Video : ભારે વિરોધ વચ્ચે ગુજરાતના મોટા શહેરોમાં ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ, મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલ બહાર પોલીસની ચુસ્ત સુરક્ષા

અમદાવાદ (Ahmedabad), રાજકોટ, સુરત સહિતના શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ત્રણેય મહાનગરોમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલ બહાર પોલીસની ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

Video : ભારે વિરોધ વચ્ચે ગુજરાતના મોટા શહેરોમાં 'પઠાણ' ફિલ્મ રિલીઝ, મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલ બહાર પોલીસની ચુસ્ત સુરક્ષા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 2:02 PM

ઘણા વિવાદો અને ભારે વિરોધ બાદ અંતે બોલીવુડ ફિલ્મ પઠાણ ગુજરાતમાં વિવિધ શહેરોમાં રિલીઝ થઇ છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. ત્રણેય મહાનગરોમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલ બહાર પોલીસની ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. શાહરૂખ ખાન ચાર વર્ષના વિરામ પછી મોટા પડદા પર પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે લોકો લાંબા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે.

અમદાવાદમાં દરેક થિયેટર અને મલ્ટીપ્લેક્ષમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફિલ્મ રિલીઝ મામલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી પોલીસની તૈયારી છે. ફિલ્મનો વિરોધ કરનાર સામે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. તો બીજી તરફ અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવા શહેર પોલીસે જનતાને અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર કોમી વયમનસ્ય ફેલાવનારા શખ્સો પર વોચ રખાઇ રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રાજકોટમાં પણ ભારે વિરોધ બાદ ફિલ્મ પઠાણ રિલીઝ થઇ છે. રાજકોટમાં એક જ દિવસમાં 260 શોનું આયોજન કરવામાં આવ્યુ છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતમાં પણ દરેક થીયેટર બહાર પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

પઠાણની રિલીઝ પર હોબાળો થવાની ભીતિ

પઠાણની રિલીઝ પહેલા ઘણા હિન્દુ સંગઠનો આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી રહ્યા છે. સંસ્થાઓએ સિનેમા માલિકોને ફિલ્મ ન બતાવવાની ચેતવણી આપી છે. સંગઠનોનું કહેવું છે કે જો ફિલ્મ રિલીઝ થશે તો તેઓ વિરોધ કરશે અને સિનેમા ઘરોમાં તોડફોડ પણ કરશે. ફિલ્મની રિલીઝને લઈને થયેલા હોબાળા વચ્ચે પોલીસે અનેક સિનેમા ઘરોને સુરક્ષા પૂરી પાડી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">