Breaking News : અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત
અમદાવાદ શહેરમાં આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે અને ત્રણ અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ત્રણથી વધુ મહિલા કોઇ કારણોસર બેભાન થઇ ગઇ હતી. જેમાંથી એકનું મોત થયુ છે.

અમદાવાદ શહેરમાં આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કર્મચારીનું મોત નિપજ્યું છે અને ત્રણ અન્ય વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ત્રણથી વધુ મહિલા કોઇ કારણોસર બેભાન થઇ ગઇ હતી. જેમાંથી એકનું મોત થયુ છે.
ઘટનાનું વણસતું રુપ
સૂત્રોના જણાવ્યા મુજબ, કેડિલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલાઓ અચાનક બેભાન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ઈલાજ દરમિયાન વર્ષાબેન રાજપુત નામની એક મહિલાનું દુખદ અવસાન થયું છે, જ્યારે બાકી બે મહિલાઓ અને એક પુરુષની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકના પરિવારજનોનો વિરોધ
વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.
કંપની પર સવાલો – મૌન કેમ?
આ ઘટનાને લઈને ઘણી શંકાઓ ઊભી થઈ છે. મહિલાઓના અચાનક બેભાન થવાનું કારણ હજી અકબંધ છે. પરિવારજનોએ કંપનીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કંપની આ મુદ્દે મૌન ધારણ કરી રહી છે. દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેના માટે કોણ જવાબદાર છે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તપાસ શરૂ – ન્યાયની અપેક્ષા
હાલમાં પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, કંપનીના સુરક્ષાકર્મીઓ અને ત્યાં કામ કરતા અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને કંપની વચ્ચે તણાવજનક સ્થિતિ છે, અને જ્યાં સુધી સત્ય બહાર આવશે નહીં, પરિવારજનોએ આ મુદ્દે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો