Ahmedabad: સાબરમતી નદીમાં આપઘાત અને મોતના આંકડામાં વધારો, જાણો કયા વર્ષમાં કેટલા લોકોએ કર્યો આપઘાત

|

Jun 02, 2022 | 9:17 AM

સાબરમતી નદી. આમ તો આ નદી રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે પણ કેટલાક લોકો મોતને પણ વ્હાલું કરી રહ્યા છે.

Ahmedabad: સાબરમતી નદીમાં આપઘાત અને મોતના આંકડામાં વધારો, જાણો કયા વર્ષમાં કેટલા લોકોએ કર્યો આપઘાત
Sabarmati river

Follow us on

તાજેતરમાં who દ્વારા આપઘાત કેસને લઈને આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં વિશ્વમાં અંદાજે 8 લાખ લોકોને આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. જેમાં આપઘાતના વિવિધ કારણો પણ દર્શાવવામાં આવ્યા છે. ત્યારે જોઈએ કે અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદીમાં છેલ્લા કેટલાક વર્ષમાં કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું અને તેની પાછળ ક્યાં કારણો જવાબદાર હોય શકે છે.

જીહા. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે છેલ્લા થોડા વર્ષોથી સાબરમતી નદીમાં લોકો ફરવા નહિ પણ મોતને વ્હાલું કરવા આવી રહ્યા તેમ લાગી રહ્યું છે. કેમ કે સાબરમતી નદી. આમ તો આ નદી રિવર ફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. પણ આ ઓળખ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ છે. કેમ કે સાબરમતી નદીમાં લોકો ફરવા તો આવે છે પણ મોતને પણ વ્હાલું કરી રહ્યા છે. જે સીલ સીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેમાં પણ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 940 કોલ આવ્યા જેમાં 212 બચાવાયા તો તેની સામે 717 લોકોના મોત નિપજ્યા જેમના મૃતદેહ મળી આવ્યા. જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ ગરમી સમયે લોકો વધુ આપઘાત કરતા હોવાનું પણ તારણ કઢાયું છે.

આ એ જ કારણો છે કે જેને લઈને લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આ અમે નહિ પણ લોકોના જીવ બચાવનાર અને મૃતદેહ બહાર કાઢનાર ફાયર બ્રિગેડનો સ્ટાફ કહી રહ્યો છે. તો who માં પણ આ જ કારણો લોકો ની મોતને પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.  who ની એક વિગત પ્રમાણે દર વર્ષે વિશ્વમાં અંદાજે 8 લાખ જેટલા લોકો આપઘાત કરે છે, જેમાં 30 થી 40 ટકા તો વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે. અને તેમાં પણ 8 લાખ લોકોમાં યુવા અને પુરુષોની સંખ્યા વધુ નોંધાઈ છે.

અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ

અને જો અમદાવાદની સાબરમતી નદીની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારના અનેક બનાવ નોંધાયા. જેના આંકડાઓની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં પાંચ વર્ષમાં 940 કોલ આવ્યા જેમાં 212 બચાવાયા તો તેની સામે 717 લોકોના મોત નિપજ્યા જેમના મૃતદેહ મળી આવ્યા. જેમાં નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

વર્ષ પ્રમાણેના આંકડા

  1. 2017 માં 290 કોલ 74 ને બચાવ્યા 217 ડેડબોડી
  2. 2018 મા 151 કોલ 35 ને બચાવાયા 116 ડેડબોડી
  3. 2019 માં 108 કોલ 20 ને બચાવ્યા 88 ડેડબોડી
  4. 2020 માં 141 કોલ 29 રેસ્ક્યુ 98 ડેડબોડી
  5. 2021 માં 179 કોલ 47 રેસ્ક્યુ 132 ડેડબોડી
  6. 2022 માં મેં સુધી 71 કોલ 7 રેસ્ક્યુ 66 ડેડબોડી

સાબરમતી નદીમાં રેસ્ક્યુ ટીમની વાત માનીએ તો 2014 મા 300 ઉપરાંત સાબરમતી નદીના કોલ નોંધાતા હતા. જેમાં 2018માં બ્રિજ પર જારી ફિટ કરાયા બાદ તેમાં ઘટાડો થયો. જોકે તે બાદ લોકોએ બ્રિજ છોડીને રિવર ફ્રન્ટ સ્થળ પસંદ કરવા લાગ્યા. જોકે તેમ છતાં બનાવ ઘટવાના બદલે તેમાં વધારો નોંધાયો. જોકે કોરોના સમયે તે આંકડો ઘટયો પણ બે વર્ષમાં ફરી તે આંકડામાં વધારો નોંધાયો છે.

મહત્વનું છે કે સાબરમતી નદી હાલમાં શહેર અને રાજ્યમાં તેની આગવી ઓળખ છે. અને તેવામાં આ પ્રકારના બનાવો બનતા રહે તો તે સાબરમતી નદીની ઓળખ સાથે શહેરની ઓળખ પર પણ અસર કરી શકે છે. જેથી બનાવો રોકવા તો જરૂરી જ છે. સાથે જ લોકોની માનસિકતા બદલવી અને પરિસ્થિતિઓ સામે લડત આપવાની તાકત  વધારવા ની પણ જરૂર હોય તેમ લાગી રહ્યું છે. જો તેમ થશે તો જ આ પ્રકારના બનાવો ને પહોંચી વળી મોતના આંકડા ને  કાબુમાં લાવી શકાશે.

Published On - 6:29 pm, Wed, 1 June 22

Next Article