ટ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પાસે મુખ્ય શિક્ષક (HTAT) માટે બદલીના નિયમ બનાવવા સૂચન માંગવામાં આવ્યા હતા. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ થકી તેના પત્ર દ્વારા શિક્ષણ વિભાગમાં આ નક્કી થયેલા સુચનો આપવામાં આજે એસ જી હાઇવે પર આવેલ ડો. બાબસાહેબ આંબેડકર યુનિવર્સીટી ખાતે સભા બોલાવવામાં આવી.

આ સભામાં ગુજરાતભર માંથી મોટી સંખ્યામાં HTAT ના શિક્ષકો હાજર રહ્યા હતા. જે સભામાં શિક્ષકોની માંગ પર ચર્ચા કરવામાં આવી. જે ચર્ચામાં મુખ્ય માંગ HTAT શિક્ષકને શિક્ષક માં કે વહીવટીમાં લેવા. 12 વર્ષથી બદલીઓ થઈ નથી જે બદલીમાં વતનના જિલ્લામાં થાય, તેમજ પગાર ધોરણ પણ સુધારવામાં આવે તે મુખ્ય માંગ સાથે 10 થી વધુ મુદા પર એક કાચું ડ્રાફ્ટ બનાવી સભામાં રજૂ કરાયુ. જે ડ્રાફ્ટ પર ચર્ચા કરી અન્ય મુદા ઉમેરવામાં આવ્યા. તેના પર ચર્ચા કરવામાં આવી. જે ચર્ચા બાદ આજે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી સોમવારે ડ્રાફ્ટ સરકારમાં શિક્ષણ વિભાગમાં આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

મહત્વનુ છે કે આ તમામ અંગે આયોજક સંઘને ખાતરી છે કે સરકાર તેમની માંગ પર ધ્યાન આપી. તે આધારે જ HTAT શિક્ષક માટે નવા નિયમ તેમના હિતમાં લાવશે. મહત્વનું છે કે અગાઉ પણ HTAT શિક્ષકોની સભાઓ મળી ચુકી છે પણ તેમાં કઈ નિષ્કર્ષ નથી આવ્યો. ત્યારે તે તમામને આશા છે કે આ સભા બાદ બદલી અને અન્ય મુદ્દે કાયમી નિવેડો આવે HTAT શિક્ષકના હિત ધારક નિયમ બનશે.

એટલું જ નહીં પણ સભામાં આવનાર HTAT શિક્ષક પાસે સભામાં નક્કી કરવામાં આવેલ તેઓનું સમતિપત્ર પર સહી પણ લેવામાં આવી હતી. જેમાં નીચે સહી કરનાર મુખ્ય શિક્ષક (HTAT) ની અમારી આ પ્રમાણેની માગણી છે તે ધ્યાને લઇ ઝડપથી (HTAT) કેડર માટેના લાભ આપવામાં આવે એવી નમ્રતા સાથે આગ્રહભરી વિનંતી કરતા પત્ર પર HTAT શિક્ષકોની સંમતિ લેવામાં આવી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત રાજ્ય અને મુખ્ય ક્ષશિક (HTAT) શૈક્ષિક મહાસંઘ – ગુજરાત એ HTAT મુખ્ય શિક્ષકોની બદલી માટે સરકારે માંગેલ સૂચનો માટેનો ડ્રાફ્ટના મુદા

  • મુખ્ય ત્રણ મુદા

1). સંખ્યાના બાધ વગર ધોરણ 1 થી 8 ની તમામ શાળામાં HTAT મુખ્ય શિક્ષકનું મહેકમ ઉભું કરવું.

-સંદર્ભ:  RTE 2012 મા પ્રકરણ 4 ની કલમ 17(3)(ખ) અને પ્રકરણ નંબર-2 (5)(3) મુજબ 1 થી 5 મા અને 6 થી 8 માં અલગપણે મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ છે પરંતુ આપને ધોરણ 1 થી 8 ની શાળામાં મુખ્ય ક્ષશિક (HTAT) ની માંગણી કરીએ છીએ.

