સુરત : માનહાનિના કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહ્યાં રાહુલ ગાંધી, કોર્ટમાં લખાવ્યું નિવેદન

સુરત : માનહાનિના કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહ્યાં રાહુલ ગાંધી, કોર્ટમાં લખાવ્યું નિવેદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 4:58 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થવા આવ્યાં હતા. સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતુ.

સુરતમાં મુખ્ય બે સ્થળ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ દ્વારા એસવીએનઆઈટી સર્કલ અને પૂજા અભિષેક ટાવર પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત રસ્તા પર ઊભા રહીને કાફલાનું સ્વાગત કરાયું હતું તેમજ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની ટીમ દ્વારા એરપોર્ટથી એસવીએનઆઈટી સુધી બે પોઇન્ટ બનાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થવા આવ્યાં હતા. સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતુ. એરપોર્ટથી રાહુલ ગાંધી કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટ રૂમમાં રાહુલ ગાંધીનું શાહેદોનાં નિવેદન પર વધારાનું નિવેદન લેવાયું હતું. રાહુલ ગાંધીએ કોર્ટને સ્ટેટમેન્ટમાં તમામ સવાલો અને પુરાવા અંગેના પ્રશ્નોમાં માત્ર એટલું જ કહ્યું કે હું કંઈ જાણતો નથી. જ્યારે કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમારા સમાજના 13 કરોડ લોકો દેશભરમાં વસવાટ કરે છે. એ દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું, જેથી આ માનહાનિનો કેસ કર્યો છે.

આ મામલે પૂર્ણેશ મોદીના વકીલ પી.વી. રાઠોડએ જણાવ્યું હતું કે બે શાહેદોની 25મીએ જુબાની પૂર્ણ થઈ હતી, જેમાં વીડિયો રેકોર્ડિંગ કરનાર પ્રકાશ અને શિવ સ્વામીની જુબાની પૂર્ણ થઈ હતી. આ શાહેદોની જુબાની અંતર્ગત કોર્ટે વધારાના નિવેદન માટે રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું હતું કે હું આ રેકોર્ડિંગ અને તેને લગતી બાબતો વિશે કશું જ જાણતો નથી. આવતીકાલે આ કેસમાં વધુ એક સાહેદને બોલાવવાની અરજી પર સુનાવણી થશે.

 

g clip-path="url(#clip0_868_265)">