Ahmedabad: આવી આવી મેટ્રો આવી રે ઓ અમદાવાદી, જિંદગીમાં ઝડપ લાવી રે ઓ અમદાવાદી, ગુજરાતી કલાકારે ખાસ ગીત બનાવીને મેટ્રોની વિશેષતા જણાવી, જુઓ વીડિયો

|

Sep 30, 2022 | 7:48 AM

અરવિંદ વેગડાના આ ગીતમાં મેટ્રો રૂટની માહિતી અને વિશેષતા પણ વણી લેવામાં આવી છે. વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જઈએ તો મુસાફરીમાં 55 મિનિટનો સમય લાગે અને રિક્ષા કે કેબમાં 325 રૂપિયા જેટલું ભાડું થાય તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા ભાડું થશે અને સમય 35 મિનિટ જેટલો જ થશે.

Ahmedabad:  આવી આવી મેટ્રો આવી રે ઓ અમદાવાદી, જિંદગીમાં ઝડપ લાવી રે ઓ અમદાવાદી, ગુજરાતી કલાકારે ખાસ ગીત બનાવીને મેટ્રોની વિશેષતા જણાવી, જુઓ વીડિયો
આજથી અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેન સેવા શરૂ

Follow us on

વડાપ્રધાન મોદી (Pm  Narendra Modi) અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી કલાકારે અનોખી રીતે મેટ્રોને આવકાર આપ્યો છે. ગાયક અરવિંદ વેગડાએ  (Arvind vegda) મેટ્રો ઉપર કર્ણપ્રિય ગીત બનાવ્યું છે અને આ  ગીતના શબ્દો દ્વારા તેમણે અમદાવાદ મેટ્રોનો સંગીતમય પરિચય આપ્યો છે. અરવિંદ વેગડાના આ ગીતમાં મેટ્રો રૂટની માહિતી પણ વણી લેવામાં આવી છે. આ ગીત સાંભળીને તમારું મન મેટ્રોમાં બેસવા માટે થનગની ઉઠશે.

 

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

આજથી અમદાવાદ મેટ્રોનું  વિધિવત લોકાર્પણ  વડાપ્રધાન મોદી  દ્વારા કરવામાં આવશે અને અમદાવાદીઓ  નજીવા ટીકીટ દર ચૂકવીને અમદાવાદ મેટ્રોની સેવાનો લાભ લઈ શકશે.   પૂરપાટ ગતિએ જતી મેટ્રોની મુસાફરીમાં સમય અને નાણા બંનેની  બચત થશે.  વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. CCTVની સુવિધા તેમજ સુરક્ષા માટે પોલીસ જવાનો સ્ટેશનો ઉપર તૈનાત હશે. મેટ્રોના બંને કોરિડોરમાં ટ્રાયલ રન પણ લઈ લેવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન માટેની CMRSની (Commissioner of Metro Rail Safety )પૂર્ણત મંજૂરી માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

40 કિલોમીટરના રૂટ પર દોડશે 32 મેટ્રો ટ્રેન

મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી 21 કિલોમીટર જ્યારે વાસણા APMCથી મોટેરા સુધીનો રૂટ 18.89 કિલોમીટરનો છે.. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે. દરેક સ્ટેશને મેટ્રો ટ્રેન 30 સેકન્ડ રોકાશે તેમજ જૂની હાઈકોર્ટ પાસેથી આગળ જવા માટે મેટ્રોનો રૂટ બદલી શકાશે.

મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે

પ્રથમ સપ્તાહમાં થલતેથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. મેટ્રો પરિવહન મુસાફરી માટે શહેરીજનો માટે એક સસ્તો અને ઝડપી વિકલ્પ બની રહેશે. વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જઈએ તો 55 મિનિટનો સમય લાગે અને રિક્ષા કે કેબમાં 325 રૂપિયાથી માંડીને 360 રૂપિયા ભાડું થાય. તેની સામે મેટ્રોમાં માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે અને ભાડું પણ માત્ર 25 રૂપિયા થશે. તે જ રીતે એપીએમસીથી મોટેરા સુધી જવા માટે કેબમાં 320 રૂપિયાનું ભાડું થાય જ્યારે રિક્ષામાં 246 રૂપિયા આપવા પડે તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે.

મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે

21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે.

 

વિથ ઇનપુટ ક્રેડિટ: સચિન પાટીલ, અમદાવાદ Tv9

Published On - 7:47 am, Fri, 30 September 22

Next Article