2). મુખ્ય શિક્ષક (HTAT) ની કેડર ને વહીવટી કેડર ગણવી

-સંદર્ભ: વર્ષ 2011 ના રીક્રુટમેન્ટ રૂલ્સ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના તા-20/10/2022 ચુકાદા મુજબ તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક :૧૧-૨૦૧૨-૩૧૪૬૬૮-ક મુજબ અમલવારી કરવી એમ સુચન કરવામાં આવેલ છે.

3). નીચેના ફેરફાર સાથે શિક્ષકોની જેમ માંગણીથી બદલીની જોગવાઈ કરવી

– મુખ્ય શિક્ષક (HTAT) સામે મુખ્ય શિક્ષક (HTAT) અરસ પરસ બદલી, બઢતી કે સીધી ભરતી બાધ વગર – સિનીયોરીટી માટે ખાતામાં દાખલ તારીખ ધ્યાને લેવી. – શિક્ષક તરીકે જીલ્લા ફેર માટે કરેલ અરજી મુખ્ય શિક્ષક (HTAT) માટે તબદિલ કરીએ તારીખથી અસરમાં લેવી – શાળામાં મુખ્ય શિક્ષક (HTAT) શાળાનું માથું છે તો માધ્યમિક શાળાના આચાર્યની જેમ વધ ન પડે તેમ કરવું. (નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ 2019 નો બદલીનો પરિપત્ર રદ કરેલ છે) – તમામ બદલી કેમ્પમાં 100% જગ્યા બતાવવી – ઝડપથી બદલીના નિયમ બનાવી જીલ્લા આંતરિક અને જીલ્લા ફેરના ઓનલાઈન કેમ્પ સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કરવામાં આવે – ઉપર મુજબના સૂચનો ધ્યાને લઇ તા-11/05/2023 ના શિક્ષકોના બદલીના નિયમો (વધના બાધ સિવાય) લાગુ કરવામાં આવે

સંદર્ભ: તા-27/8/2012ના શિક્ષણ વિભાગના ઠરાવના મુદ્દા ક્રમાંક-4 મુજબ વિભાગ સામાન્ય વહીવટ વિભાગના તા-25/11/2005 ના ઠરાવ ક્રમાંક ટીઆરએફ -૧૦૯૮/૧૪૩૨/ગ.૨ ને ધ્યાનમાં લેવું એવું નામદાર હાઇકોર્ટ દ્વારા પણ સુચન આપવામાં આવેલ છે.(જેમાં ભાગ-4(3) ધ્યાને લેવું.

આ પણ વાંચો : 19 સભ્યોની કમિટી NCERTના નવા પુસ્તકો કરશે તૈયાર, સુધા મૂર્તિ અને શંકર મહાદેવન 12મી સુધીનો અભ્યાસક્રમ બનાવશે

