અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોનાના(Corona) વધતા કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે રોગચાળો વકર્યો છે. જેમાં નિરોગી શિયાળામાં પણ મચ્છરજન્ય રોગચાળો( Epidemic) બેકાબૂ બન્યો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં સાત ગણો અને ચિકનગુનિયાના કેસોમાં બમણો વધારો જોવા મળ્યો છે. તેમજ હાલ વકરી રહેલા મચ્છરજન્ય રોગચાળાના પગલે શહેરની સરકારી હોસ્પિટલો અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જો રોગચાળાના આંકડા પર નજર કરીએ વર્ષ 2020માં ડેન્ગ્યુના 432 કેસ નોંધાયા હતા, જેની સામે 2021માં ડેન્ગ્યુના 3036 કેસો નોંધાયા છે. જયારે વર્ષ 2020માં ચિકનગુનિયાના 923 કેસો નોંધાયા હતા, જેની સામે 2021માં 1677 કેસો નોંધાયા છે.
હવે જ્યારે એક તરફ રોગચાળો બેફામ બન્યો છે, તો બીજી તરફ ક્લિનીક અને સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં OPD બહાર સવાર-સાંજ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.રોગચાળાએ ભરડો લેતા અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.
જો કે તંત્રનો દાવો છે કે, રોગચાળા પર કાબૂ મેળવવા દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી શરૂ કરાઇ છે.આ ઉપરાંત હેલ્થ વિભાગની 300 ટીમ શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રિડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદમાં ડેન્ગ્યુના કેસો સૌથી વધારે દક્ષિણઝોનમાં જોવા મળ્યા છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયેલા ચિકનગુનિયાના કેસ અન્ય કેટલાક ઝોનની સરખામણીએ 3થી 4 ગણા વધારે છે. ડેન્ગ્યુના કેસની વાત કરીએ તો પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં તેની સંખ્યા સૌથી વધારે છે જ્યારે ચિકનગુનિયાના કેસ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં સૌથી વધારે નોંધાયા છે.
ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ
ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ છે જે વાયરસને કારણે થાય છે. મચ્છરોના કારણે આ બીમારી ફેલાય છે. આ મચ્છરને Aedes Mosquito, Aedes Aegypti કહેવામાં આવે છે. આ મચ્છર દિવસ દરમિયાન પણ કરડે છે.
ચિકનગુનિયા શું છે અને તે ફેલાવવાનું કારણ શું?
ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. એડીસ નામનો આ વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જ્યારે ચિકનગુનિયાથી પીડિત વ્યક્તિને મચ્છર કરડે અને પછી તે જ મચ્છર અન્ય વ્યક્તિને કરડે ત્યારે આ આલ્ફા વાયરસ તે મચ્છર દ્વારા બીજામાં ફેલાય છે. અને તે વ્યક્તિ પણ ચિકનગુનિયાથી પીડિત બને છે. માદા મચ્છર Aedes Aegypti અને Aedes Albopictus એ મચ્છરની મુખ્ય પ્રજાતિ છે જે રોગ ફેલાવે છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદની મુલાકાતે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં રહેશે ઉપસ્થિત
Published On - 6:39 pm, Wed, 15 December 21