ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત

|

Oct 29, 2021 | 5:54 PM

Food Sefty On Wheel :કોઈ પણ વ્યક્તિ ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરીનો ટોલ ફ્રી નંબર છે - 1800 233 55 00 પર કોલ કરી શકે છે.

ઘરે બેઠા દૂધ, મિઠાઇ, ફરસાણ, ચાંદીના વરખમાં ભેળસેળ કેવી રીતે ચકાસવી, જાણો આ સરળ રીત
Check for contamination in sweets by Food Safety on Wheel Laboratory

Follow us on

AHMEDABAD : તહેવારની સીઝન સાથે મીઠાઈ, માવા અને ફરસાણની પણ સીઝન આવે છે. ઘણા લોકો પરંપરાગત રીતે ઘરે મીઠાઈઓ બનાવે છે અને ઘણા લોકો બજારમાંથી મીઠાઈ, માવા અને ફરસાણ ખરીદે છે. બજારમાંથી ખરીદેલી ઘણી વસ્તુમાં ભેળસેળની આશંકા હોય છે. ઘણા વેપારીઓ મીઠાઈ, માવા અને ફરસાણમાં ભેળસેળ કરે છે, જે નાગરીકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે. હવે આ બાબતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ છે કે નહી તે કેવી રીતે ચકાસવી? આ પ્રશ્નનો જવાબ છે ફૂડ સેફટી ઓન વ્હીલ. (Food Sefty On Wheel)

દૂધ, મિઠાઇ, ફરસાણ વગરે ખાદ્યવસ્તુઓમાં ભેળસેળ છે કે નહી તેની તપાસ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and drug regulations division)એ નાગરીકોની સુવિધા માટે ફૂડ સેફટી ઓન વ્હીલ. (Food Sefty On Wheel) લેબોરેટરી શરૂ કરી છે. જેના દ્વારા નાગરીકો ઘરે બેઠા ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ ચકાસી શકે છે.

ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરી
આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દીપિકાબહેને કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરી દ્વારા જે તે સ્થળ પર જઈને જ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ છે કે નહિ તે ચકાસી શકાય છે. નાગરીકો પોતાની સોસાયટીમાં અથવા સીધા વેપારીની દુકાને જ બોલાવી શકે છે. આ માટે કોઈ પણ વ્યક્તિ ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરીનો ટોલ ફ્રી નંબર છે – 1800 233 55 00 પર કોલ કરી શકે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કેવી રીતે કામ કરે છે ફૂડ સેફટી ઓન વ્હીલ લેબોરેટરી?
આ ફૂડ સેફટી ઓન વ્હીલ મોબાઇલ લેબોરેટરી દૂધ, માવો, મીઠાઈ, મસાલા, તેલ, મીઠું અને ફરસાણ સહીતની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ તેમજ ચાંદીનો વરખ પણ અસલી છે કે નકલી તે ચકાસી શકાય છે. આ ખાદ્ય પદાર્થો પણ ખાસ પ્રકારનું કેમિકલ છાંટવામાં આવે છે, જો આ ખાદ્યપદાર્થ ભેળસેળ વાળા હશે તો તેનો રંગ બદલાઈ જશે. આવી જ રીતે દૂધમાં ખાસ પ્રકારના કેમિકલને ભેળવીને દૂધમાં ભેળસેળ છે કે નહી તે ચકાસી શકાય છે.

વર્ષના 15,000 સેમ્પલની ચકાસણી
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દીપિકાબહેને કહ્યું કે તેમના વિભાગમાં 279 જેટલા ફૂડ સેફટી ઓફિસરો છે. સમગ્ર વર્ષ દરમિયાન આ ઓફિસરો દરેક જિલ્લા, શહેર અને ગામડાઓમાં જઈને સેમ્પલ કલેક્ટ કરે છે અને ચકાસણી માટે મોકલે છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વર્ષના લગભગ 15,000થી વધુ સેમ્પલની ચકાસણી કરવામાં આવે છે, જેમાંથી 7 થી 8 ટકામાં ભેળસેળ મળે છે.

આ પણ વાંચો : Gujarat : દસ સિનિયર IAS અધિકારીઓની બદલી, જાણો કયાં અધિકારીઓને કયો ચાર્જ સોંપાયો

આ પણ વાંચો : સુરત : માનહાનિના કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહ્યાં રાહુલ ગાંધી, કોર્ટમાં લખાવ્યું નિવેદન

Next Article