Ahmedabad : સાયન્સ સિટી ખાતે 27 જાન્યુઆરીથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ યોજાશે

Ahmedabad News : ગલ્ફ દેશોની સાથે ભારતના તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ઉત્સવ માટે સાયન્સ સિટીમાં એકસાથે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં પોતાની વૈજ્ઞાનિક શોધને રજૂ કરશે.

Ahmedabad : સાયન્સ સિટી ખાતે 27 જાન્યુઆરીથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ યોજાશે
સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ યોજાશે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 25, 2023 | 6:21 PM

ગુજરાત સાયન્સ સિટી ખાતે 27 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર દ્વારા સમર્થિત અને પ્રેરિત છે અને ગુજરાત સાયન્સ સિટી અને SAL એજ્યુકેશન કેમ્પસ, અમદાવાદ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત છે. ગુજરાતને ચોથી વખત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની યજમાની કરવાનો લહાવો મળશે.

ગલ્ફ દેશોની સાથે ભારતના તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ઉત્સવ માટે સાયન્સ સિટીમાં એકસાથે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં પોતાની વૈજ્ઞાનિક શોધને રજૂ કરશે. નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC), 10 થી 17 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના શિક્ષણ માટેનો મુખ્ય કાર્યક્રમ બની રહેશે.

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના 30મા અધિવેશનની ફોકલ થીમ ‘Understanding Eco System For Health & Well Being’ એટલે કે, ‘આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ’ રખાઇ છે. આ થીમ પર વિવિધ રાજ્યોમાં જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓએ કમિટી સામે પોતાના પ્રોજેક્ટ્સ રજુ કર્યા હતા. આ દ્વારા પસંદગી પામેલ રાજ્ય કક્ષાની અને ગલ્ફ કન્ટ્રીઝની ટીમો આ પાંચ દિવસ દરમિયાન પોતપોતાના રાજ્યોનું-દેશોનું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રોજેક્ટ્સને રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ગુજકોસ્ટ દ્વારા શાળા કક્ષાએથી તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધીના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમની કમાન સંભાળીને દૂરના વિસ્તારમાં રહેતા હોશિયાર વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા 22 થી 24 ડિસેમ્બર દરમિયાન 30માં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગુજરાત સાયન્સ સાયન્સ સિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સંબંધિત મૂલ્યાંકનકારોએ તેમની સમક્ષ કરાયેલી તમામ રજૂઆતોનું વિવેચનાત્મક વિશ્લેષણ કર્યું હતું અને જાન્યુઆરી, 2023માં યોજાનાર રાષ્ટ્રીય સ્તરના NCSC કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કુલ 26 ટીમો અને ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ માટે 2 ટીમો પસંદ કરી હતી.

ગુજકોસ્ટ દ્વારા 27 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન આયોજિત આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં વિવિધ રાજ્યોના 658 બાળ વૈજ્ઞાનિકો, 203 ગાઈડ શિક્ષકો અને 92 સંયોજકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં 17 NAC સભ્યો, 70 જ્યુરી સભ્યો, 15 સંસાધન વ્યક્તિઓ, ભારત સરકારના અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં 1400 થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. તેમજ ગલ્ફ દેશોના 18 સ્પર્ધકો તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરશે.

5 દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટની પ્રસ્તુતિઓ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશેષ વાર્તાલાપ, ઇન્ટરેક્ટિવ સત્રો, વર્કશોપ, સાયન્સ સિટીની વિવિધ વિષયોની ગેલેરીઓની મુલાકાત સહિતની અસંખ્ય પ્રવૃત્તિઓ યોજાશે. આ ઉપરાંત SAL Education Campusમાં પોસ્ટર પ્રેઝેન્ટેશન કાર્યક્રમ યોજાશે. આ સિવાય ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાશે.

Latest News Updates

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
g clip-path="url(#clip0_868_265)">