ભવિષ્યમાં કરવાની થતી અન્ય પેટા માંગણીઓ

HTAT મુખ્ય શિક્ષક પરામર્શ બેઠકમા નક્કી થયેલ બઢતી બદલી માટેની માંગણીનો ડ્રાફ્ટ

  1. HTAT મુખ્ય ક્ષશિક વર્ગ-3 માં બઢતી માટેની જગ્યાઓ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સંવર્ગમાંથી ભરવા જોગવાઈ કરવામાં આવેલ, પરંતુ અગાઉથી સરકારી સેવામાં ફરજ બજાવતા શિક્ષકને ઉપલી કેડરમાં બઢતીના લાભ સંદર્ભમાં મુખ્ય શિક્ષકની જગ્યાની બઢતીના આધારે પગાર બાંધણી બાબતે (પ્રમોશનના લાભ રૂપે) જે તારીખથી ફરજ સંભાળી લીધી છે, તે નિમણૂકની તારીખથી બઢતી મેળવેલ તમામ કર્મચારીને 1 નોશનલ ઇજાફો આપવામાં આવે.
  2. 21/01/2021 ના જાહેરનામાથી બઢતીની જગ્યાઓ માટે નિમણૂક. રેશિયોમાં વિસંગતતા છે. જે બઢતીથી 25% અને સીધી ભરતીથી 75% નક્કી કરેલ છે. જે અગાઉથી આ ખાતામાં કામ કરતાં કર્મચારીઓ માટે અન્યાય રૂપ હોઇ આથી અગાઉની જેમ જ બઢતી અને સીધી ભરતીથી 75% -25% (3:1)મુજબ કરવામાં આવે. જેનાથી આ વિભાગમાં કામ કરતા આચાર્યને અને શિક્ષકને બઢતીનો ફાયદો મળી શકે.
  3. HTAT આચાર્ય કેડરમાં ફરજ બજાવતા તમામ (બઢતી – સીધી ભરતીના) કર્મચારીઓને ( 5 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા) જરૂરી (સેમી ડાયરેકટ) પરીક્ષા પાસ કરીને શિક્ષણ વિભાગની ઉપલી કેળવણી નિરીક્ષણ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અઘીકારીની કેડર માટે મેરીટના ધોરણે બઢતી અને નિમણૂક માટે યોગ્યતા આપવામાં આવે.
  4. HTAT આચાર્યની ઉપલી કેડરમાં વધારાની અને વિસ્તૃત જવાબદારી ઓ સમાવેશ થયેલી હોય આચાર્ય એલાઉન્સ મંજૂર કરવામાં આવે
  5. તારીખ 27.8.2012 ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ઠરાવથી સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી આવેલા મુખ્ય શિક્ષક તરીકે નીમણૂક પામનાર મુખ્ય શિક્ષકોના પગાર અને નોકરીના લાભો વગેરે સેવા તમામ હેતુસર સરકારના 2022ના નવા પરીપત્ર અનુસાર સળંગ નોકરીનો લાભ આપી બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક જેવા તમામ લાભો આપવામાં આવે
  6. આ ઉપરાંત જે બઢતી મેળવેલ HTAT આચાર્ય સ્વેચ્છાએ પોતાની કેડરમાંથી પ્રાથમિકઅને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે પરત જવા માંગતા હોય તો તેમને પરત જવા માટેનો અંતિમ વિકલ્પ આપવામાં આવે.
  7. બઢતી અને સીધી ભરતી થી નિમણૂક મેળવેલ HTATને SI (સ્કુલ ઇન્સ્પેકટર ) ની જેમ પરીક્ષા પાસ કરી BRC વગેરે અન્ય નવી કેડરમાં જવા માટે તક અને વિકલ્પ આપવામાં આવે.
  8. HTAT આચાર્ય વાળી તમામ શાળાઓમાં તેમજ પગાર કેન્દ્રની તમામ શાળાઓમાં (સંખ્યાના બાધ સિવાય) પ્રવાસી કે હંગામી ધોરણે 1 ક્લાર્ક અથવા કોમ્પ્યુટર ઓપરેટર /શાળા સહાયકની નિમણૂક કરવામાં આવે.
  9. HTAT મુખ્ય શિક્ષક વર્ગ-3 નોકરી, પગાર, વગેરની સર્વિસ બુકમાં નોંધ, નિયુક્તિ, રજા, ઇજાફા , બદલી , નિવૃત્તિ ,પેન્શન, સેવા, શિસ્ત વગેરે તમામ ને લગતા સામાન્ય નીતિ નિયમો બહાર પાડવામાં આવે જેનાથી સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં એકરાગીતા રહે.
  10. વર્ષ 1960 પછી બિટ રિવાઈઝ થયેલ નથી તો સત્વરે બિટ રિવાઈઝ કરવામાં આવે.
  11. સળંગ નોકરી ગણી 10,20,30 ના ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે.
  12. વર્ષ 2012 થી વહીવટી કેડર મુજબ જ્યાં સુધી શૈક્ષણિક કેડર ગણવામાં આવી ત્યાં સુધીની નોન વેકેશનલની પ્રાપ્ત 30 રજા સર્વિસ બુકમાં જમા કરવામાં આવે.
  13. HTAT માથી પરત ગયેલા મુખ્ય શિક્ષકોને ઉચ્ચતરના તથા અન્ય મળવા પાત્ર તમામ લાભ આપવામાં આવે.

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
g clip-path="url(#clip0_868_265)">